ICC Ranking: આ પાકિસ્તાની ખેલાડીની ધમાલ, ત્રણેય ફોર્મેટમાં ટોપ 10માં, પણ ટી20માં માત્ર એક જ ભારતીય ખેલાડી

ICC Ranking: ટી20 રેન્કિંગમાં એક પણ ભારતીય બોલર અને ઓલરાઉન્ડરને ટોપ 10માં સ્થાન ન મળ્યું. પાકિસ્તાનનો આ બોલર પોતાની બોલિંગથી સતત પ્રભાવિત થઈ રહ્યો છે અને હાલમાં ત્રણેય ફોર્મેટમાં ટોપ-10માં સામેલ છે.

ICC Ranking: આ પાકિસ્તાની ખેલાડીની ધમાલ, ત્રણેય ફોર્મેટમાં ટોપ 10માં, પણ ટી20માં માત્ર એક જ ભારતીય ખેલાડી
Shaheen Shah Afridi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 7:07 PM

જો ટી20 બેટિંગ રેન્કિંગમાં ભારતની સ્થિતિ જોવામાં આવે તો ટોપ-10માં એકમાત્ર ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ (K L Rahul) છે. આ ફોર્મેટમાં બોલરોની રેન્કિંગમાં ટોપ-10માં કોઈ ભારતીય નથી. ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં પણ આ જ હાલ છે. ટેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગમાં રોહિત શર્મા (Rohit Sharma) આઠમા અને વિરાટ કોહલી 10મા સ્થાને છે. બોલરોની રેન્કિંગમાં રવિચંદ્રન અશ્વિન અને જસપ્રિત બુમરાહ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં રવિચંદ્રન અશ્વિન બીજા સ્થાને યથાવત છે. અન્ય કોઈ ખેલાડી ટોપ-10માં નથી.

પાકિસ્તાનના યુવા ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ બુધવારે જાહેર કરાયેલ તાજેતરની ICC ટી20 બોલરોની રેન્કિંગમાં ટોપ-10માં સ્થાન મેળવ્યું છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી એકમાત્ર ટી20 મેચ બાદ તેણે ચાર સ્થાનની છલાંગ લગાવીને ટોપ-10માં જગ્યા બનાવી છે. જોકે આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાંચ બોલ બાકી રહેતા જીત મેળવી હતી. આફ્રિદી ત્રણેય ફોર્મેટમાં ટોપ-10માં છે. તે ટેસ્ટમાં ચોથા અને વનડેમાં સાતમા ક્રમે છે.

જોશ હેઝલવુડ આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમમાં નહોતો, પરંતુ તેણે ત્રણ સ્થાન ગુમાવ્યા છે અને હવે તે ત્રીજા સ્થાને છે. આદિલ રાશિદ બીજા નંબર પર આવી ગયો છે. માર્ચમાં ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીતનાર પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ પ્રથમ સ્થાને યથાવત છે. જો કે તેની સાથે મોહમ્મદ રિઝવાનને પણ તકલીફ પડી છે. તે એક સ્થાન સરકીને ત્રીજા નંબર પર આવી ગયો છે. આ સાથે જ એઈડન માર્કરામ બીજા નંબર પર છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ટેસ્ટ રેન્કિંગમાં આ ફેરફાર

હાલમાં જ દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ શ્રેણી સમાપ્ત થઈ છે અને આ શ્રેણી બાદ ટેસ્ટ રેન્કિંગમાં પણ કેટલાક ફેરફારો થયા છે. બેટ અને બોલ બંનેથી આ સિરીઝમાં ધમાલ મચાવનાર કેશવ મહારાજને મોટો ફાયદો થયો છે. બોલરોની રેન્કિંગમાં તે 21મા સ્થાને આવી ગયો છે. ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં તે 13માં સ્થાને પહોંચી ગયો છે. તેણે બે ટેસ્ટ મેચમાં 16 વિકેટ લીધી અને તેને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો. તેની સાથે શ્રેણીમાં ધમાલ મચાવનાર સાથી સ્પિનર ​​સિમોન હાર્મરને પણ ફાયદો થયો છે. તે 26 સ્થાન આગળ વધીને 54માં નંબર પર પહોંચી ગયો છે.

આ પણ વાંચો: IPL 2022: ભારતીય ખેલાડીઓ માટે શ્રાપ બની કેપ્ટનશીપ, હાર્દિક પંડ્યા અને સંજુ સેમસનથી લઈને કેએલ રાહુલ સુધી બધાની હાલત ખરાબ

આ પણ વાંચો: દુનિયાના આ ટોપ 4 ક્રિકેટ સ્ટેડિયમમાં થશે Chakda Xpressનું શૂટિંગ, ચકડા એક્સપ્રેસ ઝુલન ગોસ્વામીની પ્રેરણાદાયી સફર રજૂ કરે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">