ICC: વધુ એક ભારતીય પદાધિકારીને હટાવાઈ શકે છે, ત્રણ મોટા ક્રિકેટ બોર્ડ દ્વારા ખેલાઈ મોટી રમત

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (International Cricket Council)માંથી શશાંક મનોહર (Shashank Manohar) બાદ હવે એક વધુ ભારતીયની વિદાય નિશ્વિત મનાય છે.

ICC: વધુ એક ભારતીય પદાધિકારીને હટાવાઈ શકે છે, ત્રણ મોટા ક્રિકેટ બોર્ડ દ્વારા ખેલાઈ મોટી રમત
ICC
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 10, 2021 | 11:54 PM

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (International Cricket Council)માંથી શશાંક મનોહર (Shashank Manohar) બાદ હવે એક વધુ ભારતીયની વિદાય નિશ્વિત મનાય છે. ICCના મુખ્ચ કાર્યકારી અધિકારી (CEO) મનુ સાહની (Manu Sahni)ને પણ આંતરિક તપાસ બાદ રજા પર ઉતારી દેવામાં આવ્યા છે. હવે એવી અટકળો પણ થઈ રહી છે કે, પોતાના કાર્યકાળને પૂરો કરવા પહેલા જ તેઓ રાજીનામું પણ ધરી શકે છે. સાહની આઈસીસી વિશ્વકપ 2019ના બાદ ડેવ રિચર્ડસનના સ્થાને 2022 સુધી CEO બનાવવામાં આવ્યા હતા. જાણકારી મળી રહી છે કે, નીતિના સંદર્ભમાં વિભિન્ન નિર્ણયોને લઈને કેટલાક પ્રભાવી ક્રિકેટ બોર્ડની સાથે તેમના સંબંધો સારા નથી. તેના જ કારણે તેમની વિદાય થઈ શકે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કથિત રુપે સાથી કર્મચારીઓની સાથે કઠોર વર્તાવને લઈને તપાસના વર્તુળમાં આવ્યા હતા. આઈસીસી બોર્ડના એક નજીકના વરિષ્ઠ અધિકારીએ નામ નહીં જાહેર કરવાની શરતે પીટીઆઈને બતાવ્યુ હતુ. તેમના કઠોર વ્યવહારને લઈને આઈસીસીના અનેક કર્મચારીઓએ પ્રમાણ આપ્યા છે. જે કર્મચારીઓના મનોબળને માટે સારુ નથી. નિર્દેશક મંડળ સમજૂતી મુજબ ફોર્મ્યુલા શોધવાના પ્રયાસ કરી રહ્યા છે, દરમ્યાન સાહની રાજીનામુ ધરીને ગરીમા સાથે પોતાનું પદ છોડી શકે છે.

સાહની પાછળના કેટલાક સમયમાં ઓફિસ નહોતા આવી રહ્યા અને મંગળવારે 56 વર્ષીય આ અધિકારીને રજા પર ઉતરવા માટે કહેવામાં આવ્યુ હતુ. પાછળના વર્ષે નવા ચેરમેનની પસંદગી પ્રક્રિયા શરુ કરવાના બાદથી જ સાહની દબાણમાં હતા. પાછળના વર્ષે નવેમ્બરમાં ગ્રેગ બાક્લેને ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આરોપ લાગ્યો હતો કે, સાહનીનો દબદબો બનાવીને કામ કરવાની શૈલી રિચર્ડસનની કામ કરવાની શૈલીથી બિલકુલ અલગ જ છે. કેટલાક કર્મચારીઓને તેમનો એ વ્યવહાર પસંદ નહોતો આવી રહ્યો. સાથે જ પાછળના વર્ષે તેમના કાર્યકારી ચેરમેન ઈમરાન ખ્વાઝાને સમર્થન કરવાને લઈને પણ કેટલાક ક્રિકેટ બોર્ડ નારાજ હતા.

ICCમાં ચાલી રહેલ ઘટનાક્રમની જાણકારી રાખનારા બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ બતાવ્યુ હતુ કે, પાછલા કેટલાક વર્ષોમાં તે ઘણા ખરા ક્રિકેટ બોર્ડને પસંદ રહ્યા નહોતા. સૌથી પહેલા તો ઘણાંખરા લોકોને શશાંક મનોહરનું સ્થાન લેવા માટે ન્યુઝીલેન્ડના ગ્રેગ બાર્કલે અને સિંગાપુરના ઈમરાન ખ્વાઝાની દાવેદારી દરમ્યાન તેમની અપ્રત્યક્ષ સમર્થન પસંદ નહોતુ આવ્યુ. બીજુ કારણ એ પણ હતુ કે, કેટલાક મોટા બોર્ડ પણ એટલા માટે નારાજ છે કે, તેમણે આઈસીસીના હાલના નિર્ણયોનું પણ સમર્થન કર્યુ છે. જેમાં બોર્ડને આગળની સાયકલ દરમ્યાન આઈસીસી ટુર્નામેન્ટની યજમાની માટે બોલી લગાવવાની અને ફી ભરપાઈ કરવાને માટે કહેવામાં આવ્યુ છે.

જાણકારી એ પણ મળી રહી છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ તેમજ ક્રિકેટ ઓસ્ટ્રેલીયા પણ પૂરી રીતે આ વિચારના વિરોધમાં છે. વિવિધ બોર્ડ બેઠકમાં પણ તે અંગે નારાજગી દર્શાવાઈ ચુકી છે. એક અન્ય કારણ તેમના તે પ્રસ્તાવનું સમર્થન કરાય છે કે 2023થી 2031 વચ્ચેના આ છ વર્ષ દરમ્યાનની આગામી સાયકલમાં દરેક વર્ષે ઓછામાં ઓછી એક આઈસીસી ટુર્નામેન્ટના આયોજનની વાત કરવામાં આવી હતી. બિગ થ્રી તેનો વિરોધ કર્યો હતો. જેમાં બીસીસીઆઈ, ઈસીબી અને સીએ સામેલ છે.

જો સાહની રાજીનામુ ધરવાનો નિર્ણય નહીં કરે તો નિર્દેશક મંડલ તેમને હટાવવા માટેની લાંબી પ્રક્રિયાને શરુ કરી શકે છે. સુત્ર એ બતાવ્યુ છે કે, સાહનીને બોર્ડની અંદર સમર્થન હાંસલ છે અને જે નવ અને આઠ સદસ્યોના બે જૂથોમાં વહેંચાયેલુ છે. સાહનીને હટાવવા માટે 17માંથી 12 વોટની જરુર હોય છે, જે નિર્દેશક મંડળના બે તૃત્યાંશ છે. કારણ કે તેમની નિયુક્તીને બોર્ડની બહુમત સમર્થનથી સ્વીકૃતી મળી હતી. હવે જોવાનું એ રોમાંચક રહેશે કે, બિગ થ્રીની હાજરી ધરાવતા જૂથને તેમને હટાવવા માટે 17માંથી 12 વોટ મળે છે કે નહીં.

આ પહેલા પણ પાછળના વર્ષે મનોહરને પણ આઈસીસી ચેરમેન તરીકેના પોતાના પદ પરથી રાજીનામુ ધર્યુ હતુ. તેમણે પણ પોતાનો કાર્યકાળ પુરો કર્યો નહોતો. મનોહર આઈસીસીના ચેરમેન તરીકે પોતાના બીજા કાર્યકાળમાં હતા, પરંતુ તેમણે અધવચ્ચે જ રાજીનામું આપી દીધુ હતુ, તે બીસીસીઆઈના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.

આ પણ વાંચો: ICC Ranking: ઈંગ્લેન્ડની ટીમ પર ત્રાટકનારા અશ્વિન અને અક્ષર પટેલને રેન્કીંગમાં થયો જબરદસ્ત ફાયદો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">