ICC: ક્રિકેટમાં અમ્પાયરના નિયમોમાં કરાયા ફેરફારો, શોર્ટ રનથી LBW વિકેટ સુધી હવે નવા નિયમો જારી

આતંરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના બોર્ડ દ્રારા ગુરુવારે વિવાદાસ્પદ અંપાયર્સ કોલ (Umpires Call) ના સંદર્ભમાં નિર્ણય કરવામાં આવ્યો હતો. અંપાયર્સ કોલને લઇને કરવામાં આવેલા પરિવર્તન મુજબ હવે DRS સિસ્ટમ જળવાઇ રહેશે, પરંતુ તેના માટે ના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

ICC: ક્રિકેટમાં અમ્પાયરના નિયમોમાં કરાયા ફેરફારો, શોર્ટ રનથી LBW વિકેટ સુધી હવે નવા નિયમો જારી
Umpire new Rules
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 02, 2021 | 8:24 AM

આતંરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના બોર્ડ દ્રારા ગુરુવારે વિવાદાસ્પદ અંપાયર્સ કોલ (Umpires Call) ના સંદર્ભમાં નિર્ણય કરવામાં આવ્યો હતો. અંપાયર્સ કોલને લઇને કરવામાં આવેલા પરિવર્તન મુજબ હવે DRS સિસ્ટમ જળવાઇ રહેશે, પરંતુ તેના માટે ના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જોકે અંપાયર કોલને ચાલુ રાખવામાં આવ્યો છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ અંપાયર કોલને ભ્રામક ગણાવ્યો હતો. સાથે જ અંપાયર કોલ છેલ્લા કેટલાક સમય થી વિવાદોનુ ઘર રહ્યુ હતુ અને જેને લઇને દેશ વિદેશના દિગ્ગજોએ પણ ટીપ્પણીઓ કરી ચુક્યા છે. હાલના નિયમોનુસાર જો અંપાયરે આપેલા LBW નોટઆઉટના નિર્ણયને બદલવા માટે DRS અંતર્ગત બોલ પચાસ ટકા થી વધુ એક સ્ટંપને ટકરાતો હોવો જોઇએ.

ICC દ્રારા  બોર્ડ બેઠક ખતમ થયા બાદ આ સંદર્ભે લીધેલા નિર્ણયને લઇ નિવેદન જારી કર્યુ હતુ. જેમાં ICC ની ક્રિકેટ સમિતીના અધ્યક્ષ અનિલ કુંબલેએ કહ્યુ હતુ કે, અંપાયર્સ કોલ ને લઇને ક્રિકેટ સમિતિમાં ચર્ચા થઇ હતી. તેના ઉપયોગને લઇને વિસ્તૃત આંકલન કરવામાં આવ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, ડીઆરએસ નો સિદ્ધાંત એ છે કે, મેચ દરમ્યાન સ્પષ્ટ ભૂલોને દુર કરવામાં આવે. સાથે જ એ પણ સુનિશ્વત હોય કે મેદાન પર નિર્ણય કરનારા અંપાયરોની પણ ભૂમિકા બંની રહે. અંપાયર કોલ થી આમ થાય છે અને એટલા માટે જ આ કારણ છે કે, આ મહત્વપૂર્ણ છે અને તે બરકરાર રહે.

કોહલનુ કહેવુ હતુ કે, જો બોલનો થોડો હિસ્સો પણ સ્ટંપને ટકરાઇ રહ્યો છે તો, બેટ્સમેનને આઉટ આપવામાં આવે. ICC એ જોકે DRS અને ત્રીજા અંપાયર સાથે જોડાયેલા ત્રણ નિયમોમાં હળવા ફેરફાર કર્યા છે. ICC ના બયાનમાં કહેવાયુ છે કે, LBW ના રિવ્યુ માટે વિકેટ ઝોનની ઉંચાઇ વધારીને સ્ટંપની ટોચ સુધી કરી દેવામાં આવી છે. જેનો મતલબ એ રહેશે કે હવે રિવ્યુ લેવા પર બેલ્સની ઉંચાઇ સુધી અભ્યાસ કરવામાં આવશે. જે પહેલા બેલ્સના નિચેના હિસ્સા સુધી જોવામાં આવતુ હતુ. જેના થી હવે વિકેટ ઝોનની ઉંચાઇ વધી ચુકી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

LBW ના નિર્ણયની સમિક્ષા પર નિર્ણય લેવાના પહેલા ખેલાડી અંપાયરને પૂછી શકશે કે, બોલને રમવા માટે વાસ્તવિક પ્રયાસ કરવામાં આવ્યો હતો કે કેમ. આઇસીસીના નિવેદનમાં કહેવાયુ છે કે, થર્ડ અંપાયર શોર્ટ રનની સ્થિતીમાં રિપ્લેની સમિક્ષા કરી શકશે અને અને કોઇ ક્ષતી જણાશે તો, આગળનો બોલ ફેંકવા અગાઉ જ તેને યોગ્ય કરશે. આ સાથે જ નિર્ણય કરવામાં આવ્યો છે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટને જારી રાખવા માટે વર્ષ 2020 થી લાગુ કરવામા આવેલા કોવિડ-19 નિયમો જારી રહેશે. આઇસીસી એ વિજ્ઞપ્તી દ્રારા કહ્યુ હતુ કે, સમિતિ એ પાછળના નવ મહિના દરમ્યાન ઘરેલુ અંપાયરો દ્રારા શાનદાર પ્રદર્શન પર ધ્યાન આપ્યુ છે. જોકે જ્યાં પણ સંભવ હોય ત્યાં તટસ્થ એલીટ પેનલ અંપાયરોની નિયુક્તિને પ્રોત્સાહન આપ્યુ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">