T20 World Cup 2022 : મેજબાન ટીમ ઓસ્ટ્રલિયા વર્લ્ડ કપમાંથી બહાર, ન્યૂઝિલેન્ડ બાદ ઈંગ્લેન્ડની ટીમ પહોંચી સેમીફાઈનલમાં

મેજબાન ટીમ ઓસ્ટ્રલિયા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. ઈંગ્લેન્ડની ટીમ સેમીફાઈનલમાં પહોંચનાર બીજી ટીમ બની ગઈ છે. આ પહેલા ન્યુઝિલેન્ડની ટીમ સેમીફાઈનલમાં પહોંચી હતી.

T20 World Cup 2022 : મેજબાન ટીમ ઓસ્ટ્રલિયા વર્લ્ડ કપમાંથી બહાર, ન્યૂઝિલેન્ડ બાદ ઈંગ્લેન્ડની ટીમ પહોંચી સેમીફાઈનલમાં
Hosts Australia out from ICC Men T20 World Cup Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2022 | 6:21 PM

આજે ક્રિકેટ વર્લ્ડ કપમાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર શ્રીલંકાને હરાવીને ઈંગ્લેન્ડની ટીમ સેમીફાઈનલમાં પહોંચી છે. તેની સાથે જ મેજબાન ટીમ ઓસ્ટ્રલિયા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. ઈંગ્લેન્ડની ટીમ સેમીફાઈનલમાં પહોંચનાર બીજી ટીમ બની ગઈ છે. આ પહેલા ન્યૂઝિલેન્ડની ટીમ સેમીફાઈનલમાં પહોંચી હતી. આજે શ્રીલંકા સામે 4 વિકેટે ઈંગ્લેન્ડની જીત થતા ડિફેન્ડિંગ ચેમ્પિયન અને મેજબાન ટીમ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે.

આજે શ્રીલંકાની ટીમે પહેલી બેટિંગ કરતા સારી શરુઆત કરી હતી. પણ તેઓ તે સારી શરુઆતનો ફાયદો ઉઠાવી ન શકયા અને 20 ઓવરમાં 8 વિકેટના નુકશાન સાથે 141 રન બનાવ્યા. ઈંગ્લેન્ડની ટીમે આ સરળ ટાર્ગેટને 6 વિકેટના નુકશાન પર 2 બોલ પહેલા જ ચેઝ કરી લીધો હતો. જોકે, ઈંગ્લેન્ડની ટીમને આ જીત સરળતાથી ન મળી હતી. ટાર્ગેટનો પીછો કરતા સારી શરુઆત બાદ ઈંગ્લેન્ડની ટીમની સતત વિકેટ પડી રહી હતી. જેને કારણે એક સમયે ઈંગ્લેન્ડની જીત પર સંકટ હતુ. પણ બેન સ્ટોક્સે અંતે પોતાની ટીમને જીત અપાવી હતી.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

હેલ્સ ચૂક્યો ફિફટી

આ સરળ ટાર્ગેટનો પીછો કરતા ઈંગ્લેન્ડની ટીમે બીજી પારીમાં સારી શરુઆત કરી હતી. ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન જોસ બટલર અને અલેક્સ હેલ્સે તોફાની બેટિંગ કરીને અડધા રન સાત ઓવરમાં જ બનાવી દીધા હતા. આઠમી ઓવરમાં આ પાર્ટનશીપ તૂટી હતી. 28 રન બનાવી બટલર, ધનંજય ડિ સિલ્વાની બોલ પર આઉટ થયો હતો. ત્યાર બાદ અલેક્સ હેલ્સ પણ 47 રન બનાવી આઉટ થયો હતો. આ દરમિયાન તેણે 7 ચોક્કા અને 1 છગ્ગો પણ ફટકાર્યો હતો. જોકે તે પોતાની ફિફટી ન બનાવી શક્યો.

પ્લેયર ઓફ ધ મેચ

આદિલ રશીદે આ મેચમાં 4 ઓવરમાં ફક્ત 16 રન આપીને 1 વિકેટ લીધી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ મળ્યો છે.

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">