હાર્દિક પંડ્યાએ પિતાની યાદમાં વિડીયો કર્યો શેર, વિડીયો જોઇ તમે પણ થઇ જશો ઈમોશનલ

હાર્દિક પંડ્યાએ આજે પિતાની યાદમાં એક ઈમોશનલ વિડીયો શેર કર્યો છે. જેમાં હાર્દિકે પિતા સાથે વિતાવેલી ક્ષણો જોવા મળે છે.

  • tv9 webdesk37
  • Published On - 11:01 AM, 24 Jan 2021
Hardik Pandya shared a video in memory of his father
Hardik Pandya

16 જાન્યુઆરીએ હાર્દિક પંડ્યાના પિતાએ અંતિમ વિદાય લીધી. હાર્દિક અને કુણાલ પંડ્યાના પિતાનું નિધન હાર્ટએટેકના કારણે થયું હતું. આ સમયે કુણાલ પંડ્યા સૈયદ મુશ્તાક ટ્રોફી રમી રહ્યા હતા.

હાર્દિક પંડ્યાએ એક ઈમોશનલ વિડીયો શેર કર્યો છે. જેમાં હાર્દિકે પિતા સાથે વિતાવેલી ક્ષણો જોવા મળે છે. આ વિડીયોમાં બાળપણની કેટલીક તસ્વીરો જોવા મળે છે. સાથે અમિતાભ બચ્ચન સાથે વિતાવેલી ક્ષણો ઈમોશનલ કરી જાય છે.

 

 

હાર્દિક પંડ્યાએ પિતા હિમાંશુ પંડ્યાને To dad ❤️ લખીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ વિડીયોમાં કેટલીક ક્ષણો એવી છે જે ઈમોશનલ કરી દે છે. એક ક્ષણ જેમાં હાર્દિકે એના પપ્પાને ગાડી ગીફ્ટ કરી હતી તે વિડીયો જોઇને દર્શકો ઈમોશનલ થયા છે અને કોમેન્ટ્સમાં શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ વિડીયોના બેકગ્રાઉન્ડમાં અપને ફિલ્મનું સોંગ સાંભળવા મળી રહ્યું છે.

 

આ પણ વાંચો: બ્રાઝિલમાં બજરંગબલીનો જયજયકાર, રાષ્ટ્રપતિ જેયરે કોરોનો વેક્સિન માટે ભારતનો માન્યો આભાર