હાર્દિક પંડ્યા અને નતાશાની સગાઇને એક વર્ષ થયુ પુરુ, બંનેએ એનિવર્સરીની કરી ઉજવણી

  • Avnish Goswami
  • Published On - 8:45 AM, 2 Jan 2021
Hardik Pandya and Natasha's engagement turns one year old, both celebrate their anniversary
Hardik Pandya and Natasha anniversary

નવા વર્ષનો દિવસ પૂર્ણ થવા સાથે ભારતીય ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic)ની સગાઇ ને એક વર્ષ પુરુ થઇ ગયુ છે. પોતાની સગાઇની પ્રથમ વર્ષગાંઠ (Anniversary) ને બંને એ ઉત્સાહ પુર્વક પસાર કરી છે. હાર્દિક પંડ્યા અને નતાશાએ પોતાની એનિવર્સરી તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

ગત વર્ષે બંને એ દુબઇમાં સગાઇ કરી હતી. તેમની સગાઇ પ્રસંગમાં માત્ર તેના ભાઇ કૃણાલ પંડ્યા અને તેની પત્નિ પ્રિયંકા શર્મા જ હાજર રાખ્યા હતા. બંનેએ એક બોટમાં નાનકડો સમારોહ યોજ્યો હતો. આ દરમ્યાન બંને રીંગ પણ એક બીજાને પહેરાવી હતી,

નતાશા અને હાર્દિક હવે માતા-પિતા બની ચુક્યા છે. તેમના ઘરે ગત વર્ષે જ પુત્ર અગત્સ્ય જન્મ્યો હતો અને હાલ તે પાંચ માસનો થવા આવ્યો છે. ઓસ્ટ્રેલીયામાં વન ડે અને ટી20 સીરીઝ પૂર્ણ કરીને હાર્દિક પંડ્યા ભારત પરત ફર્યો છે. કારણ કે તે ટેસ્ટ ટીમનો હિસ્સો નહોતો. હાલમાં તે મુંબઇમાં પોતાના પરીવાર સાથે સમય વિતાવી રહ્યો છે.

 

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93)