ફુટબોલના લાઈવ મેચમાં અંધાધૂંધ ફાયરિંગ થયું, ફૂટબોલનું મેદાન બન્યું યુદ્ધનું મેદાન !

ફુટબોલના લાઈવ મેચમાં અંધાધૂંધ ફાયરિંગ થયું, ફૂટબોલનું મેદાન બન્યું યુદ્ધનું મેદાન !
ફુટબોલ મેચમાં અંધાધૂંધ ફાયરિંગ

પોર્ટુગલમાં રમાયેલી મેચ દરમિયાન ખેલાડીઓ અને ચાહકો વચ્ચે ઝગડો થયો હતો. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે, પોલીસકર્મીઓએ ગોળીબાર કરવો પડ્યો.

TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Oct 19, 2021 | 2:39 PM

પોર્ટુગલ (Purtgal)માં ફૂટબોલનું મેદાન યુદ્ધનું મેદાન બની ગયું હતું, પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે ચાહકો અને ખેલાડીઓએ નિયંત્રણમાં લેવા માટે હવામાં ફાયરિંગ કરવું પડ્યું. ત્યારબાદ પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હતી.

ઓલિમ્પિકો ડો મોન્ટિજો (Olympico do Montejo) અને વિટોરિયા સેતુબર બી ક્લબ વચ્ચે રમાયેલ મેચ ગોલ વગર ડ્રોમાં સમાપ્ત થઈ. જો કે, મેચ પૂરી થયા બાદ ખેલાડી (Player)ઓ અને ચાહકો વચ્ચે ઝગડો થયો હતો.

મેચ પૂરી થયા બાદ કેટલાક ચાહકો મેદાન પર જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મેદાન પર હાજર ટીમના કોચ અને ખેલાડીઓ ચાહકો સાથે અથડામણ કરી હતી. સ્થળ પર હાજર બે પોલીસકર્મી (Policemen)ઓએ મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ રહ્યા હતા. પરિસ્થિતિ વધુ ગંભીર બનતા પોલીસ કાફલો પણ ત્યાં પહોંચ્યો હતો. વાતાવરણ શાંત કરવા માટે પોલીસકર્મીઓએ હવામાં નવ ગોળીઓ ચલાવી હતી.

મેચ બાદ પોલીસે તેમના નિવેદનમાં કહ્યું કે, મેચ દરમિયાન લોકો એકબીજા સાથે અથડાયા હતા. તેમાં ખેલાડીઓ અને કોચ સિવાય સ્ટેડિયમમાં હાજર ચાહકો પણ સામેલ હતા જે સ્ટેન્ડમાંથી બહાર આવીને મેદાનમાં આવ્યા હતા. આ માટે ત્રણ પોલીસ અધિકારીઓએ ચેતવણી રૂપે હવામાં ફાયરિંગ કર્યું હતું.

આ પોલીસ (Police) કાર્યવાહીમાં કોઈ ખેલાડી ઘાયલ થયો નથી. સેતુબલ કોચ પોલ મર્ટિન્સે કહ્યું, જો પોલીસે તે ગોળીઓ ન ચલાવી હોત તો સ્થિતિ વધુ ખરાબ થઈ શકી હોત. જોકે તેઓએ પ્રયત્ન કરવો જોઈતો હતો કે, ચાહકો મેદાન પર ન પહોંચે.

ઓલિમ્પિક ડો કોચે પોલીસ પર સવાલો ઉઠાવ્યા

બીજી બાજુ, (Olympico do Montejo) કોચે કહ્યું, જ્યારે પણ કોઈ ટીમ હારે છે, ત્યારે લાગણીઓ ક્યારેક નિયંત્રણમાંથી બહાર નીકળી જાય છે, જેના કારણે આ બધું થયું. આ ખરાબ પરિસ્થિતિમાં પણ પોલીસકર્મી (Policemen)ઓએ ગોળીબાર કર્યો ન હતો.

આ પણ વાંચો : પોલીસ વડાઓ સાથે મુલાકાત બાદ અમિત શાહ પીએમ મોદીને મળવા પહોંચ્યા, આતંકવાદ અને ઘૂસણખોરી સહિત આ મુદ્દાઓ પર કરશે ચર્ચા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati