ગુજરાતનું ગૌરવઃ વિશ્વના મહાન ક્રિકેટરને તેમના જન્મદિવસે ICCએ ટ્વીટ કરી કર્યા યાદ

ગુજરાતનું ગૌરવઃ વિશ્વના મહાન ક્રિકેટરને તેમના જન્મદિવસે ICCએ ટ્વીટ કરી કર્યા યાદ

ભારતીય ક્રિકેટની રમતમાં જાણીતી રણજી ટ્રોફી જેમના નામે રમાય છે,  એ જામ રણજીતસિંહજીનો આજે જન્મ દીવસ છે. આઇસીસીસી પણ તેમને, આજના દીવસે અચુક યાદ કર્યા છે. આજે તેમના સન્માન માટે ,આઇસીસીએ ટ્વીટ કરીને ગુજરાતમાં જન્મેલા, અને ગુજરાતના ગૌરવ જામ રણજીતસિંહને દુનીયા સમક્ષ યાદ કર્યા છે. તેમને “one of the finest batsmen” તરીકે ઓળખાવતા સન્માનીત શબ્દો […]

Avnish Goswami

| Edited By: Bipin Prajapati

Jan 16, 2021 | 3:31 PM

ભારતીય ક્રિકેટની રમતમાં જાણીતી રણજી ટ્રોફી જેમના નામે રમાય છે,  એ જામ રણજીતસિંહજીનો આજે જન્મ દીવસ છે. આઇસીસીસી પણ તેમને, આજના દીવસે અચુક યાદ કર્યા છે. આજે તેમના સન્માન માટે ,આઇસીસીએ ટ્વીટ કરીને ગુજરાતમાં જન્મેલા, અને ગુજરાતના ગૌરવ જામ રણજીતસિંહને દુનીયા સમક્ષ યાદ કર્યા છે. તેમને “one of the finest batsmen” તરીકે ઓળખાવતા સન્માનીત શબ્દો પણ ટ્વીટ કરીને લખ્યા છે.

JAM Ranjitsinh

આજના દીવસે વર્ષ ૧૮૭૨ માં સૌરાષ્ટ્રના સડોદરમાં તેઓ જન્મ્યા હતા. બ્રીટિશ શાસનકાળ દરમ્યાનના, તેમના શરુઆતી જીવનકાળમાં, તેઓ ક્રિકેટની રમત તરફ આકર્ષાયા હતા. તેઓ સૌરાષ્ટ્રના નવાનગર રજવાડાના, મહારાજા જામ સાહેબ તરીકે પ્રસિધ્ધ બન્યા હતા. તેઓએ લીગ ઓફ નેશન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જમણેરી બેટ્સમેન જામ રણજીતસિંહને, વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં ગણના કરવામાં આવે છે. તેઓએ એ સમયગાળા દરમિયાન ક્રિકેટની સુધરતી જતી પીચના, લાભ લઇને બેકફુટ પ્રકારની બેટીંગ શૈલીનો ઉપયોગ કરીને, લેગ ગ્લાન્સ ની પણ શોધ કરી હતી, અને જેને એક લોકપ્રિય ઓળખ અપાવી હતી. તેમના ભત્રીજા દુલિપસિંહજી પણ ઇંગ્લેન્ડમાં, પ્રથમ કક્ષાનુ ક્રિકેટ અને ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમ વતી રમી ચુક્યા છે.

JAM Ranjitsinh

વર્ષ ૧૮૯૬ ટેસ્ટ ક્રિકેટમાં જોડાયેલા જામ રણજીતસિંહ ઇંગ્લેન્ડ ની ટીમ વતી થી ક્રિકેટ રમ્યા હતા અને વર્ષ ૧૯૦૨ સુધી ઇંગ્લેન્ડની ટીમના સભ્ય રહી આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યા હતા. આ ઉપરાંત જામ રણજીતસિંહ વર્ષ ૧૮૯૩-૧૮૯૪ ના દરમિયાન કેમ્બ્રિજ યુનિવર્સિટી તરફથી પ્રથમ કક્ષાનું ક્રિકેટ અને વર્ષ ૧૮૯૫-૧૯૨૦ સુધી સકસેસ તરફથી કાઉન્ટી ક્રિકેટ પણ રમ્યા હતા. લંડન કાઉન્ટી ક્રિકેટ ક્લબ તરફ થી પણ તેઓ વર્ષ ૧૯૦૧-૧૯૦૪ દરમિયાન રમ્યા હતા.

Gujarat's pride: ICC remembers great cricketer with the words "one of the finest batsmen"

 

આંતર રાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટની કારકીર્દી.

ટેસ્ટ પ્રવેશ વેળા જ તેઓએ ઇંગ્લેન્ડ ની ટીમ વતી રમતા ઓસ્ટ્રેલીયા સામે રમ્યા હતા. તેમજ તેમની અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચ પણ ઓસ્ટ્રેલીયા સામે રમાઇ હતી. તેઓએ પંદર જેટલી આતંર રાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમીને ૯૮૯ રન ૪૪.૯૫ ની બેટીંગ સરેરાશ સાથે નોંધાવ્યા હતા. જેમાં બે સદી અને છ જેટલી અડધી સદીનો પણ સમાવેશ થાય છે. જેમાં તેઓનો વ્યક્તિગત સર્વોચ્ચ સ્કોર ૧૭૫ રન નો રહ્યો હતો. તેઓ ક્યારેક બોલીંગ પણ કરી લેવા દરમ્યાન મેચમાં ત્રેવીસ રન આપી એક વિકેટ પણ હાંસલ કરી છે.

Gujarat's pride: ICC remembers great cricketer with the words "one of the finest batsmen" 1પ્રથમ કક્ષાની ક્રિકેટની કારકીર્દી.

ફસ્ટકલાસ ક્રિકેટ રમતા ૩૦૭ જેટલી કુલ મેચો જામ રણજીત સિંહ રમી ચુક્યા હતા. જેમાં તેઓ પ્રથમ કક્ષાની રમતમાં ૨૪,૬૯૨ રન નોંધાવ્યા હતા. ૫૬.૩૭ રનની બેટીંગ સરેરાશ સાથે તેઓએ આ રન નો ખડકલો પોતાની ક્રિકેટ કારકીર્દી દરમ્યાન પોતાને નામે કર્યો હતો. આ દરમ્યાન તેઓએ અણનમ ૨૮૫ રનની શાનદાર રમત પણ રમી ચુક્યા હતા. તેઓએ પ્રથમ કક્ષામાં ૭૨ સદી અને ૧૦૯ જેટલી અડધી સદી પણ નોંધાવી ચુક્યા હતા. આ ઉપરાંત તેઓ પ્રથમ કક્ષામાં ૧૩૩ વિકેટો મેળવી છે અને જેમાં ૫૩ રન સામે છ વિકેટ ઝડપવાનો શ્રેષ્ઠ દેખાવ પણ સામેલ છે.

આ પણ વાંચોઃIPL 2020: હિટ-મેન રોહિત શર્માએ પ્રેક્ટીસ દરમિયાન જ ફટકારી સિક્સર, બોલ ગયો સ્ટેડિયમ બહાર, જુઓ VIDEO

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati