T20 World Cup પહેલા પાકિસ્તાન ક્રિકેટમાં હડકંપ મચ્યો, કોચિંગ વડાએ પણ છોડ્યો સાથ

T20 World Cup પહેલા પાકિસ્તાન ક્રિકેટમાં હડકંપ મચ્યો, કોચિંગ વડાએ પણ છોડ્યો સાથ
પાકિસ્તાન 24 ઓક્ટોબરે ટી 20 વર્લ્ડ કપમાં ભારત સામે ટકરાશે

ટી 20 વર્લ્ડ કપ 2021 પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં હલચલ મચી ગઈ છે. રમીઝ રાજાના આગમનથી અધિકારીઓ એક પછી એક રાજીનામું આપી રહ્યા છે.

TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Oct 15, 2021 | 3:33 PM

T20 World Cup ન્યુઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર ગ્રાન્ટ બ્રેડબર્ને (Grant Bradburn) પાકિસ્તાનના ઉચ્ચ પ્રદર્શન કોચિંગના વડા તરીકે રાજીનામું આપ્યું છે. તેઓ ત્રણ વર્ષ સુધી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Board) સાથે જોડાયેલા હતા.

ભૂતપૂર્વ ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સ્પિનર ​​સપ્ટેમ્બર 2018થી જૂન 2020 સુધી પાકિસ્તાની ટીમના ફિલ્ડિંગ કોચ પણ હતા. આ પછી તેમણે કોચિંગના વિકાસની જવાબદારી સંભાળી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Board) દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં બ્રાન્ડબર્ને (Grant Bradburn) કહ્યું કે, “પાકિસ્તાન ક્રિકેટ સાથે કામ કરવું એ સન્માનની વાત છે.

હું સોનેરી યાદો અને એક અદ્ભુત અનુભવ સાથે વિદાય લઈ રહ્યો છું. ‘ગ્રાન્ટ બ્રેડબર્ન 1990થી 2001ની વચ્ચે ન્યુઝીલેન્ડ તરફથી ઓફ સ્પિનર ​​તરીકે રમ્યા હતા. તેમના નામે સાત ટેસ્ટ અને 11 વનડે છે. તે ન્યૂઝીલેન્ડ A અને ન્યૂઝીલેન્ડ અંડર 19 ટીમના કોચ પણ રહી ચૂક્યા છે.

પીસીબીના વડા તરીકે રમીઝ રાજા (Ramiz Raja)એ પદ સંભાળ્યું ત્યારથી બ્રેડબર્ન (Grant Bradburn) રાજીનામુ આપનારા પાંચમાં ઉચ્ચ અધિકારી છે. તેમના પહેલા પાકિસ્તાનના મુખ્ય કોચ મિસ્બાહ-ઉલ-હક, બોલિંગ કોચ વકાર યુનુસ, સીઈઓ વસીમ ખાન અને માર્કેટિંગ હેડ બાબર હમીદ રાજીનામું આપી ચૂક્યા છે.

બ્રેડબર્ને કહ્યું કે કોરોના પ્રોટોકોલને કારણે તે પરિવાર સાથે સમય પસાર કરવામાં અસમર્થ હતો. તેણે કહ્યું, ‘મારી પત્ની મારી અને ત્રણ બાળકોએ પાકિસ્તાન ક્રિકેટ (Pakistan Cricket) સાથે કામ કરતી વખતે ઘણું બલિદાન આપ્યું છે. કોરોનાને કારણે તેના પાકિસ્તાન આવવા અને અહીં હૂંફ, પ્રેમ અને મિત્રતાની અનુભૂતિ કરવામાં ઘણા પડકારો હતા. હવે મારા માટે મારા પરિવારને પ્રાથમિકતા આપવાનો અને આગામી કોચિંગ પડકાર તરફ આગળ વધવાનો સમય છે.

તેમને પાકિસ્તાનમાં તમામ ઉચ્ચ પ્રદર્શન કેન્દ્રોનું ધોરણ વધારવાની જવાબદારી આપવામાં આવી હતી. તેમના પ્રસ્થાન પર હાઈ પરફોર્મન્સના ડિરેક્ટર નદીમ ખાને કહ્યું કે “ગ્રાન્ટે જુસ્સા અને સમર્પણ સાથે પાકિસ્તાન ક્રિકેટની સેવા કરી. તે હંમેશા ઉત્સાહથી ભરેલો રહેતો હતો અને નવા વિચારો ધરાવતો હતો. તેમણે આમાંના ઘણા અમલ પણ કર્યા. હું પાકિસ્તાન ક્રિકેટમાં સપોર્ટ કરવા બદલ ગ્રાન્ટનો આભાર માનું છું.

એવા સંકેતો છે કે આગામી દિવસોમાં ઘણા વધુ વરિષ્ઠ હોદ્દાઓ ધરાવતા લોકો પાકિસ્તાન બોર્ડમાંથી રાજીનામું આપી શકે છે. રમીઝ રાજાએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પાકિસ્તાન ક્રિકેટ (Pakistan Cricket)માં સુધારો લાવવા અને બોર્ડમાં ફેરફાર લાવવા માટે પોતાની બ્લુપ્રિન્ટ અમલમાં મૂકશે. તેમણે ઉચ્ચ પદ પર બેઠેલા અધિકારીઓના પગારમાં ઘટાડો કરવાની પણ વાત કરી છે. પાકિસ્તાન બોર્ડે તાજેતરમાં નવા સીઈઓ માટે અરજીઓ માંગી છે. પરંતુ આમાં જૂના સીઈઓ વસીમ ખાન કરતા ઓછો પગાર આપવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : jammu kashmir : LG એ કહ્યું, ‘દરેક મોતનો બદલો લેવામાં આવશે’, જમ્મુ -કાશ્મીરમાં સેના આતંકીઓને જડબાતોડ જવાબ આપી રહી છે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati