ગાંગુલીએ 135 દિવસમાં 22 વખત કોરોના ટેસ્ટ કરાવ્યો, ભારત-ઇંગ્લેન્ડ સિરીઝને લઇને આપ્યુ મોટુ અપડેટ

બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આગામી વર્ષે ઇંગ્લેંડની ટીમ ભારત પ્રવાસ પર આવવા અંગે અપડેટ આપી હતી. તેમણે બતાવ્યુ હતુ કે ઇંગ્લેંડ ચાર ટેસ્ટ મેચ, ત્રણ વન ડે મેચ તેમજ પાંચ ટી20 મેચ ની સીરીઝને ભારત પ્રવાસ દરમ્યાન રમશે. પહેલા ઇંગ્લેંડ પાંચ ટેસ્ટ અને ત્રણ ટી-20 મેચ રમનાર હતી. પરંતુ હવે એક ટેસ્ટ ઓછી કરી દેવામાં […]

ગાંગુલીએ 135 દિવસમાં 22 વખત કોરોના ટેસ્ટ કરાવ્યો, ભારત-ઇંગ્લેન્ડ સિરીઝને લઇને આપ્યુ મોટુ અપડેટ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 25, 2020 | 10:30 AM

બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આગામી વર્ષે ઇંગ્લેંડની ટીમ ભારત પ્રવાસ પર આવવા અંગે અપડેટ આપી હતી. તેમણે બતાવ્યુ હતુ કે ઇંગ્લેંડ ચાર ટેસ્ટ મેચ, ત્રણ વન ડે મેચ તેમજ પાંચ ટી20 મેચ ની સીરીઝને ભારત પ્રવાસ દરમ્યાન રમશે. પહેલા ઇંગ્લેંડ પાંચ ટેસ્ટ અને ત્રણ ટી-20 મેચ રમનાર હતી. પરંતુ હવે એક ટેસ્ટ ઓછી કરી દેવામાં આવી છે અને બે ટી-20 મેચને વધારી દેવામાં આ છે. આગલા વર્ષે ભારતમાં થનારા ટી-20 વર્લ્ડ કપને જોતા ટી-20 મેચોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. આ દરમ્યાન ટેસ્ટ સીરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન્સશીપનો હિસ્સો હશે. પહેલા વન ડે અને ટી-20 સીરીઝ બાદ સપ્ટેમ્બર 2020માં તનારી હતી પરંતુ કોરોના મહામારીને લઇને તે કાર્યક્રમ સ્થગીત કરાયો હતો.

ગાંગુલીએ એક વર્ચ્યુઅલ મિડીયા કોન્ફરન્સ દ્રારા આ અંગે જાણકારી આપતા બતાવ્યુ હતુ. ગાંગુલીએ કહ્યુ હતુ, અમારા ઘરેલુ સત્ર ખુબ જલ્દી શરુ થનારુ છે. ઇંગ્લેંડ ચાર ટેસ્ટ મેચ, ત્રણ વન-ડે, અને પાંચ ટી-20 મેચ માટે ભારત પ્રવાસ કરી રહ્યુ છે. દ્રીપક્ષીય શ્રૃંખલાનુ આયોજન કરવુ આસાન હોય છે, કારણ કે તમાં લોકોની સંખ્યા ઓછી હોય છે. જ્યારે આ આઠ ટીમો કે દશ ટીમો વચ્ચે સીરીઝ હોય તો ખૂબ મુશ્કેલ બની જાય છે. અમે પરિસ્થિતીયોનુ આંકલન કરી રહ્યા હોઇએ છીએ, કારણ કે ઘણાં બધા લોકો કોરોના વેવના બીજા તબક્કાના અંગે કહેતા હોય છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ગાંગુલીએ પાછળના કેટલાક મહિના દરમ્યાન ખુબ વ્યસ્ત રહ્યા છે. આવામાં તેમણે ઘણીવાર કોરોના વાયરસ ને લઇ  પરીક્ષણ કરાવ્યા છે. ગાંગુલીએ ખુલાસો કર્યો હતો કે મહામારી ના વચ્ચે તેમણે પાછળના સાડા ચાર મહિનામાં લગભગ 22 વખત કોરોના અંગેનુ પરીક્ષણ કરાવ્યુ હતુ. ગાંગુલી મધ્ય સપ્ટેમ્બર થી નવેમ્બરની શરુઆતમાં સંયુક્ત આરબ અમિરાતમાં, ઇન્ડિયન પ્રિમીયર લીગના આયોજનને લઇને વ્યસ્ત હતા. ગાંગુલીએ વર્ચ્યુઅલ મિડીયા કોન્ફરન્સમાં લિવિંગાર્ડ એજી ના બ્રાન્ડ દુતના સ્વરુપે કહ્યુ હતુ કે, હું આપને બતાવી દઉ કે પાછળના સાડા ચાર મહિનામાં 22 વાર કોવીડ-19 ની તપાસ કરાવી છે. અને એક પણ વાર પોઝિટીવ આવ્યો નથી. મારી આસપાસના લોકો કોવિડ-19 પોઝિટીવ મળ્યા હતા. એટલા માટે કદાચ મારે કોવિડ-19 ના ટેસ્ટ કરાવવા પડ્યા હતા. હું પોતાના વૃદ્ધ માતા અને પિતા સાથે રહુ છુ અને મે દુબઇની યાત્રા કરી છે. શરુઆતમાં ખુબ ચિંતા હતી, પોતાના માટે નહી પરંતુ સમુદાય માટે. આપ કોઇને સંક્રમિત નથી કરવા ઇચ્છતા.

ગાંગુલીએ સાથે જ કહ્યુ હતુ કે તેમને ગર્વની વાત છે કે, બીસીસીઆઇ ની ટીમએ ઇન્ડિયન પ્રિમીયર લીગ નુ સફળ આયોજન કર્યુ હતુ. તેમને આશા છે કે આગળની સિઝન ભારતમાં યોજાશે. તેમણે કહ્યુ હતુ કે, બાયોબબલમાં લગભગ 400 લોકો હતા, બધાના સ્વસ્થ અને સુરક્ષીત રાખવા માટે અઢી માસમાં 30-40 હજાર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ભારતની ટુર્નામેન્ટ છે. લોકો આઇપીએલની સફળતા અંગે વાત કરે છે, મે એ તમામ ને પણ કહ્યુ છે કે એ જોવા માટે આપે ભારતમાં હોવુ જોઇએ, ભારત માટે આઇપીએલ શુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">