T20 વર્લ્ડ કપમાં નિષ્ફળતા એ કેપ્ટન કોહલીની કારકિર્દી માટે માત્ર એક આંચકો છે, નિર્ણાયક ક્ષણ નહીં: ક્લાઇવ લોયડ એક્સક્લુઝિવ

T20 વર્લ્ડ કપમાં નિષ્ફળતા એ કેપ્ટન કોહલીની કારકિર્દી માટે માત્ર એક આંચકો છે, નિર્ણાયક ક્ષણ નહીં: ક્લાઇવ લોયડ એક્સક્લુઝિવ
Former West Indies captain Clive Lloyd talks about T20 World Cup and Kohli's captaincy

વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટન ક્લાઈવ લોઈડે T20 વર્લ્ડ કપ અને કોહલીની કેપ્ટનશીપ વિશે મોટું નિવેદન આપ્યું. તેમણે ભારતના વર્લ્ડ કપમાંથી બહાર થવા પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Nov 09, 2021 | 10:38 PM

વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટન ક્લાઈવ લોઈડનું કહેવું છે કે ભારત માટે આઈસીસી ટૂર્નામેન્ટ ન જીતવાથી કેપ્ટન તરીકે વિરાટ કોહલીનું કદ ઘટતું નથી. વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ બેટ્સમેને TV9 સાથેની વાતચીતમાં એમ પણ કહ્યું કે 2012 અને 2016માં બે વખતની ચેમ્પિયન કેરેબિયન ટીમને 2022માં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં અપેક્ષાઓ અનુસાર પ્રદર્શન કરવા માટે સારી તૈયારી અને સંકલ્પની જરૂર પડશે.

સંયુક્ત આરબ અમીરાતમાં ભારતના ફ્લોપ શો સાથે T20 ઈન્ટરનેશનલમાં વિરાટ કોહલીની કેપ્ટનશિપનો પણ અંત આવ્યો. તેણે સતત ચાર ICC ટૂર્નામેન્ટમાં હારમાં ભારતનું નેતૃત્વ કર્યા પછી કેપ્ટનશિપ છોડી દીધી, જે તેના પ્રભાવશાળી ટ્રેક રેકોર્ડ પર કાળો ડાઘ સાબિત થયો.

1975 અને 1979માં વર્લ્ડ કપ ઈન્ટરનેશનલમાં પોતાની ટીમને સતત બે જીત અપાવનાર કેપ્ટન ક્લાઈવ લોયડે કેપ્ટન કોહલીના પ્રદર્શન પર કહ્યું કે વિરાટની કેપ્ટન્સીમાં ભારત એક મજબૂત ટીમ તરીકે ઉભરી આવ્યું છે. T20માં ગ્રુપ સ્ટેજથી ઉપર ન જવા છતાં ભારત વિશ્વની સૌથી મજબૂત ક્રિકેટ ટીમોમાંની એક છે.

કપ્તાન તરીકે વેસ્ટ ઈન્ડિઝની ટીમને સતત 27 ટેસ્ટ મેચમાં જીત અપાવવામાં આગેવાની કરનાર ક્લાઈવ લોયડ કહે છે, “મોટી વાત એ છે કે વિરાટ કોહલીએ આટલા વર્ષોમાં ભારત માટે સારું પ્રદર્શન કર્યું છે. તે ભલે વર્લ્ડ કપ જીતી ન શક્યો પરંતુ આ તેને ખરાબ કપ્તાન સાબિત ન કરો. તે ભારતીય ટીમ માટે પૂરા દિલથી રમી રહ્યો છે અને આશા છે કે વિરાટ આવનારા વર્ષોમાં પણ આમ જ કરતો રહેશે. લોકો કોહલીની બેટિંગ વિશે વાત કરી રહ્યા છે અને મને ખાતરી છે કે તે એક સારો બેટ્સમન છે. તે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું ચાલુ રાખશે.”

ભારતનું ગ્રુપ સ્ટેજમાંથી બહાર થવું ટી-20 વર્લ્ડ કપના સૌથી મોટા અપસેટમાંથી એક હતું

ભારતે તેમના અભિયાનની શરૂઆત પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડના હાથે હારના બે મોટા ફટકા સાથે કરી હતી, જેણે નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચવાની તેમની યોજનાને નિષ્ફળ બનાવી હતી. અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામિબિયા સામે મોટા માર્જિનથી જીત મેળવીને પણ ભારત સેમિફાઈનલમાં જગ્યા ન મેળવી શક્યું. 2012 પછી આવું પહેલીવાર બન્યું છે.

લોયડે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં કહ્યું, “એ વાત સાચી છે કે ભારતે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામેની તેની પ્રથમ બે મેચમાં સારૂ પ્રદર્શન કર્યું ન હતું. આમ છતાં, ભારત T20 સર્કિટની શ્રેષ્ઠ ટીમોમાંની એક છે. વન ડે ઈન્ટરનેશનલ, T20 અને ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. ટીમ ઈન્ડિયા મજબૂત છે અને મને ખાતરી છે કે ટીમ આગામી ટુર્નામેન્ટમાં મજબૂત વાપસી કરશે.”

એવી આશંકા છે કે ટી20 ટૂર્નામેન્ટમાં ભારતના બહાર થવાથી ટિકિટના વેચાણ અને ટીવી-દર્શકો પર પણ અસર પડશે. તે જ સમયે, વેસ્ટ ઈન્ડિઝની ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું, જે પાંચમાંથી માત્ર એક જ મેચ જીતી શકી. ક્લાઈવ લોયડે સ્વીકાર્યું કે ભારત અને વિન્ડીઝ બહાર થવાના કારણે મેચમાં માહોલ પહલા જેવો નહીં રહે. જે ટી20 વર્લ્ડ કપ માટે શરમજનક બાબત છે.

બે વખતની વર્લ્ડ કપ વિજેતા ટીમની કેપ્ટનશીપ કરનાર લોયડે કહ્યું, “હું નિરાશ છું કે ભારત સેમી ફાઇનલમાં પહોંચી શક્યું નથી. જો ભારત અહીં સેમિફાઇનલમાં હોત તો સ્ટેડિયમ ભરચક ભરેલું હોત. તમે જાણો છો કે જ્યારે ભારતીય ટીમ નોકઆઉટ મેચ રમી રહી હોત તો સ્ટેડિયમની અંદરનું વાતાવરણ કેવું હોત. આ બધું થોડું નિરાશાજનક છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમનું પ્રદર્શન નિઃશંકપણે ખરાબ હતું. પણ મને આશા છે કે તેઓ પોતાની રમતની સમીક્ષા કરશે અને તે આગામી વર્લ્ડ કપમાં એક સારી ટીમ તરીકે ઉભરી આવશે.”

હવે સેમી ફાઈનલ નજીક છે અને લોયડના મતે, આ ચાર ટીમોમાંથી કોઈપણ એકને પસંદ કરવી સરળ નથી. પરંતુ તેને લાગે છે કે અત્યાર સુધીની સાઈલન્ટ વિજેતા ન્યુઝીલેન્ડની ટીમ આ વખતે ટોપ પર પહોંચી શકે છે.

કિવીઝ ટીમ બુધવારે પ્રથમ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે જ્યારે ભારતને હરાવનાર પાકિસ્તાન ગુરુવારે બીજી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ફાઈનલ રવિવારે દુબઈમાં રમાશે.

લોયડે મજાકમાં કહ્યું, “હું તમને જણાવવાનો નથી કે કોણ જીતશે,” પરંતુ ઓસ્ટ્રેલિયા ખરેખર સારું રમ્યું છે, પાકિસ્તાને સારું પ્રદર્શન કર્યું છે અને ઈંગ્લેન્ડને વ્હાઈટ બોલ ક્રિકેટનું પાવરહાઉસ માનવામાં આવે છે. પરંતુ મને લાગે છે કે ન્યુઝીલેન્ડ છુપી રુસ્તમ સાબિત થશે.”

સર ક્લાઈવ લોયડે કહ્યું, “તે ભૂતકાળમાં ભલે રમતમાં પાછળ રહી હોય, પરંતુ છેલ્લી કેટલીક મેચોમાં ન્યૂઝીલેન્ડે તમામ ટીમોને તેની પ્રતિભા અને કૌશલ્ય બતાવ્યું છે. તેણે અત્યાર સુધીની દરેક મેચમાં ઘણી શાણપણ બતાવી છે. ન્યુઝીલેન્ડે હવે જીતનો સ્વાદ ચાખ્યો છે અને સેમી ફાઈનલમાં તે એક મોટી ટીમ સાબિત થઈ શકે છે. કદાચ સેમી ફાઈનલ પછી ફાઈનલમાં પણ આવું જ થાય.”

– શુભાયન ચક્રવર્તી

આ પણ વાંચો: T20 World Cup: આ બોલરોએ બેટ્સમેનોની ધમાલ વચ્ચે કમાયુ નામ, વિકેટોની લગાવી દીધી લાઇન, જાણો કોણ છે આગળ

આ પણ વાંચો: Team India: રવિ શાસ્ત્રીને આશા જે કામ તેઓ ના કરી શક્યા એ રાહુલ દ્રવિડ પુરુ કરશે, 9 વર્ષથી ICC ટ્રોફી નથી મળી રહી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati