ભારતીય ક્રિકેટ ટીમના પુર્વ પસંદગીકાર પ્રસાદે કર્યો ખુલાસો, જાણો કેમ અંબાતી રાયડુને વલ્ડકપમાંથી પડતો મુકાયો હોતો

ભારતીય ક્રિકેટ ટીમના પુર્વ પસંદગીકાર પ્રસાદે કર્યો ખુલાસો, જાણો કેમ અંબાતી રાયડુને વલ્ડકપમાંથી પડતો મુકાયો હોતો

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકારના પદ પર રહી ચુકેલા એમ.એસ.કે. પ્રસાદે તેમના કાર્યકાળ દરમિયાન કેટલાક નિર્ણયો લીધા હતા. જેના પછી તેમના પર ઘણા સવાલો પણ ઉભા થયા હતા. તેઓએ એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમના દ્રારા લેવાયેલા ત્રણ નિર્ણયોનો ઉલ્લેખ કર્યો હતો જેને લેવામાં તેમને મુશ્કેલી નડી હતી અને તે નિર્ણયોને લઇને ઘણા પ્રશ્નો પણ ઉભા થયા […]

Avnish Goswami

| Edited By: TV9 Webdesk11

Sep 10, 2020 | 5:41 AM

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકારના પદ પર રહી ચુકેલા એમ.એસ.કે. પ્રસાદે તેમના કાર્યકાળ દરમિયાન કેટલાક નિર્ણયો લીધા હતા. જેના પછી તેમના પર ઘણા સવાલો પણ ઉભા થયા હતા. તેઓએ એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમના દ્રારા લેવાયેલા ત્રણ નિર્ણયોનો ઉલ્લેખ કર્યો હતો જેને લેવામાં તેમને મુશ્કેલી નડી હતી અને તે નિર્ણયોને લઇને ઘણા પ્રશ્નો પણ ઉભા થયા હતા. એવું કહેવામાં આવે છે કે પ્રસાદે અંબાતી રાયડુને 2019 ની વર્લ્ડ કપ ટીમમાં સ્થાન ન આપવાનો નિર્ણય કર્યો છે. તેણે ટ્રિપલ સદી ફટકાર્યા બાદ પણ કરૂણ નાયરને પણ પૂરતી તક આપી ન હતી અને એમએસ ધોનીને ફેરવેલ મેચ રમવાનો મોકો પણ આપ્યો ન હતો. આ ત્રણેય બાબતો તેમના કાર્યકાળના નિર્ણયોમાં ક્રિકેટના ચાહકો માટે મુંઝવતા સવાલ ના પહેલુઓ સમાન બની રહી હતી.

MSK PRASAD

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જોકે હવે એમએસકે પ્રસાદે આ બધી બાબતો પર પોતાનો મત સ્પષ્ટ કર્યો છે. તેમણે સ્પષ્ટતા સમજવતા કહ્યું છે કે, કેમ તે કરુણ નાયરને ટીમમાં સતત તક આપી શક્યા નહોતા. તેમણે કહ્યું કે નાયરે ત્રેવડી સદી ફટકારી હતી અને તે પછી તે ત્રણ-ચાર ટેસ્ટ મેચોમાં સારુ રમ્યો ન હતો. તે પછીના એક વર્ષ સુધી ભારત તરફથી રમતી વખતે તે કંઇ ખાસ કરી શક્યો પણ નહોતો. આ પછી અમે તેને વર્ષ 2018 માં ઇંગ્લેન્ડ પ્રવાસ પર મોકલ્યો, પરંતુ તેને રમવાનો મોકો મળ્યો ન હતો. તે જ સમયે, 2018-19 ની રણજી સિઝન પણ તેના માટે ખરાબ રહી હતી અને તે અહીં પાછળ પડી ગયો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

AMBATI RAYDU

આ સમયગાળા દરમ્યાન, વર્ષ 2019 ના વનડે વર્લ્ડ કપમાં, તેમણે અંબાતી રાયડુને ટીમમાં શા માટે શામેલ કરવામાં આવ્યો ન હતો તે વિશે પણ જણાવ્યું હતું. પ્રસાદે કહ્યું કે રાયડુ વિશે કોઈના મનમાં કંઈ જ નથી. અમે તેમને નંબર ચારના પદ માટે તૈયારી કરી લીધી હતી પરંતુ વિજય શંકરને તેમની જગ્યાએ મોકલવામાં આવ્યા હતા. જોકે મને તેનાથી દુ: ખ થયું હતું, આ તમામ નિર્ણય ટીમના હિતમાં લેવામાં આવ્યો હતો.

RAVINDRA JADEJA

પ્રસાદના  સમય દરમ્યાન આર.અશ્વીન અને રવિન્દ્ર જાડેજાને પણ ટીમમાંથી બહાર મૂકવામાં આવ્યા હતા. જોકે આ પછી જાડેજાએ વાપસી કરી હતી, પરંતુ અશ્વીન આજદિન સુધી પરત ફરી શક્યો નહીં. પ્રસાદે કહ્યું કે ચેમ્પિયન્સ ટ્રોફી પછી અમે અશ્વીન અને જાડેજાને બ્રેક આપવાનું નક્કી કર્યું હતુ. અમે વિચાર્યું હતું કે કુલદીપ યાદવ અને યઝુવેન્દ્ર ચહલને તક આપવી જોઈએ અને શાનદાર પ્રદર્શન કર્યા પછી બંનેને ટીમમાં સ્થાન મળ્યું છે.


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati