Breaking News : સિડની આતંકી હુમલામાં માંડ માંડ બચ્યો ઇંગ્લેન્ડનો ભૂતપૂર્વ ક્રિકેટર, જાણો શું કહ્યું

14 ડિસેમ્બર 2025ના રોજ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર આતંકી હુમલો થયો હતો. જેમાં અંદાજે 15 લોકોના મૃત્યું થયા છે અને 40થી વધારે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પૂર્વ ઈંગ્લેન્ડ ક્રિકેટર માઈકલ વોર્ને જણાવ્યું કે, તે બોન્ડી બીચ પર હતો.

Breaking News : સિડની આતંકી હુમલામાં માંડ માંડ બચ્યો ઇંગ્લેન્ડનો ભૂતપૂર્વ ક્રિકેટર, જાણો શું કહ્યું
| Updated on: Dec 15, 2025 | 2:35 PM

આતંકી દેશ પાકિસ્તાને સિડનીમાં આતંકી હુમલો કર્યો છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને હવે સિડનીના બીચ પર થયેલા આતંકી હુમલાની ડરામણી સ્ટોરી કહી હતી. 14 ડિસેમ્બરના બોન્ડી બીચ પર આતંકીઓએ હુમલો કર્યો હતો અને માઈકલ વોન પણ આ વિસ્તારમાં હતો. ફાયરિંગ થયા બાદ તેમણે એક રેસ્ટોરન્ટમાં જઈ છુપાવવું પડ્યું હતુ. બહાર અફરાતફરીનો માહૌલ સર્જાયો હતો, જેમાં 15 લોકોના આ આતંકી હુમલામાં મૃત્યું થયું હતુ. કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

બોન્ડી બીચ પર થયો આતંકી હુમલો

બોન્ડી બીચ પર 14 ડિસેમ્બરના રોજ હનુક્કા સેલિબ્રેશન ચાલી રહ્યું હતુ. આ વચ્ચે પિતા-પુત્રની જોડી આવી અને તેમણે બીચ પર રહેલા લોકો પર ફાયરિંગ કરવાનું શરુ કર્યું હતુ. જેમાં અંદાજે 15 લોકોના મૃત્યુ જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા.મીડિયા રિપોર્ટ મુજબ 50 વર્ષના સાજિદ અકરમ અને તેના 24 વર્ષના દીકરા નવીદ અકરમે આ આતંકી હુમલાનો અંજામ આપ્યો છે. સાજિદનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે નવીદને પકડી લેવામાં આવ્યો.

 

 

ગોળીબારના સ્થળે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન માઇકલ વોન પણ હાજર હતા. તેમણે રેસ્ટોરન્ટમાં છુપાઈને પોતાનો જીવ બચાવ્યો હતો. ગોળીબારમાંથી બચી ગયા પછી, વોને વર્ણવ્યું કે આ દ્રશ્ય કેટલું ભયાનક હતું. તેમણે આતંકવાદીની બંદૂક છીનવી લેનાર વ્યક્તિને પણ સલામ કરી છે.

વોન એશિઝ કવર કરવા માટે ઓસ્ટ્રેલિયામાં હતો

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હજુ એશિઝ સીરિઝ 2025-26 ચાલી રહી છે. જેને કવર કરવા માટે પૂર્વ કેપ્ટન માઈકલ વોન ઓસ્ટ્રેલિયામાં હતો. એશિઝ સીરિઝની 2 મેચ રમાઈ ચૂકી છે અને બંન્નેમાં ઓસ્ટ્રિલિયાની ટીમને જીત મળી છે. હવે 17 ડિસેમ્બરના રોજ એડિલેડમાં ત્રીજા એશિઝ ટેસ્ટ રમાશે.

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું

બોન્ડી બીચ ગોળીબાર અંગે, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝે કહ્યું કે તેમની સંવેદનાઓ તમામ લોકો સાથે છે. બોન્ડી બીચ પરનું દ્રશ્ય આઘાતજનક અને દુ:ખદ હતુ.

Breaking News : સિડનીમાં આતંકી હુમલો કરનાર માસ્ટમાઈન્ડ પાકિસ્તાની પિતા-પુત્ર કોણ છે? આ રીતે કાવતરું ઘડ્યું અહી ક્લિક કરો

 

Published On - 2:13 pm, Mon, 15 December 25