આ પૂર્વ ક્રિકેટરે પ્રધાન સાહેબના અંગત સચિવ તરીકે ઓળખ આપીને લોકો સાથે 39 લાખની છેતરપિંડી આચરી, થઈ ધરપકડ

આંધ્રપ્રદશ (Andhra Pradesh)ના પૂર્વ રણજી ટ્રોફી (Ranji Trophy) ક્રિકેટરને તેલંગાણાં (Telangana)ના સુચના અને ટેકનોલીજી (IT) પ્રધાન કેટી રામારાવ (KT Rama Rao)ના બનાવટી અંગત સચિવ બનીને છેતરપિંડી આચરવાના કિસ્સામાં ધરપકડ કરવામાં આવી છે.

આ પૂર્વ ક્રિકેટરે પ્રધાન સાહેબના અંગત સચિવ તરીકે ઓળખ આપીને લોકો સાથે 39 લાખની છેતરપિંડી આચરી, થઈ ધરપકડ

આંધ્રપ્રદશ (Andhra Pradesh)ના પૂર્વ રણજી ટ્રોફી (Ranji Trophy) ક્રિકેટરને તેલંગાણાં (Telangana)ના સુચના અને ટેકનોલીજી (IT) પ્રધાન કેટી રામારાવ (KT Rama Rao)ના બનાવટી અંગત સચિવ બનીને છેતરપિંડી આચરવાના કિસ્સામાં ધરપકડ કરવામાં આવી છે. આ પૂર્વ ક્રિકેટરને શનિવારે પોલીસે ધરપકડ કરી છે. તેની પર આરોપ છે કે, તેને પોતાને પ્રધાનના અંગત સચિવ બતાવીને કોર્પોરેટ ફર્મો સહિતની સંસ્થાઓ સાથે છેતરપિંડી આચરી હતી. રામારાવ તેલંગાણાના મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવ (CM Chandrasekhar Rao)ના પુત્ર છે. સાથે જ પોતાની પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પણ છે.

 

શનિવારે પોલીસે બતાવ્યુ હતુ કે, આંધ્ર પ્રદેશ માટે 2014થી 2016 સુધી રણજી ટ્રોફી રમનારા બી નાગરાજૂ (B Nagaraju)એ કથિત રીતે કંપનીઓ, કોર્પોરેટ હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ અને રિયલ એસ્ટેટના વ્યવસાયિકો પાસેથી પૈસા વસુલ્યા હતા. આ માટે પોતાને રામારાવના અંગત સચિવ હોવાની ઓળખ આપી હતી. નાગરાજૂ MBA સુધી અભ્યાસ કરેલો છે અને તે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ (Srikakulam)માં રહેનારો છે. આ પહેલા પણ તે વર્ષ 2018થી 2020 દરમ્યાન 10 મામલાઓમાં ઝડપાઈ ચુક્યો છે.

 

પોલીસ મુજબ તેણે વ્યવસાયિકોને દાવો કર્યો હતો કે, રામારાવ મુખ્યપ્રધાનના રુપે શપથ લેશે. તેણે અહી એલબી સ્ટેડિયમમાં હોર્ડિંગ્સ લગાવવા અને શપથ ગ્રહણ સંબંધે મીડિયામાં વિજ્ઞાપન જારી કરવા માટે પૈસાની માંગણીઓ કરી હતી. આ દરમ્યાન તેણે કુલ 39 લાખ 22 હજાર કરતા વધુ રકમ એકઠી કરી લીધી હતી. પોલીસે આરોપી પાસેથી એક મોંઘો મોબાઈલ ફોન અને 10 લાખ રુપિયા રોકડ કબ્જે કરી છે. આરોપી નાગરાજૂએ બંજારા હિલ્સ, ઓસ્માનિયા યુનિવર્સીટી, સનત નગર, માધાપુર, ગચીબાવલી, કુકટપલ્લી અને બાચુપલ્લી વિસ્તારમાં લોકો સાથે છેતરપિંડી આચરી હતી.

 

પોલીસનુ માનવુ છે કે, નાગરાજૂ ક્રિકેટ રમતા લકઝરી લાઈફ સ્ટાઈલની આદતમાં બંધાઈ ચુક્યો હતો. ક્રિકેટ કેરિયર દરમ્યાન તો તેને સ્પોન્સર્સ દ્વારા લકઝરી સુવિધાઓ પ્રાપ્ત થતી હતી. પરંતુ ક્રિકેટથી દુર જતા જ લકઝરી સુખ પણ દુર ધકેલાઈ ગયુ હતુ. આવામાં તેણે શાહી જીવન જીવવા માટે કોર્પોરેટ કંપનીઓને પોતાના શિકાર બનાવી હતી. તેની પર આ પહેલાથી જ તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં 10 કેસ ચાલી રહ્યા છે. જેમાં તેને જામીન મળવા પર તે હાલ જેલની બહાર છે. પરંતુ જેલથી બહાર આવવાના બાદ પણ તેનામાં કોઈ સુધારો નથી આવ્યો. આ વખતે તેણે અલગ પ્રકારે છેતરપિંડી આચરી હતી. આવામાં હવે ફરિયાદ મળતા જ તેને જાળ બિછાવીને તેમાં ઝડપાઈ જતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

 

આ પણ વાંચો: IND vs ENG: બેટીંગની સાથે કિપીંગમાં પણ સફળ રહ્યો ઋષભ પંત, 270 રન સાથે 13 શિકાર ઝડપ્યા

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati