આજે જોવા મળશે રોનાલ્ડો, નેમાર, 10 કલાકમાં રમાશે 4 મેચ, જાણો ક્યાં જોઈ શકશો

ફૂટબોલ ચાહકો માટે સારા સમાચાર એ છે કે, FIFA વર્લ્ડ કપ 2022 (FIFA World Cup 2022)માં તેમના ફેવરિટ રોનાલ્ડો અને નેમારને જોવાની તેમની રાહ આજે પૂરી થશે. કારણ કે, આજથી પોર્ટુગલ અને બ્રાઝિલની ટીમો પણ ફૂટબોલના મહાકુંભમાં ભાગ લઈ રહી છે.

આજે જોવા મળશે રોનાલ્ડો, નેમાર, 10 કલાકમાં રમાશે 4 મેચ, જાણો ક્યાં જોઈ શકશો
આજે જોવા મળશે રોનાલ્ડો, નેમાર, 10 કલાકમાં રમાશે 4 મેચ, જાણો ક્યાં જોઈ શકશો
Image Credit source: Twitter
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Nov 24, 2022 | 9:27 AM

FIFA World Cup 2022માં આજે 8 ટીમ પોતાની તાકાત દેખાડશે. ભારતીય સમય અનુસાર 10 કલાકની અંદર 4 કલાક મેચ રમાશે. જેમાં આ ટીમ પોતાનો દાવ દેખાડશે. ફુટબોલના ચાહકો માટે સારા સમાચાર એ છે કે, ફીફા વર્લ્ડકપ 2022માં પોતાના ફેવરિટ રોનાલ્ડો અને નેમારને જોવાની રાહ પૂર્ણ થઈ જશે. એવું એટલા માટે કે, આજથી ફુટબોલના મહાકુંભમાં પુર્તગોલ અને બ્રાઝીલની ટીમ પણ મેદાનમાં જોવા મળશે.

પુર્તગાલ અને બ્રાઝીલના મેદાન પર ઉતરવાનો મતલબ એ છે કે, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને નેમારનું રમવું, આ બંન્ને દેશો સિવાય સ્વિઝરલેન્ડ, કેમરુન, સાઉથ કોરિયા, ઉરુગવે, ઘાના અને સર્બિયા તે 6 દેશ છે જે આજે મેદાનમાં રમાશે. જેમા પુર્તગાલ પોતાના અભિયાનનો આગાજ ધાના વિરુદ્ધ કરશે. જ્યારે બ્રાઝિલે સર્બિયન પડકારને પાર કરવો પડશે.

જાણો ક્યારે અને ક્યાં મેચ જોઈ શકશો ?

FIFA World Cup 2022માં ગુરુવારના રોજ કોની ટક્કર થશે ?

ફિફા વર્લ્ડકપમાં ગુરુવારે 4 મેચ રમાશે. દિવસનો પ્રથમ મુકાબલો સ્વિઝરલેન્ડ અને કેમરુન થશે. બીજી મેચ ઉરુગ્વે અને દક્ષિણ કોરિયા વચ્ચે, ત્રીજી મેચ પોર્ટુગલ અને ઘાના વચ્ચે જ્યારે છેલ્લી મેચ મોડી રાત્રે બ્રાઝિલ અને સર્બિયા વચ્ચે રમાશે.

FIFA World Cup 2022માં 4 મેચ ક્યારે રમાશે ?

સ્વિટ્ઝર્લેન્ડ અને કેમરૂન વચ્ચે ફિફા વર્લ્ડ કપની મેચ 24 નવેમ્બરે રમાશે. તે જ દિવસે ઉરુગ્વે વિ દક્ષિણ કોરિયા અને પોર્ટુગલ વિ ઘાના વચ્ચેની મેચો પણ રમાશે. આ સિવાય ચોથી મેચ બ્રાઝિલ અને સર્બિયા વચ્ચે ભારતીય સમય અનુસાર 25 નવેમ્બરે રમાશે.

FIFA World Cup 2022 4 મેચ ક્યારે શરુ થશે ?

ભારતીય સમય અનુસાર સ્વિટ્ઝર્લેન્ડ અને કેમરૂન વચ્ચેની મેચ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. આ સિવાય ઉરુગ્વે વિરુદ્ધ દક્ષિણ કોરિયાની મેચ સાંજે 6:30 વાગ્યાથી, પોર્ટુગલ વિરુદ્ધ ઘાનાની મેચ 9:30 વાગ્યાથી રમાશે. જ્યારે બ્રાઝિલ અને સર્બિયા વચ્ચે મોડી રાત્રે 12.30 કલાકે મુકાબલો થશે.

FIFA World Cup 2022ની 4 મેચનું લાઈવ ટેલીકાસ્ટ ક્યાં થશે ?

FIFA World Cup 2022માં ગુરુવારના રોજ 4 મેચનું લાઈવ ટેલીકાસ્ટ Sports18 અને Sports18 HD પર થશે.

FIFA World Cup 2022ની લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે ?

ફિફા વર્લ્ડ કપની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જીયો સિનેમા એપ પર કરવામાં આવશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati