ઓસ્ટ્રેલીયાની જાણીતી જર્નાલીસ્ટ ક્લોએ અમાંડા અને ‘ભાભી’? જી હાં, ભારતીય ક્રિ્કેટ ફેન્સે કરી ટ્રેન્ડ

ઓસ્ટ્રેલીયાની જાણીતી જર્નાલીસ્ટ ક્લોએ અમાંડા અને 'ભાભી'? જી હાં, ભારતીય ક્રિ્કેટ ફેન્સે કરી ટ્રેન્ડ
Tweeter Photo-Chloe-Amanda Bailey

ટીમ ઇન્ડીયા (Team India) ની ફેન ફોલોઇંગ ફક્ત ભારત સુધી જ જાણે કે મર્યાદીત નથી, દેશ વિદેશોમાં પણ ભારતીય ક્રિકેટ ટીમના ફેંન્સ ફેલાયેલા છે. ઓસ્ટ્રેલીયાઇ જર્નાલીસ્ટ ક્લોએ અમાંડા બેલી (Chloe Amanda Belly) નુ નામ જાણીતુ છે. તે હાલમાં ભારતીય ટીમના ઓસ્ટ્રેલીયા પ્રવાસ (Australia Tour) બાદ ઇન્ડીયન ક્રિકેટ ફેંન્સની ખૂબ જ ફેવરીટ બની ચુકી છે.

Avnish Goswami

| Edited By: Pinak Shukla

Feb 12, 2021 | 8:19 AM

ટીમ ઇન્ડીયા (Team India) ની ફેન ફોલોઇંગ ફક્ત ભારત સુધી જ જાણે કે મર્યાદીત નથી, દેશ વિદેશોમાં પણ ભારતીય ક્રિકેટ ટીમના ફેંન્સ ફેલાયેલા છે. ઓસ્ટ્રેલીયાઇ જર્નાલીસ્ટ ક્લોએ અમાંડા બેલી (Chloe Amanda Belly) નું નામ જાણીતુ છે. તે હાલમાં ભારતીય ટીમના ઓસ્ટ્રેલીયા પ્રવાસ (Australia Tour) બાદ ઇન્ડીયન ક્રિકેટ ફેંન્સની ખૂબ જ ફેવરીટ બની ચુકી છે. ક્લોએ ભારતીય ક્રિકેટ ટીમની એટલી મોટી ફેન છે કે, જ્યારે ઓસ્ટ્રેલીયા સામે ટીમ ઇન્ડીયા મુશ્કેલ સ્થિતિમાં હતી તો પોતે હેરાન હતી. જ્યારે ટીમ ઇન્ડીયા જીતી તો તેણે જશ્ન પણ મનાવ્યો હતો.

ક્લોએ હિન્દીને સારી રીતે સમજે છે, સાથે જ હિન્દીમાં ટ્વીટ પણ કરે છે. ભારત અને ઇંગ્લેંડ વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ સિરીઝ દમ્યાન ક્લોએ ટીમ ઇન્ડીયાને સમર્થન કરતી પણ નજરે આવી રહી છે. આમ તો જોકે તેના મોટાભાગના ટ્વીટ વાયરલ થઇ જતા હોય છે. પરંતુ હાલમાં તેનુ એક ટ્વીટ સોશિયલ મિડીયા પર ખૂબ ચર્ચામાં રહ્યુ છે. ક્લોએ ટ્વીટર પર લખ્યુ હતુ કે, અચાનક થી ટ્વીટર પર લોકો મને કેમ ભાભી કહેવાનુ શરુ કરી દીધુ છે ?

https://twitter.com/ChloeAmandaB/status/1359808502311522306?s=20

પરિસ્થીતિ એ થઇ ગઇ હતી કે, ટ્વીટર પર કેટલોક સમય #Bhabhi ટ્રેન્ડ થવા લાગ્યુ હતુ. ક્લોએ ટ્વીટ કર્યુ હતુ કે, મને અચાનક જ લોકોએ પોતાની ભાભી તરીકે બોલાવવાનુ કેમ શરુ કરી દીધુ. ક્લોએ ના આ ટ્વીટ પર ક્રિકેટ ફેન્સ એ મજેદાર જવાબ આપવા શરુ કરી દીધા હતા. એક ફેન એ તો લખી દીધુ હતુ કે, હવે સૌથી મોટો સવાલ એ છે કે ભૈયા કોણ છે. તેની પર ક્લોએ જવાબ આપ્યો હતો કે, યા, મોટો સવાલ જ એ છે કે મારો પતિ છે કોણ.

હજુ સુધી એ વાત સસ્પેન્સ ભરી જ રહી છે કે, આખરે ક્લોએ ને ઇન્ડીયન્સ ફેન્સ ભાભી કહેવાનુ શરુ કેમ કર્યુ હતુ. એક ફેન એ તો લખ્યુ હતુ કે, ભારતમાં દરેક પરિણીત યુવતીને ભાભી કહે છે. જેની પર ક્લોએ લખ્યુ હતુ કે, તે પરિણીત નથી.

ક્લોએ હાલમાં જ ઇંગ્લેંડના પૂર્વ કેપ્ટન કેવિન પિટરસનને ટ્વીટર પર સણસણતો જવાબ આપ્યો હતો. જેણે ચેન્નાઇમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ માં ઇંગ્લેંડ સામે ભારતની 227 રનની હાલને લઇને ટીમને ટ્રોલ કરી હતી. પિટરસન એ હિન્દીમાં ટ્વીટ કર્યુ હતુ, જેનો જવાબ પણ ક્લોએ હિન્દીમાં આપ્યો હતો.

https://twitter.com/ChloeAmandaB/status/1359074483022172160?s=20

જુઓ મજેદાર ટ્વીટ અને કોમેન્ટ.

https://twitter.com/Sandeep03376188/status/1359826890844901380?s=20

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati