2020માં કમાણી કરવાના મામલે બુમરાહ કોહલી કરતા પણ આગળ, રોહિત શર્મા પાછળ રહી ગયો

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ને માટે વર્ષ 2020 સારુ નથી નિવડ્યુ. કોહલીની કેપ્ટનશીપમાં રમાયેલી ત્રણેય ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આઇપીએલ (IPL) માં પણ એક વખત ફરી થી તેની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ખિતાબ જીતી નથી શકી. સાથે જ પોતાના કેરીયરના 12 વર્ષમાં પહેલી વાર કોહલી […]

2020માં કમાણી કરવાના મામલે બુમરાહ કોહલી કરતા પણ આગળ, રોહિત શર્મા પાછળ રહી ગયો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 27, 2020 | 8:19 AM

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ને માટે વર્ષ 2020 સારુ નથી નિવડ્યુ. કોહલીની કેપ્ટનશીપમાં રમાયેલી ત્રણેય ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આઇપીએલ (IPL) માં પણ એક વખત ફરી થી તેની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ખિતાબ જીતી નથી શકી. સાથે જ પોતાના કેરીયરના 12 વર્ષમાં પહેલી વાર કોહલી એક પણ શતક લગાવી શક્યો નથી. હવે તે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના તરફ થી મેચ ફી રુપે અપાતી કમાણીમાં પણ હવે તે પાછળ રહી ગયો છે. ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah) 2020માં બીસીસીઆઇનો સૌથી વધુ કમાણી કરવા વાળો ખેલાડી બની ચુક્યો છે.

બીસીસીઆઇ ની તરફ થી દરેક મેચ માટે ખેલાડીઓને મળવા વાળી મેચ ફીના આધાર પર બુમરાહે આ વર્ષે 1.38 કરોડ રુપિયા કમાણી કરી છે. કોહલીએ તેના કરતા 9 લાખ રુપિયા ઓછી કમાણી કરી છે. એટલે કે 1.29 કરોડ રુપિયા કમાઇ શક્યો છે. આ કમાણીમાં કેન્દ્રીય કોન્ટ્રાક્ટ દ્રારા મળનારી વાર્ષિક રકમ સામેલ નથી. બીસીસીઆઇના વાર્ષિક કોન્ટ્રાક્ટની યાદીમાં વિરાટ કોહલી બંને ટોચના ગ્રેડ A+ માં સામેલ છે. તેમના ઉપરાંત વન ડે અને T20 ટીમના ઉપકપ્તાન રોહિત શર્મા પણ આ ગ્રેડમાં સામેલ છે. જોકે રોહિત શર્મા આ ટોપ-5 માં પણ સામેલ નથી થઇ શક્યો.

સામાન્ય રીતેદરેક વર્ષે ટીમ ઇન્ડીયાના માટે ત્રણેય ફોર્મેટ મળાવીને સૌથી વધુ મેચ રમવા વાળો, કોહલી વધુ કમાણી કરવા વાળો ખેલાડી રહેતો હોય છે. જોકે ઓસ્ટ્રેલીયા સામે બીજી ટેસ્ટ નહી રમવાને લઇને તે બુમરાહ થી પાછળ રહી ગયો છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

કોહલી આ વર્ષે 3 ટેસ્ટ, 9 વન ડે અને 10 T20 મેચ રમ્યો છે. તો વળી બુમરાહ 4 ટેસ્ટ, 9 વન ડે અને 8 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે.

બીસીસીઆઇ તરફ થી એક ટેસ્ટ મેચ માટે ખેલાડીઓને 15 લાખ રુપિયા મેચ ફીના રુપે આપે છે. તો એક વન ડે માટે 6 લાખ રુપિયા અને એક આંતરરાષ્ટ્રીય T20 માટે 3 લાખ રુપિયા મેચ ફીના ચુકવવામાં આવે છે.

મેચ ફીની કમાણી કરવાના મામલામાં રવિન્દ્ર જાડેજા ત્રીજા નંબર પર છે. જે આ વર્ષે 2 ટેસ્ટ અને 9 વન ડે તથા 4 T20 મેચ રમ્યો છે. તેની કુલ કમાણી 96 લાખ રુપિયા રહી છે. તો વળી રોહિત શર્માએ આ વર્ષે ફક્ત 3 વન ડે અને 4 T20 મેચ રમી છે. જેને લઇને તે ફીની કમાણી કરવાના મામલે ખૂબ પાછળ રહી ગયો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">