લીગ રમતોને લઇ ઇયોન મોર્ગને ભારતીય ક્રિકેટરોની સ્વતંત્રતાને મુદ્દે કહ્યા આકરા વેણ, BCCI અને ICCને પણ ઘેર્યુ

ઇંગ્લેંડ (England) ની વન ડે અને T20 ટીમના કેપ્ટન ઇયોન મોર્ગન (Eoin Morgan) એ ભારતીય ક્રિકેટરોને લઇને દાવો કર્યો હતો. તેણે દાવો કર્યો હતો કે તેમના દેશની મહત્વકાંક્ષી ઘ હન્ડ્રેડ (The Hundred) સહિતની વિશ્વની અન્ય લીગમાં ભારતીય ક્રિકેટર ભાગ લેવા ઇચ્છે છે.

લીગ રમતોને લઇ ઇયોન મોર્ગને ભારતીય ક્રિકેટરોની સ્વતંત્રતાને મુદ્દે કહ્યા આકરા વેણ, BCCI અને ICCને પણ ઘેર્યુ
Eoin Morgan
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 03, 2021 | 8:09 AM

ઇંગ્લેંડ (England) ની વન ડે અને T20 ટીમના કેપ્ટન ઇયોન મોર્ગન (Eoin Morgan) એ ભારતીય ક્રિકેટરોને લઇને દાવો કર્યો હતો. તેણે દાવો કર્યો હતો કે તેમના દેશની મહત્વકાંક્ષી ઘ હન્ડ્રેડ (The Hundred) સહિતની વિશ્વની અન્ય લીગમાં ભારતીય ક્રિકેટર ભાગ લેવા ઇચ્છે છે. તેણે કહ્યુ હતુ કે, હાલમાં ભારતીય ખેલાડીઓને બીજા દેશોની લીગમાં રમવા માટે અનુમતી નથી. BCCI નુ કહેવુ છે કે, ભારતીય ખેલાડી જો અન્ય લીગમાં રમશે તો IPL પર અસર પડશે. આ કારણથી બીજા દેશોની લીગની રમતમાં ભારતીય પ્લેયર સંન્યાસ બાદ જ જોવા મળતા હોય છે.

IPL માં કલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) ની કેપ્ટનશીપ કરનારા ઇયોન મોર્ગનએ રમતમા આયોજકોને આવનારા 10 વર્ષની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવા સલાહ આપી છે. જેના થી એ નક્કી થઇ શકે કે, ટોચના ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સ્થાને આકર્ષક લીગમાં કેરિયર બનાવવા માટે મજબૂર ના થવુ પડે.

ઇયોન મોર્ગને સ્કાય સ્પોર્ટ્સ સાથે કોઇનુ પણ નામ લીધા વિના કહ્યુ હતુ કે, આપણે અહી ધ હંન્ડ્રેડ વિશે વાત કરી રહ્યા છીએ. જોકે મને ખબર છે કે, એવા અનેક ભારતીય ક્રિકેટર છે જે ધ હંડ્રેડ અને વિશ્વભરની અન્ય ટુર્નામેન્ટમાં રમવાનુ પસંદ કરશે. તેમને યાત્રા કરવી અને નવી પરિસ્થિતીઓ તેમજ સંસ્કૃતીઓનો અનુભવ લેવાનુ પસંદ છે. તેમના આવવા થી આવી ટુર્નામેન્ટોનુ મહત્વ વધી શકશે. ધ હંડ્રેડ ટુર્નામેન્ટ ગત વર્ષે શરુ થનારી હતી. પરંતુ કોરોના મહામારીને લઇને તેને એક વર્ષ માટે મોકુફ કરી દેવામાં આવી હતી.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

મોર્ગને ICC ને પણ ઘેરી લીધુ ઇંગ્લેંડને વિશ્વકપ જીતાડનારા ઇયોન મોર્ગન એ કહ્યુ હતુ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરીષદ (ICC) એ દેશો માટે પર્યાપ્ત પગલા નથી ભરી રહ્યુ, જેમના ખેલાડીઓ ખાનગી લીગને પસંદ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે, મારી સૌથી મોટી ચિંતા એ છે કે, જે રીતે રમત ઝડપ થી આગળ વધી રહી છે, તેમાં એ ઝડપ થી બદલાવ નથી આવી રહ્યો. આ એક નિશ્વિત રુપ થી ચિંતાનો વિષય છે. હવે તેને સુધારવાની આવશ્યકતા છે, કારણ કે તમે બીજા દેશ સામે રમવા સમયે પોતાની સર્વશ્રેષ્ઠ પ્લેયીંગ ઇલેવન ઉતારવામાં સક્ષમ નથી. કારણ કે તે દુનિયાભરની મોટી લીગ રમી રહ્યા છે.

મોર્ગને ICC ને ચેતવ્યુ હતુ કે, આગળના 10 વર્ષમાં ફેંન્ચાઇઝી ક્રિકેટની સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પાછળ રહી જશે. તેમણે કહ્યુ હતુ કે, જે અત્યારે મુખિયાના રુપે છે તેણે આગળના દશ વર્ષ માટે વિચારવાની જરુરીયાત છે. કારણ તે એમ નહી થાય તો વિશ્વભરમાં આયોજીત થનારી ફેન્ચાઇઝી લીગનો દબદબો વધી જશે. મોર્ગનનુ માનવુ છે કે, રમતની નિતી-નિર્ધારકો એ ક્રિકેટના ત્રણ ફોર્મેટને યોગ્ય રીતે અલગ નથી કર્યા.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">