IND vs ENG: ઇંગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી, ટીમ ઇન્ડીયા 7 વર્ષ બાદ લોર્ડઝમાં જીતના ઇરાદે મેદાને ઉતરશે

ભારતીય ટીમ (Team India) સિરીઝની પ્રથમ ટેસ્ટમાં જીતના આરે પહોંચી ચુકી હતી. પરંતુ વરસાદે ભારતીય ટીમની આશાઓ પર પાણી ફેરવી નાંખ્યુ હતુ, તે કસર હવે લોર્ડઝમાં પુરી કરવાની આશાઓ વર્તાઇ રહી છે.

IND vs ENG: ઇંગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી, ટીમ ઇન્ડીયા 7 વર્ષ બાદ લોર્ડઝમાં જીતના ઇરાદે મેદાને ઉતરશે
Virat Kohli-Joe Root
Follow Us:
| Updated on: Aug 12, 2021 | 3:56 PM

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ મેચ આજે લોર્ડઝ (Lords Test)માં રમાઇ રહે છે. પ્રથમ ટેસ્ટ મેચ વરસાદે ધોઇ નાંખ્યા બાદ આજે બંને ટીમો સિરીઝમાં લીડ મેળવવાના ઇરાદે ટક્કર જમાવશે. લોર્ડઝમાં ભારત છેલ્લે 2014માં મેચ જીત્યુ હતુ. ત્યાર બાદ હવે 7 વર્ષે પુનરાવર્તન કરવાની તક છે. ટીમ કોહલી (Virat Kohli) આ તકને પોતાના પક્ષે કરી લેવા માટે પ્રયાસ કરશે. વરસાદને લઇને ટોસ ઉછાળવામાં મોડુ થયુ હતુ. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ફીલ્ડીંગ પસંદ કરી હતી. આમ ભારતીય ટીમ પહેલા બેટીંગ કરવા માટે મેદાને ઉતરશે.

લોર્ડઝમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચની શરુઆતે જ વરસાદનુ વિઘ્ન નડ્યુ હતુ. ટોસના સમયે જ વરસાદ વરસવાને લઇને ટોસ ઉછળવામાં મોડુ થયુ હતુ. ટોસ  3.20 કલાકે ઉછાળી શકાયો હતો. જ્યારે મેચ 3.45  કલાકે શરુ કરવામાં આવી હતી. વરસાદને લઇને પિચ પર કવર્સ ઢાંકી દેવામાં આવ્યા હતા. વરસાદ રોકાવાને લઇને કવર્સ હટાવી રમત શરુ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. જેનાથી રમત શરુ થવાની રાહ જોઇ રહેલા ચાહકોને રાહત સર્જાઇ હતી.

ભારતીય ટીમમાં એક માત્ર ફેરફાર શાર્દૂલ ઠાકુરને લઇને કરવામાં આવ્યો છે. ભારતીય ટીમમાં ઇશાંત શર્માને સ્થાન આપવામાં આવ્યુ છે. હેમસ્ટ્રીંગ ઇજાને લઇને શાર્દૂલ ઠાકુલ લોર્ડઝ ટેસ્ટમાંથી બહાર થયો હતો. જેના સ્થાન ઇશાંત ને અંતિમ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યુ હતુ. આમ નોટિંગહામ ટેસ્ટમાં રહેલી ટીમને ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ મેચમાં જાળવી રાખવામાં આવી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ઇંગ્લેન્ડની ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે.  ઇંગ્લીશ ટીમમાં મોઇન અલી, હસીબ હમીદ અને માર્ક વુડને ટીમમાં સ્થાન આપવામાંં આવ્યુ છે. આમ ઇંગ્લેન્ડે નોંટીગહામ ટીમમાં આ ત્રણ ફેરફારો કર્યા છે. ઈંગ્લેન્ડે 24 વર્ષીય ઓપનર હસીબ હમીદને ટીમમાં સ્થાન આપ્યું છે. હસીબ હમીદ એ જ ખેલાડી છે, જેણે 5 વર્ષ પહેલા ભારતમાં જ ભારત સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું.

હમીદને પાંચ વર્ષે ફરી તક

ભારતીય મૂળના હમીદે તે પ્રવાસમાં 3 ટેસ્ટ મેચ રમી અને 2 અડધી સદી સહિત 219 રન બનાવ્યા. પરંતુ ત્યાર બાદ તે એક વખત પણ ટીમમાં સ્થાન મેળવી શક્યો નહોતો. હવે 5 વર્ષ બાદ તે ફરીથી ટેસ્ટ ટીમમાં પરત ફર્યો છે. ફરી એક વખત ભારતીય ટીમ સામે તેને તક મળી છે.

ભારત- ઇંગ્લેન્ડ અંતિમ ઇલેવન

ભારતીય પ્લેયીંગ ઇલેવનઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, ઋષભ પંત (વિરાટ કોહલી), રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા, મોહમ્મદ શામી, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.

ઇંગ્લેન્ડ પ્લેયીંગ ઇલેવન: જો રૂટ (કેપ્ટન), રોરી બર્ન્સ, ડોમ સિબલી, હસીબ હમીદ, જોની બેયરસ્ટો, જોસ બટલર (વિકેટકીપર), મોઇન અલી, સેમ કરન, ઓલી રોબિન્સન, માર્ક વુડ, જેમ્સ એન્ડરસન.

આ પણ વાંચોઃ Neeraj chopra : ગોલ્ડ મેડાલીસ્ટ નીરજ ચોપરાએ કર્યો ખુલાસો, ફાઇનલ બાદ પાકિસ્તાની ખેલાડીને કહ્યું..

આ પણ વાંચોઃ Troll : મીરાબાઈ ચાનુ સાથે મુલાકાત કર્યા બાદ સલમાન ખાન ટ્રોલ થયો, યુઝરે કહ્યું ‘શેતાન પાછળ હરણ, હરણ પાછળ શેતાન’

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">