માત્ર ક્રિકેટર્સ જ નહીં, અમ્પાયર્સ પણ કમાય છે આટલા રૂપિયા! જાણો અમ્પાયર્સ, મેચ રેફરી અને અન્ય સ્ટાફનો પગાર!

ક્રિકેટજગતમાં BCCI એટલે કે ભારતીય ક્રિકેટ કંટ્રેલ બોર્ડને સૌથી અમીર માનવામાં આવે છે. બીસીસીઆઈ પોતાના ખેલાડીઓથી લઈને કૉચ પર બહુ પૈસા ખર્ચ કરે છે. બીસીસીઆઈ ખેલાડીઓને ચાર શ્રેણીઓમાં રાખે છે. A+, A, B અને C. તે અંતર્ગત A+ ગ્રેડ ધરાવતા ખેલાડીઓને એક વર્ષના રૂ. 7 કરોડ, A ગ્રેડ ધરાવતા ખેલાડીઓને 5 કરોડ, B ગ્રેડ ધરાવતા ખેલાડીને વર્ષમાં 3 […]

માત્ર ક્રિકેટર્સ જ નહીં, અમ્પાયર્સ પણ કમાય છે આટલા રૂપિયા! જાણો અમ્પાયર્સ, મેચ રેફરી અને અન્ય સ્ટાફનો પગાર!
Follow Us:
| Updated on: Dec 24, 2018 | 7:31 AM

ક્રિકેટજગતમાં BCCI એટલે કે ભારતીય ક્રિકેટ કંટ્રેલ બોર્ડને સૌથી અમીર માનવામાં આવે છે. બીસીસીઆઈ પોતાના ખેલાડીઓથી લઈને કૉચ પર બહુ પૈસા ખર્ચ કરે છે. બીસીસીઆઈ ખેલાડીઓને ચાર શ્રેણીઓમાં રાખે છે. A+, A, B અને C.

તે અંતર્ગત A+ ગ્રેડ ધરાવતા ખેલાડીઓને એક વર્ષના રૂ. 7 કરોડ, A ગ્રેડ ધરાવતા ખેલાડીઓને 5 કરોડ, B ગ્રેડ ધરાવતા ખેલાડીને વર્ષમાં 3 કરોડ રૂપિયા અને C ગ્રેડ ધરાવતા ખેલાડીને દર વર્ષે 1 કરોડ રૂપિયા આપવામાં આવે છે. પરંતું શું તમે જાણો છો કે ખેલાડીઓ સિવાય મેચ રેફરી, અમ્પાયર અને સ્કોરરને કેટલા પૈસા મળે છે!

2018માં આ ફી થઈ ગઈ બમણી!

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

તમને જાણીને નવાઈ લાગશે કે કોઈ પણ મેચમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવતા સપોર્ટિંગ સ્ટાફનો પગાર એપ્રિલ 2018થી બમણી કરી દીધો છે. આ સપોર્ટિંગ સ્ટાફની ફી વર્ષ 2012 બાદ વધારવામાં જ નહોતી આવી. પરંતુ હવે એવું નથી રહ્યું.

જાણો અમ્પાયરને કેટલો પગાર મળે છે?

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પાસે રિઝર્વ અમ્પાયર્સની સંખ્યા 105 છે. તેમાંથી ટૉપ-20 અમ્પાયર્સની એક કેટેગરી છે. આ અમ્પાયર્સને મેચ દરમિયાન દરરોજના રૂપિયા 40 હજાર મળે છે. જ્યારે કે ટી-20 મેચ માટે દરરોજના 20 હજાર રૂપિયા મળે છે. ટૉપ-20 સિવાયના 85 અમ્પાયર્સને એક ટી-20 મેચના દરરોજના રૂપિયા 15 હજાર મળે છે જ્યારે કે વન ડે અને ટેસ્ટ મેચના દરરોજના 30 હજાર રૂપિયા મળે છે. અમ્પ્યાર્સને આ ઉપરાંત, દરરોજનું 1500 રૂપિયાનું ભથ્થુ પણ મળે છે.

પિચ ક્યૂરેટર

કોઈ પણ મેચ શરૂ થતા પહેલા તમે ટીવી પર એક વ્યક્તિને જોતા હશો કે જે પિચ ચકાસતી દેખાશે. તેમને પિચ ક્યૂરેટર કે ઝોનલ ક્યૂરેટર કહેવામાં આવે છે. તેમનું કામ એ કહેવાનું હોય છે કે પિચ બૉલર્સ માટે અનુકૂળ રહેશે કે બેટ્સમેન માટે. આ વ્યક્તિની જવાબદારી ક્રિકેચ પિચ તૈયાર કરવાની પણ હોય છે. ઝોનલ ક્યૂરેટર્સને દર વર્ષે 12 લાખ રૂપિયાનું વેતન જાય છે. જ્યારે કે તેમના સહાયક ક્યૂરેટર્સનો વાર્ષિક પગાર રૂ.8.40 લાખ હોય છે.

મેચ રેફરી

હાલ BCCI પાસે 58 રેફરી છે જે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી ચૂકેલા પૂર્વ ખેલાડી છે. તેમને મળતી ફી દરરોજના રૂપિયા 30 હજાર હોય છે. જ્યારે કે ટી-20 મેચ માટે તેમને દરરોજના 15 હજાર રૂપિયા આપવામાં આવે છે. બહારથી આવનારા મેટ રેફરીને અમ્પાયરની જેમ દરરોજનું 1500 રૂપિયા ભથ્થું પણ મળે છે જ્યારે કે લોકલ મેચ રેફરીનું દૈનિક ભથ્થું 1 હજાર રૂપિયા છે.

મેચ સ્કોરર

સ્કોરરનું કામ મેચનો સ્કોર અપડેટ કરવાનું હોય છે. બીસીસીઆઈ પાસે 153  રજિસ્ટર્ડ સ્કોરર છે. સ્કોરરની જવાબદારી છે કે તે મેચના બાકીના આંકડાઓની માહિતી રાખે. કયા ખેલાડીએ કેટલા રન અને વિકેટ લીધા, કેટલી મેચ રમી, કેવા કેવા રેકોર્ડ છે તેવા આંકડાઓ પણ. તેમને વનડે અને ટેસ્ટ મેચ માટે એક દિવસના 10 હજાર રૂપિયા મળે છે. જ્યારે કે ટી-20 મેચ માટે 5 હજાર રૂપિયા મળે છે. જો મેચ રેફરી બહારનો હોય તો રૂપિયા 1500નું દૈનિક ભથ્થું અને જો સ્થાનિક હોય તો 1 હજાર રૂપિયાનું દૈનિક ભથ્થું આપવામાં આવે છે.

આ પણ વાંચો : એક પૂર્વ રાષ્ટ્રપતિ જે બાળકો માટે બન્યા સાન્તા ક્લૉઝ! ક્યારેય નહીં જોયો હોય આવો VIDEO

વીડિયો એનાલિસ્ટ

વીડિયો એનાલિસ્ટનું કામ બંને ટીમની મેચનું વીડિયો એનાલિસિસ કરવાનું છે. એટલે કે તુલના કરીને એ જાણવાનું કે બૉલર્સ અને બેટ્સમેનની તાકાત અને ઉણપો શું છે. વીડિયો એનાલિસ્ટનું કામ એટલે મહત્ત્વપૂર્ણ છે કારણ કે તેના આધારે જ ટીમ મેચની રણનીતિ તૈયાર કરે છે. બીસીસીઆઈ પાસે 185 વીડિયો એનાલિસ્ટ્સ છે. વનડે અને ટેસ્ટ મેચ માટે તેમની ફી પ્રતિદિન 15 હજાર રૂપિયા છે. તો આસિસ્ટન્ટ વીડિયો એનાલિસ્ટને પ્રતિદિન 10 હજાર રૂપિયા આપવામાં આવે છે. બીજી બાજુ ટી-20 મેચ માટે વીડિયો એનાલિસ્ટને 7500 રૂપિયા પ્રતિ મેચ તેમજ આસિ. વીડિયો એનાલિસ્ટને 5000 રૂપિયા પ્રતિ મેચ આપવામાં આવે છે. આ બંને માટે પણ દૈનિક ભથ્થાની વ્યવસ્થા છે. બહારથી આવતા લોકો માટે રૂ.1500 અને સ્થાનિક લોકો માટે રૂ.1000ના દૈનિક ભથ્થાની પણ વ્યવસ્થા છે.

[yop_poll id=317]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">