ધનશ્રી અને યુઝવેન્દ્ર ચહલના લગ્નનો વિડીયો આવ્યો સામે, ભરપૂર મજાક, મસ્તી અને રોમેન્ટીક વિડીયો, જુઓ

ટીમ ઇન્ડીયા (Team India) ના સ્ટાર બોલર યુઝવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) ગત વર્ષ ડિસેમ્બર માસમાં ધનશ્રી (Dhanashree Verma) સાથે લગ્ન કર્યા હતા. ધનશ્રી કોરીયોગ્રાફર અને યુ-ટ્યૂબર છે, ધનશ્રીએ લગ્નનો એક વિડીયો પણ જારી કર્યો છે.

  • Avnish Goswami
  • Published On - 10:17 AM, 4 Apr 2021
ધનશ્રી અને યુઝવેન્દ્ર ચહલના લગ્નનો વિડીયો આવ્યો સામે, ભરપૂર મજાક, મસ્તી અને રોમેન્ટીક વિડીયો, જુઓ
Dhanshree and Yuzvendra Chahal

ટીમ ઇન્ડીયા (Team India) ના સ્ટાર બોલર યુઝવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) ગત વર્ષ ડિસેમ્બર માસમાં ધનશ્રી (Dhanashree Verma) સાથે લગ્ન કર્યા હતા. ધનશ્રી કોરીયોગ્રાફર અને યુ-ટ્યૂબર છે, ધનશ્રીએ લગ્નનો એક વિડીયો પણ જારી કર્યો છે. તેમનો આ વિડીયો ફેંસને ખૂબ પસંદ આવી રહ્યો છે. વિડીયોમાં લગ્નની તમામ ઝલક જોવા મળી રહી. આ વિડીયોમાં મજાક મસ્તી થી લઇને બંને વચ્ચેના રોમાંટીક પળો પણ નજર આવી રહી છે. સોશિયલ મિડીયા પર ધનશ્રી ખૂબ જ એક્ટીવ રહેતી હોય છે અને તે અવાર નવાર પોતાના વિડીયો ને શેર પણ કરતી રહેતી હોય છે. જે ખૂબ વાયરલ પણ થતા રહે છે અને ફેંસ પસંદ પણ ખૂબ કરતા હોય છે. યુઝવેન્દ્ર ચહલ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ આઇડી પર આ વિડીયોને શેર કર્યો છે.

ધનશ્રી એ યૂટ્યુબ પર પુરો વિડીયો શેર કરતા લખ્યુ હતુ કે, અમે આપ સૌની સાથે અમારા ખૂબસુરત પળોને શેર કરતા ખૂબ જ ખૂશ છીએ. આશા છે કે આ વિડીયો આપનો દિવસ બનાવી દેશે અને તમારા ચહેરા પર સ્મિત લાવી દેશે. લગ્ન બે ખૂબસુરત આત્માઓ એક સાથે આવવાનુ બંધન છે. અમારે બસ એટલુ જ કહેવુ છે કે, એક બીજા થી પ્રેમ કરો, એક બીજાને સમજો અને એક બીજાનુ સન્માન કરો. જિંદગી ખૂબ જ ખૂબસુરત છે. ધનશ્રી અને યુઝી.

 

 

યુઝવેન્દ્ર ચહલ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ આઇડી પર આ વિડીયોને શેર કર્યો છે. તેણે વિડીયોને શેર કરતા લખ્યુ હતુ કે અમારા લગ્નની ફિલ્મ આખરે આવી ચુકી.

 

View this post on Instagram

 

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23)

ચહલ IPL માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ની ટીમનો હિસ્સો છે. 9 મી એપ્રિલે તે આઇપીએલની 2021ની પ્રથમ મેચમાં મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) સામે રમવા માટે તૈયાર છે. RCB એ UAE માં રમાયેલી IPL 2020 માં પ્લેઓફમાં સ્થાન મેળવ્યુ હતુ. ચહલે આરસીબી માટે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે 15 મેચમાં 21 વિકેટ ઝડપી હતી. આઇપીએલ માં તેણે 99 મેચ રમી છે. અને તેના નામે 121 વિકેટ છે. આરસીબી 2011 અને 2016માં ફાઇનલમાં પહોંચી હતી. જોકે તે હજુ સુઘી એક પણ વાર ટાઇટલ જીતી શકી નથી. આ વખતે તેમની કોશિષ એ પણ રહેશે કે, આઇપીએલ ટાઇટલ મેળવવા સફળ રહે.