દર્શકો વગર સુની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફરી ગાજવા તરફ, નક્કી કરેલા પ્રક્ષકોને T-20 આંતરરાષ્ટ્રીય અને વન ડે શ્રેણીમાં પ્રવેશ મળશે, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ મહિલા ટીમો વચ્ચે યોજાનારી મેચથી પ્રવેશ મંજૂરી

દર્શકો વગર સુની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફરી ગાજવા તરફ, નક્કી કરેલા પ્રક્ષકોને T-20 આંતરરાષ્ટ્રીય અને વન ડે શ્રેણીમાં પ્રવેશ મળશે, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ મહિલા ટીમો વચ્ચે યોજાનારી મેચથી પ્રવેશ મંજૂરી
https://tv9gujarati.com/sports-tv9-stories/darshako-vagar-s…a-pravesh-madshe-159550.html ‎

કોરોનાવાયરસ રોગચાળાને કારણે અટકેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફરી ગતિમાં આવતી દેખાઈ રહી છે, છ મહિનાથી વધુ સમય પછી પ્રથમ વખત, દર્શકોને આંતરરાષ્ટ્રીય મેચોમાં સ્ટેડિયમમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. આ મહિનાના અંતમાં પસંદ કરેલા દર્શકોને, ટી20 આંતરરાષ્ટ્રીય અને વનડે શ્રેણી માટે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ મહિલા ટીમો વચ્ચે યોજાનારી મેચ થી પ્રવેશ મંજૂરી આપવામાં આવશે.   ટિકિટનું વેચાણ […]

Avnish Goswami

| Edited By: Kunjan Shukal

Sep 18, 2020 | 3:52 PM

કોરોનાવાયરસ રોગચાળાને કારણે અટકેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફરી ગતિમાં આવતી દેખાઈ રહી છે, છ મહિનાથી વધુ સમય પછી પ્રથમ વખત, દર્શકોને આંતરરાષ્ટ્રીય મેચોમાં સ્ટેડિયમમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. આ મહિનાના અંતમાં પસંદ કરેલા દર્શકોને, ટી20 આંતરરાષ્ટ્રીય અને વનડે શ્રેણી માટે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ મહિલા ટીમો વચ્ચે યોજાનારી મેચ થી પ્રવેશ મંજૂરી આપવામાં આવશે.

Cricket Stadium

 

ટિકિટનું વેચાણ ફક્ત ઓનલાઇન થશે

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ શ્રેણીની ટિકિટના વેચાણની ઘોષણા કરી છએ. 26 સપ્ટેમ્બરથી શરૂ થનારી બે ટી 20 અને ત્રણ વનડે મેચની આ બે શ્રેણીની તમામ મેચ બ્રિસ્બેનના એલન બોર્ડર ફિલ્ડ ખાતે રમાશે.

ઇએસપીએન ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ, ક્વીન્સલેન્ડ સરકારની કોરોના માર્ગદર્શિકા અનુસાર સ્ટેડિયમની ક્ષમતાનો માત્ર 50 ટકા જ ભાગ ભરી શકાશે. ટિકિટનું વેચાણ ફક્ત ઓનલાઇન થશે અને મુલાકાતીઓને સ્ટેડિયમ પ્રવેશ પર તેમના મોબાઇલ સ્વાઇપ કરવાની મંજૂરી આપવામાં આવશે.

દર્શક માર્ગદર્શિકા

જો કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા પ્રેક્ષકોને અનેક માર્ગદર્શિકાઓ પણ જારી કરવામાં આવી છે. પ્રેક્ષકોને સૂચના આપવામાં આવી છે કે, મેદાનમાં ઉજવણી અને ટીમને પ્રોત્સાહિત કરવા પોકાર આ તમામ બાબતોને મર્યાદીત સ્તરે રાખો જેથી ચેપનું જોખમ ઓછું થઈ શકે.

ઉપરાંત, દર્શકો કોઈ પણ ખેલાડી સાથે વાત કરી શકશે નહીં અથવા તેમની નજીક આવી શકશે નહીં. ખેલાડીઓ સાથે સેલ્ફી લેવાનો કે ઓટોગ્રાફ લેવા ઉપર પણ પ્રતિબંધ છે. સામાજિક અંતરને અનુસરવા માટે, સ્ટેન્ડ્સને 6 જુદા જુદા ઝોનમાં પણ વહેંચવામાં આવ્યા છે અને કોઈ દર્શકોને નિયુક્ત ક્ષેત્રની બહાર જવા દેવામાં આવશે નહીં.

હાલમાં, ન્યૂઝીલેન્ડની ટીમ અને ઓસ્ટ્રેલિયન મહીલા ટીમના કેટલાક સભ્યો બે અઠવાડિયાથી બ્રિસ્બેનમાં ક્વોરન્ટાઇન છે. આ દરમિયાન તેમને ગ્રાઉન્ડમાં ત્રણ કલાક સુધી પ્રેકટીસ માટે મંજૂરી આપવામાં આવી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati