CWG 2022: મેન્સ હોકીમાં ભારતને મળ્યો સિલ્વર મેડલ, ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે મળી હાર

CWG 2022: જબરદસ્ત પ્રદર્શનના આધારે ફાઈનલમાં પહોંચેલી ભારતીય ટીમને વિશ્વની સૌથી મજબૂત ટીમોમાંની એક ઓસ્ટ્રેલિયાએ 7-0થી ખરાબ રીતે પરાજય આપ્યો હતો અને સતત સાતમી વખત ગેમ્સમાં પુરૂષ હોકીનો ગોલ્ડ મેડલ જીત્યો હતો.

CWG 2022: મેન્સ હોકીમાં ભારતને મળ્યો સિલ્વર મેડલ, ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે મળી હાર
Image Credit source: PTI
Follow Us:
| Updated on: Aug 08, 2022 | 7:10 PM

CWG 2022: 12 વર્ષ પહેલા નવી દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં જે બન્યું હતું, બર્મિંગહામ ગેમ્સ 2022માં (CWG 2022) પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું. ન તો પરિણામ બદલાયું કે ન તો સ્થિતિ. આ ભારતીય પુરૂષ હોકી ટીમની વાત છે, જેને CWG ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ફરી એકવાર કારમી હારનો સામનો કરવો પડ્યો હતો અને પછી સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. જબરદસ્ત પ્રદર્શનના આધારે ફાઈનલમાં પહોંચેલી ભારતીય ટીમને વિશ્વની સૌથી મજબૂત ટીમોમાંની એક ઓસ્ટ્રેલિયાએ 7-0થી ખરાબ રીતે પરાજય આપ્યો હતો અને સતત સાતમી વખત ગેમ્સમાં પુરૂષ હોકીનો ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ભારતના મેડલ વિજેતાઓ

22 ગોલ્ડ: મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા, અંચિતા શ્યુલી, વિમેન્સ લૉન બોલ ટીમ, ટીટી મેન્સ ટીમ, સુધીર, બજરંગ પુનિયા, સાક્ષી મલિક, દીપક પુનિયા, રવિ દહિયા, વિનેશ, નવીન, ભાવિના, નીતુ, અમિત પંઘાલ, અલધૌસ, નીતુ. ઝરીન, શરત-શ્રીજા, પીવી સિંધુ, લક્ષ્ય સેન, સાત્વિક-ચિરાગ, શરથ

15 સિલ્વર: સંકેત સરગર, બિંદિયારાની દેવી, સુશીલા દેવી, વિકાસ ઠાકુર, ભારતીય બેડમિન્ટન ટીમ, તુલિકા માન, મુરલી શ્રીશંકર, અંશુ મલિક, પ્રિયંકા, અવિનાશ સાબલે, મેન્સ લૉન બોલ ટીમ, અબ્દુલ્લા અબોબેકર, શરથ-સાથિયન, મહિલા ક્રિકેટ ટીમ, સાગર

23 બ્રોન્ઝ: ગુરુરાજા, વિજય કુમાર યાદવ, હરજિંદર કૌર, લવપ્રીત સિંહ, સૌરવ ઘોષાલ, ગુરદીપ સિંહ, તેજસ્વિન શંકર, દિવ્યા કાકરાન, મોહિત ગ્રેવાલ, જાસ્મીન, પૂજા ગેહલોત, પૂજા સિહાગ, મોહમ્મદ હુસામુદ્દીન, દીપક નેહરા, રોહિત ટોક, મહિલા ટીમ , સંદીપ કુમાર, અન્નુ રાની, સૌરવ-દીપિકા, કિદામ્બી શ્રીકાંત, ત્રિશા-ગાયત્રી, સાથિયાન

લક્ષ્ય સેને સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો

ભારતના સ્ટાર શટલર લક્ષ્ય સેને (Lakshya Sen) પણ કોમનવેલ્થ ગેમ્સમાં પોતાની પ્રતિભાની ચમક પાથરી છે. લક્ષ્ય સેને મેન્સ સિંગલ્સની ફાઇનલમાં મલેશિયાના એનજી ટી યોંગને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. તમને જણાવી દઈએ કે યોંગે કિદામ્બી શ્રીકાંતને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને લક્ષ્યે હવે તેના ભારતીય સાથી ખેલાડીનો બદલો લીધો છે. તમને જણાવી દઈએ કે લક્ષ્ય સેન પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સમાં  ભાગ લઈ રહ્યો છે અને પ્રથમ વખત તેનું પ્રદર્શન શાનદાર હતું.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">