IPL 2022 (IPL 2022)માં શનિવાર ડબલ હેડરનો દિવસ હશે. દિવસમાં બે મેચ રમાશે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. દિવસની બીજી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. ચાહકોની નજર પ્રથમ મેચ પર રહેશે કારણ કે ચેન્નાઈ અને હૈદરાબાદ બંને ટીમો હજુ સુધી લીગ જીતી શકી નથી.
Chennai super kings : રોબિન ઉથપ્પા, ઋતુરાજ ગાયકવાડ, મોઈન અલી, અંબાતી રાયડુ, રવીન્દ્ર જાડેજા, શિવમ દુબે, એમએસ ધોની, ડ્વેન બ્રાવો, ક્રિસ જોર્ડન, મહિષ થિક્ષ્ણા, મુકેશ ચૌધરી.
Sunrisers Hyderabad : અભિષેક શર્મા, કેન વિલિયમસન, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરમ, નિકોલસ પૂરન, શશાંક સિંહ, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, માર્કો યેન્સન, ઉમરાન મલિક, ટી નટરાજન.
ડ્વેન બ્રાવો 14મી ઓવર લાવ્યો હતો અને 11 રન આપ્યા. ઓવરના પહેલા બોલ પર અભિષેકે એક્સ્ટ્રા કવર પર ચોગ્ગો ફટકાર્યો હતો. આ પછી, ઓવરના ચોથા બોલ પર, તેણે મિડ-વિકેટ પર ચોગ્ગો ફટકાર્યો. સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર 14 ઓવર બાદ 100ને પાર કરી ગયો છે
ચેન્નાઈને પ્રથમ સફળતા મુકેશ ચૌધરીએ અપાવી છે. 13 મી ઓવરમાં આ સફળતા વિલિયસનની વિકેટના રુપમાં મળી છે. ઓવરના પ્રથમ બોલે જ તે મોઇન અલીના હાથમાં કેચ ઝડપાયો હતો.
અભિષેક શર્માને કેપ્ટન વિલિયમસનનો સાથ મળ્યો છે અને તેણે બેટ ખોલીને રમત દર્શાવી છે. ટીમને વિજય તરફ આગળ લઈ જવા માટે તેણે શરુ કરેલા પ્રહાર ભરી રમત અડધી સદી વટાવી ચુકી છે. તેણે 12 મી ઓવરમાં પોતાની અડધી સદી નોંધાવી છે. જોર્ડન લઇને આવેલ આ ઓવરમાં વિલિયસમને પહેલા બોલે ચોગ્ગો ફટકાર્યો હતો. જ્યારે અંતિમ બોલે અભિષેકે છગ્ગો ફટકાર્યો હતો.
ડ્વેન બ્રાવો 10મી ઓવર લઇને આવ્યો અને તેણે સાત રન આપ્યા. જાડેજાએ આગલી ઓવરમાં 10 રન આપ્યા હતા. ચેન્નાઈને અહીં વિકેટો મેળવી જરુરી રહેશે તો જ તે હવે વાપસી કરી શકશે. લક્ષ્ય બહુ મોટું નથી, તેથી વિકેટ જ તેમના માટે એકમાત્ર ઉપાય છે.
રવિન્દ્ર જાડેજાએ નવમી ઓવરમાં 10 રન આપ્યા હતા. અભિષેક શર્માએ ઓવરના છેલ્લા બોલે ચોગ્ગો ફટકાર્યો હતો. વિલિયમસન અહીં ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યો છે અને યુવા સ્ટાર તેને સાથ આપી રહ્યો છે
વિલિયમસન અને અભિષેકે સારી શરુઆત અપાવી છે. બંને એ 50 રનની ભાગીદારી કરી લીધી છે. આમ ટીમની શરુઆત વિના વિકેટ અડદી સદીને વટાવી ચુકી છે. 8 મી ઓવરમાં હૈદરાબાદે આ સ્કોરને પાર કર્યો હતો. મોઇન અલી લઈને આવેલ આ ઓવરના 5 બોલ પર વિલિયમસને છગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં 10 રન મોઈને ગુમાવ્યા હતા.
શરુઆત પર નિયંત્રણ જાળવવાના પ્રયાસ છતાં પણ બાઉન્ડરી મળવા લાગતા 7મી ઓવર ખુદ ગબ્બર એટલે કે ચેન્નાઈનો કેપ્ટન રવિન્દ્ર જાડેજા લઈને આવ્યો હતો. તેણે ઓવરને કસીને કરવા માટે સફળ પ્રયાસ કર્યો હતો. ઓવરમાં 5 રન તેણે આપ્યા હતા.
તિક્ષણાને તેની ત્રીજી ઓવર અને ઈનીંગની છઠ્ઠી ઓવર અપાઈ હતી. પરંતુ આ ઓવર ખૂબ ખર્ચાણ ચેન્નાઈ માટે સાબિત થઇ હતી. જોકે હૈદરાબાદ માટે શાનદાર ઓવર રહી હતી. ઓવરના બીજા બોલે અભિષેકે બાઉન્ડરી લગાવી હતી અને અંતિમ બોલ પર શાનદાર છગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં 13 રન SRH ના ખાતમાં મળ્યા હતા.
અગાઉની બંને ઓવરમાં રન ગુમાવવા લાગતા બોલીંગની કમાન ક્રિસ જોર્ડનને સોંપવામાં આવી હતી. તેણે કસીને બોલીંગ કરી હતી. કેપ્ટન કેન વિલિયમસને ચોથા બોલ પર સિંગલ રન મેળવ્યો હતો. જે પહેલાના 3 બોલ ખાલી પસાર કર્યા હતા. બાદમાં અભિષેકે પણ બાકીના બંને બોલ ખાલી પસાર કર્યા હતા. આમ ઓવરમાં માત્ર 1 રન જોર્ડને આપ્યો હતો.
તિક્ષણા ચોથી ઓવર લઈને આવ્યો હતો આ ઓવરમાં દોડીને એક બે કરીને 5 રન મેળવવા ઉપરાંત અભિષેકે બાઉન્ડરી મેળવી હતી. તેણે 94 કિલોમીટરની ઝડપના ફુલ ઓફ સાઈડ બોલને એક્સ્ટ્રા કવર તરફ બાઉન્ડરી માટે મોકલ્યો હતો.
મુકેશ ચૌધરી ઇનીંગની ત્રીજી ઓવર લઈને આવ્યો હતો. આ ઓવરના અંતિમ બોલે અભિષેક શર્માએ બાઉન્ડરી મેળવી હતી. મીડ વિકેટ ના ફિલ્ડરને પાર કરીને તેણે બોલને બાઉન્ડરીની બહાર મોકલ્યો હતો.
મુકેશ ચૌધરીએ પ્રથમ ઓવરમાં એક રન આપ્યો હતો. ત્યારપછીની ઓવરમાં તિક્ષાનાએ પાંચ રન આપ્યા હતા. ઓવરના ચોથા બોલ પર વિલિયમસને કટ કરીને ચોગ્ગો ફટકાર્યો હતો.
સનરાઈઝર્સ હૈદરાબાદની બેટિંગ શરૂ થઈ ગઈ છે. અભિષેક શર્મા અને કેપ્ટન કેન વિલિયમસન ઓપનિંગ કરવા મેદાનમાં ઉતર્યા છે. મુકેશ ચૌધરીએ બોલિંગની શરૂઆત કરી છે
હૈદરાબાદ માટે છેલ્લી ઓવર ઘણી મોંઘી સાબિત થઈ હતી. ભુવનેશ્વરે 15 રન આપ્યા. ચેન્નાઈએ નિર્ધારિત ઓવરમાં 7 વિકેટે 154 રન બનાવ્યા અને હૈદરાબાદને 155 રનનો ટાર્ગેટ આપ્યો.
ભુવનેશ્વર કુમારે જાડેજાને આઉટ કર્યો, ચેન્નાઈને 7મો ફટકો લાગ્યો હતો.
રવિન્દ્ર જાડેજાએ 20મી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. 19મી ઓવર લઈ ભુવનેશ્વર આવ્યો હતો, પહેલો બોલ વાઈડ બીજા બોલ પર ચોગ્ગો ત્રીજો બોલ વાઈડ અને ચોથો બોલ પણ વાઈડ પાંચમા બોલ પર રવિન્દ્ર જાડેજા કેચ આઉટ થયો હતો
રવિન્દ્ર જાડેજાએ 19મી ઓવરના ચોગ્ગા અને સિકસ ફટકારી હતી , જાડેજા 23 રન બનાવી ક્રિઝ પર છે
માર્કો જોન્સને એમએસ ધોનીને 3 રન પર ઉમરાન મલિકના હાથે કેચ કરાવીને ચેન્નાઈને છઠ્ઠો ઝટકો આપ્યો હતો. IPLની આ સિઝનમાં જોન્સનની પ્રથમ વિકેટ. ચેન્નાઈ મુશ્કેલીમાં છે
CSKની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ, ક્રિઝ પર ધોની-જાડેજા છે
16મી ઓવરના ત્રીજા બોલ પર ટી નટરાજને શિવમ દુબેને ઉમરાન મલિકના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ચેન્નાઈને 110 રન પર પાંચમો ઝટકો લાગ્યો હતો. દુબે માત્ર 3 રન બનાવી શક્યો હતો. ફરી એકવાર ચેન્નાઈના બેટ્સમેનોએ નિરાશ કર્યા.
મોઈન અલી અડધી સદી ચૂકી ગયો. 48 રને માર્કરામે તેને ત્રિપાઠીના હાથે કેચ કરાવ્યો હતો. 108 રન પર ચેન્નાઈને ચોથો ઝટકો. ચેન્નાઈએ 15 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 108 રન બનાવ્યા છે.
14મી ઓવરના ત્રીજા બોલ પર ચેન્નાઈને ત્રીજો ઝટકો અંબાતી રાયડુના રુપમાં લાગ્યો હતો.ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 100 /3રાયડુ અને મોઈન અલી વચ્ચે સારી ભાગીદારી બની રહી હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ સુંદરે આ અડધી સદીની ભાગીદારીને તોડી નાખી. સુંદરે રાયડુને માર્કરમના હાથે કેચ કરાવ્યો હતો. રાયડુએ 27 બોલમાં 27 રનની ઇનિંગ રમી હતી.
મોઈન અલીએ 13મી ઓવરના પહેલા બોલ પર 2 રન ઉમેર્યા અને આ સાથે જ રાયડુ સાથે તેની 50 રનની ભાગીદારી પૂરી કરી. ચેન્નાઈને હાલમાં આવી જ ભાગીદારીની જરૂર છે
ટી નટરાજને 12મી ઓવરમાં છ રન આપ્યા હતા. ઓવરના ચોથા બોલ પર મોઈન અલીએ કટ રમ્યો અને બોલ થર્ડ મેન પાસે ગયો. ઉમરાને હાથ લંબાવીને કેચ લેવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સફળ થઈ શક્યો નહીં.
13મી ઓવરના પહેલા બોલ પર 2 રન બીજા બોલ પર સિકસ અને ત્રીજા બોલ પર ચાર રન ચોથા બોલ પર 1 રન પાંચમા બોલ પર ઝીરો અને છઠ્ઠા બોલ પર શૂન્ય રન 13 ઓવર પછી ચેન્નઈનો સ્કોર 97 /2
12ઓવર રમાઈ ગઈ છે અને ચેન્નાઈ સુપર કિંગ્સે 2 વિકેટના નુકસાને 84 રન બનાવી લીધા છે. મોઈન અલી 25 અને અંબાતી રાયડુ 27 રન બનાવીને ક્રિઝ પર રહ્યા હતા. બંનેને ભાગીદારીની જરૂર છે.
11મી ઓવરના બીજા અને ત્રીજ બોલ પર રાયડુએ ચોગ્ગો ફટકાર્યો હતો. પહેલા બોલ પર 1 રન બીજા અને ત્રીજા બોલ પર ચાર રન ચોથા પાંચમા બોલ પર શૂન્ય રન આવ્યા હતા, 11 ઓવર પછી ચેન્નઈનો સ્કોર 78 /2 છે
9 ઓવર પછી ચેન્નઈનો સ્કોર 59 /2 છે મોઈન અલી 19 અને અંબાતી રાયડુ 13 રન બનાવી ક્રિઝ પર છે, મોઈન અલીએ 9મી ઓવરના છેલ્લા બોલ પર પણ ચોગ્ગો ફટકાર્યો હતો
8મી ઓવરમાં ચેન્નઈના ખાતામા 6 રન આવ્યા હતા,8 ઓવર પછી ચેન્નઈનો સ્કોર 51 /2 છે મોઈન અલી 12 અને અંબાતી રાયડુ 7 રન બનાવી ક્રિઝ પર છે
7 ઓવર પછી ચેન્નઈનો સ્કોર 45 /2 છે મોઈન અલી 9 અને અંબાતી રાયડુ 5 રન બનાવી ક્રિઝ પર છે
ટી નટરાજને છઠ્ઠી ઓવરના પહેલા બોલ પર ગાયકવાડને બોલ્ડ કરીને ચેન્નાઈ સુપર કિંગ્સને બીજો ઝટકો આપ્યો હતો. નટરાજનની શાનદાર શરૂઆત, ગાયકવાડ માત્ર 16 રન બનાવી શક્યો. ચેન્નાઈની ઓપનિંગ બેટ્સમેન જોડી પેવેલિયન પરત ફરી છે.
ઋતુરાજ પાવર-પ્લેની છેલ્લી ઓવરમાં નટરાજન દ્વારા ક્લીન બોલ્ડ થયો હતો
3 ઓવર પછી બોલિંગમાં ફેરફાર, વોશિંગ્ટન સુંદર આક્રમણ પર આવ્યો અને પહેલા જ બોલ પર ઉથપ્પાના રૂપમાં ચેન્નાઈને પહેલો ઝટકો આપ્યો. સુંદરે 15 રને માર્કરામના હાથે ઉથપ્પાને કેચ કરાવીને પોતાનો દાવ સમેટી લીધો હતો.
રોબિન ઉથપ્પા અને ગાયકવાડે 3 ઓવરમાં 25 રનની ભાગીદારી નોંધાવી છે. ચેન્નાઈની સારી શરૂઆત. ભુવીએ 2 ઓવરમાં 17 રન આપ્યા છે. ઉથપ્પા અને ગાયકવાડ ક્રિઝ ટકી રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે
ભુવનેશ્વર કુમારની ઓવરના બીજા બોલ પર ઉથપ્પાએ ચોગ્ગો ફટકાર્યો હતો. માર્કરામ બોલને રોકી શક્યો નહોતો. આ પછી, આગામી બે બોલમાં 2-2 રન લેવામાં આવ્યા હતા. આ ઓવરમાં 8 રન આવ્યા હતા
રોબિન ઉથપ્પા અને ઋતુરાજ ગાયકવાડ ઇનિંગની શરૂઆત કરવા ક્રિઝ પર આવ્યા છે.ભુવનેશ્વર કુમારની ઓવરના બીજા બોલ પર ઉથપ્પાએ ચોગ્ગો ફટકારીને CSKનું ખાતું ખોલાવ્યું હતું.
A look at the Playing XI for #CSKvSRH
Live - https://t.co/8pocfkHpDe #CSKvSRH #TATAIPL pic.twitter.com/ztAWNqtV9U
— IndianPremierLeague (@IPL) April 9, 2022
Kane Williamson wins the toss and elects to bowl first against #CSK.
Live - https://t.co/8pocfkHpDe #CSKvSRH #TATAIPL pic.twitter.com/y9pk2oYIIy
— IndianPremierLeague (@IPL) April 9, 2022
ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ વર્તમાન ચેમ્પિયન છે. આજે મેચ જીતવી ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Match DAY music time! 🥳 Time for 💛💪#Matchday #CSKvSRH #WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/fUy7IxcHcd
— Chennai Super Kings (@ChennaiIPL) April 9, 2022
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન રવિન્દ્ર જાડેજા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 150મી મેચ રમશે. તેના પહેલા માત્ર સુરેશ રૈના અને મહેન્દ્ર સિંહ ધોની જ ચેન્નાઈ માટે 150 થી વધુ મેચ રમ્યા છે.
છેલ્લી સિઝનમાં આ બંને ટીમો અત્યાર સુધીમાં 17 વખત સામસામે આવી ચુકી છે. આ 17 મેચોમાંથી હૈદરાબાદની ટીમ માત્ર ચાર વખત ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવવામાં સફળ રહી છે. આ સાથે જ ચેન્નાઈની ટીમે 13 મેચ જીતીને પોતાના નામે કરી લીધી છે.
પહેલીવાર CSKની કપ્તાની રવિન્દ્ર જાડેજાના હાથમાં છે. લીગની પ્રથમ ત્રણ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. કોઈપણ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં ચેન્નાઈ માટે આ નિરાશાજનક શરૂઆત છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો આમને-સામને છે. બંને મેચોમાં અત્યાર સુધી કોઈપણ ટીમ એક પણ જીત મેળવી શકી નથી. આવી સ્થિતિમાં બંને પોતાની પ્રથમ જીત માટે બેતાબ છે.
Published On - Apr 09,2022 2:55 PM