Australian Openનું ઐતિહાસિક ખિતાબ Ashleigh Barty માટે ખૂબ જ ખાસ છે, ક્રિકેટમાંથી મળેલી શીખે ચેમ્પિયન બનાવી

એશ્લે બાર્ટી (Ashleigh Barty) એ ઓસ્ટ્રેલિયન ઓપન 2022નો ખિતાબ જીત્યો છે. બાર્ટીએ ફાઇનલમાં અમેરિકાની ડેનિયલ કોલિન્સને 6-3, 7-6થી હાર આપી હતી

Australian Openનું ઐતિહાસિક ખિતાબ Ashleigh Barty માટે ખૂબ જ ખાસ છે, ક્રિકેટમાંથી મળેલી શીખે ચેમ્પિયન બનાવી
Ashleigh Barty win Australian Open
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 12:29 PM

Australian Open : વિશ્વની નંબર વન ટેનિસ સ્ટાર એશ્લે બાર્ટી (Ashleigh Barty)એ શનિવારે વર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન (Australian Open)નો ખિતાબ જીત્યો હતો. આ ખિતાબ જીતનારી એશ્લે 1978 બાદ પ્રથમ ઓસ્ટ્રેલિયન ખેલાડી છે. આ તેનું ત્રીજું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ હતું. એશ્લે ઓસ્ટ્રેલિયામાં એક મોટી અને સ્ટાર ખેલાડી તરીકે નામના મેળવી ચૂકી છે, પરંતુ આ જીતે તેને ઈતિહાસના પાનામાં પણ ખાસ સ્થાન અપાવ્યું છે. એશ્લેની ટેનિસ સફર ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. એક સમયે તેણે ટેનિસ છોડીને ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ લગભગ 15 મહિના પછી તે ફરી પાછો ફરી હતી.

(Ashleigh Barty)એ તે સમયે બિગ બેશ લીગ (Big Bash League)માં ભાગ લીધો હતો. આ દરમિયાન તે કંઈ ખાસ કરી શકી ન હતી અને 9 મેચમાં 11.33ની એવરેજથી માત્ર 68 રન જ બનાવી શકી હતી. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 39 રન હતો. ત્યારબાદ બાર્ટીએ ક્રિકેટ છોડી દીધુ અને ટેનિસની દુનિયામાં પાછી ફરી, જોકે તે હંમેશા કહે છે કે તેણે ક્રિકેટમાંથી ઘણું શીખ્યું છે.

બાર્ટીએ ક્રિકેટમાંથી ટીમ અને આઝાદીનો અર્થ શીખ્યો

બાર્ટીએ થોડા સમય પહેલા કહ્યું હતું કે જ્યારે તે 18 મહિના સુધી ટેનિસથી દૂર રહીને ક્રિકેટ રમી હતી, ત્યારે તે કોર્ટમાં અને બહાર એક સારી વ્યક્તિ બની હતી અને તેને એક સારો ટેનિસ ખેલાડી શોધવામાં પણ મદદ કરી હતી. તે જ સમયે, બિગ બેશ દરમિયાન બાર્ટીના ક્રિકેટ કોચ રહેલા રિચર્ડ્સનું માનવું છે કે ક્રિકેટના કારણે બાર્ટીનો આત્મવિશ્વાસ વધ્યો અને તે સમજી શકી કે તે શું છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતાં તેણે કહ્યું, ‘અમે આ વિશે ઘણી વખત વાત કરી છે. તે ટીમ પ્લેયર છે. ટેનિસ એક વ્યક્તિગત રમત છે. તે તેના પરિવાર સાથે સમય વિતાવી શકતી ન હતી કારણ કે તે મોટાભાગનો સમય પ્રવાસ પર હતી. ક્રિકેટથી તેને ટીમનો અર્થ સમજાયો, તમે જોશો કે, જ્યારે પણ તે પોતાના વિશે વાત કરે છે, ત્યારે હું નહીં અમે કહે છે તે દરેક ક્ષણે તેની ટીમના પ્રયાસો વિશે વાત કરે છે. તેણે ક્રિકેટ રમતી વખતે આ સ્વતંત્રતા અનુભવી અને હવે તે તેની સાથે ટેનિસ રમી રહી છે.

બાર્ટીએ પોતાનો અનુભવ શેર કર્યો

પોતાના ક્રિકેટના અનુભવ વિશે વાત કરતા તેણે કહ્યું હતું કે જ્યારે 15, 16 છોકરીઓ એકસાથે રમતી હોય છે, ત્યારે તમામ ટીમનો ભાગ હોય છે, દરેક જણ એકબીજાને આગળ વધારવામાં મદદ કરે છે. જ્યારે હું ત્યાં ગઈ ત્યારે મારું ખૂબ સારું સ્વાગત કરવામાં આવ્યું. અમે ગાબામાં એક મેચ જીતી હતી ત્યાર બાદ અમે બીયર પીવા ગયા હતા. મેં જીત પછી આવું ક્યારેય કર્યું નથી.

આ પણ વાંચો: U19 World Cup 2022: ભારત સેમીફાઈનલમાં કોની સામે ટકરાશે? જાણવા માટે સંપૂર્ણ શેડ્યૂલ અહીં વાંચો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">