‘બાયો બબલમાં રમતા ક્રિકેટરોને વધુ મદદની જરૂર’, વેસ્ટ ઈન્ડિઝના જેસન હોલ્ડરે કહી મોટી વાત

હોલ્ડરે તેના બે જન્મદિવસ બાયો બબલમાં વિતાવ્યા છે. ઓલરાઉન્ડર હોલ્ડરે કહ્યું કે આ રીતે પોતાના પરિવાર અને નજીકના લોકોથી દૂર રહેવું ખૂબ જ પડકારજનક છે. હવે તેમણે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી જીતવા માટે પોતાની જાતને તૈયાર કરી લીધી છે.

'બાયો બબલમાં રમતા ક્રિકેટરોને વધુ મદદની જરૂર', વેસ્ટ ઈન્ડિઝના જેસન હોલ્ડરે કહી મોટી વાત
Jason Holder
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 7:28 AM

લેખક-શુભાયન ચક્રવર્તી

T20 વર્લ્ડકપ વેસ્ટ ઈન્ડિઝ માટે એવુ ન રહ્યુ જેવું તેઓએ ધાર્યુ હતુ. પરંતુ ગાલેમાં 21 નવેમ્બરથી શરૂ થઈ રહેલી બે મેચની ટેસ્ટ શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝની પુરુષ ટીમ પરિસ્થિતિને સુધારવા માટે મેદાનમાં ઉતરશે. ટેસ્ટ રેન્કિંગમાં વિશ્વના નંબર વન ઓલરાઉન્ડર જેસન હોલ્ડરનું માનવું છે કે T20 વર્લ્ડ કપમાં નિષ્ફળ રહ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ હવે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટની તૈયારી કરી રહી છે. જોકે, વેસ્ટ ઈન્ડિઝની આ ટીમ સંપૂર્ણપણે નવી છે. T20 વર્લ્ડ કપની ટીમમાં માત્ર જેસન હોલ્ડર અને ઓલરાઉન્ડર રોસ્ટન ચેઝનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેઓ શ્રીલંકા સામેની વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં પણ સામેલ છે.

વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટન જેસન હોલ્ડરને પૂછવામાં આવ્યું હતું કે, શું  T20 વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શનને કારણે વેસ્ટ ઈન્ડિઝની વર્તમાન ટીમ પર દબાણ રહેશે? તેના જવાબમાં તેમણે કહ્યું કે તેમને એવું નથી લાગતું. તમે જાણો છો કે આ સંપૂર્ણપણે અલગ ટીમ છે. આ એક ફ્રેશ ગ્રુપ છે.  શું આ લોકો જાણે છે કે તેમની પાસેથી શું અપેક્ષાઓ છે? અમે બતાવ્યું છે કે અમે જીતી શકીએ છીએ. અમે બાંગ્લાદેશમાં જીત્યા. જો કે, અમે માત્ર ક્રિકેટ રમવા જઈ રહ્યા છીએ. અમે જાણીએ છીએ કે અમે રમી શકીએ છીએ.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મને લાગે છે કે જ્યારે આપણી પાસેથી વધારે પડતી અપેક્ષા રાખવામાં આવે છે ત્યારે આપણે મુશ્કેલીમાં પડી જતા હોઈએ છીએ. દરેક વ્યક્તિની પોતાની ભૂમિકા હોય છે અને આપણને બધાને આપણી ભૂમિકા મળી ચૂકી છે. હવે અમારે અમારી ક્ષમતા મુજબ રમવું પડશે અને પોતાને જીતવાની શ્રેષ્ઠ તક આપવાની છે. હોલ્ડરે આ વાત TV9ને આપેલા એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં કહી હતી.

નોંધનીય છે કે હોલ્ડરે તેના બે જન્મદિવસ બાયો બબલમાં વિતાવ્યા છે. ઓલરાઉન્ડર હોલ્ડરે કહ્યું કે આ રીતે પોતાના પરિવાર અને નજીકના લોકોથી દૂર રહેવું ખૂબ જ પડકારજનક છે. હવે તેમણે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી જીતવા માટે પોતાની જાતને તૈયાર કરી લીધી છે.

હોલ્ડરે કહ્યું, ‘હા, આ ખૂબ જ પડકારજનક હતું. મેં લગભગ એક વર્ષ બાયો બબલની અંદર વિતાવ્યું. આ ખરેખર ખૂબ જ મુશ્કેલ છે. શ્રીલંકા સામેની શ્રેણી બાદ હું મારા માટે થોડો સમય કાઢીશ. હવે ઘણો સમય વીતી ગયો છે. બારબાડોસમાં પોતાના મિત્રો અને પરીવારથી દુર રહેવું ખૂબ જ મુશ્કેલ હતું. પાછલી વખત જ્યારે હું બારબાડોસમાં ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ રમી રહ્યો હતો ત્યારે હું બાયો બબલમાં ફસાઈ ગયો હતો અને ઘરે પણ જઈ શક્યો ન હતો. મારા પોતાના દેશમાં હોવા છતાં, બાયો બબલમાં ફસાઈ રહેવું ખૂબ મુશ્કેલ હતું.’

તેમણે કહ્યું કે મર્યાદિત જગ્યામાં ફસાયેલા હોવા છતાં, મેદાનમાં સારું પ્રદર્શન કરવું અને માનસિક રીતે ફ્રેશ રહેવુ ખૂબ જ પડકારજનક છે. આશા છે કે આ બાયો બબલ ધીમે ધીમે સમાપ્ત થઈ જશે અને બધું પહેલાની જેમ સામાન્ય થઈ જશે.

આ દરમિયાન હોલ્ડરને પૂછવામાં આવ્યું કે શું વેસ્ટ ઈન્ડિઝ બોર્ડે ખેલાડીઓ માટે ફુલ ટાઈમ મેન્ટલ હેલ્થ ડોક્ટરની નિમણૂક કરી છે. તેનો સકારાત્મક જવાબ આપતાં તેમણે કહ્યું કે આવું ચોક્કસપણે થવું જોઈએ. હોલ્ડરે કહ્યું કે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમોએ પણ ખેલાડીઓના માનસિક સ્વાસ્થ્યની દેખરેખ માટે નિષ્ણાતોની નિમણૂક કરી છે. ઘણી ટીમો ફુલ ટાઈમ સ્પોર્ટ્સ સાઈકોલોજીસ્ટ્સની નિમણુક કરવાની તૈયારી કરી રહી છે.

હોલ્ડરે કહ્યું કે પાર્કમાં ચાલવા અથવા પરિચિત લોકો સાથે વાતચીત જેવી પ્રવૃત્તિઓ ઘણીવાર થાકેલા મનને શાંત કરવા માટે પૂરતી હોય છે, પરંતુ વિડિયો કૉલ પર પરિવાર સાથે વાત કરવાથી એવું કંઈ થતુ નથી.

“જ્યારે તમે જાણો છો કે તમને થોડા સમયની જરૂર છે, ત્યારે કોઈ બીજી વસ્તુથી તમારી મદદ થઈ શકતી નથી. તમારા મિત્રો, કુટુંબીજનો અને નજીકના લોકોને જોવા અને તેમને મળવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક હોટલમાં ફસાઈને રહી જવું એ બહુ મુશ્કેલ કામ છે. પરંતુ જેવુ કે મે પહેલા પણ કહ્યુ, આશા છે કે 2022 માં પરીસ્થીતી સામાન્ય થઈ જશે. તેમણે આશા વ્યક્ત કરી કે મોટાભાગની સરકારો આ કોશીશમાં લાગી છે.

‘હદથી વધારે ક્રિકેટ સારું નથી’

હાલમાં ક્રિકેટ ટૂર્નામેન્ટના વ્યસ્ત કાર્યક્રમને લઈને સમગ્ર વિશ્વમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવ સ્થિતિમાં હોલ્ડરને લાગ્યું કે ઘણા ખેલાડીઓ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) જેવી સ્થાનિક T20 લીગમાં વધુ પૈસા કમાવવાને બદલે ના પાડવાનું પસંદ કરે છે.

તેણે કહ્યું, ‘મને નથી લાગતું કે જ્યારે શેડ્યૂલની વાત આવે ત્યારે માનસિક સ્થિતિનું ધ્યાન રાખવામાં આવે છે. તમે જાણો છો કે અત્યારે ઘણું ક્રિકેટ રમાઈ રહ્યું છે. કોવિડ-19 લોકડાઉનને કારણે બે-ત્રણ મહિના સુધી આપણે ઘરોમાં કેદ રહ્યા, જેના કારણે આખું કેલેન્ડર બગડી ગયું, પરંતુ હદથી વધારે  ક્રિકેટ રમવું સારું નથી. એવી સ્થિતીમાં જ્યારે તમને આઈપીએલમાં રમવાનો મોકો મળે છે, જે અમારા જેવા લોકો માટે પૈસા કમાવવાનું સાધન છે ત્યારે ના પાડવી મુશ્કેલ બની જાય છે.’

તેણે કહ્યું કે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે 100 ટકા પ્રતિબદ્ધ છું અને મેં દરેક ફોર્મેટમાં શ્રેણી રમી છે. એવામાં જ્યારે મારી પાસે આઈપીએલ રમવાનો વિકલ્પ હોય, જ્યા તમે વધારે પૈૈસા કમાઈ શકો છો. તો આને ઠુકરાવવું ખૂબ મુશ્કેલ હોય છે. આવ સ્થિતિમાં મેનેજમેન્ટે નિષ્પક્ષ મૂલ્યાંકન કરવું જોઈએ.

‘T20 ક્રિકેટમાં ઓપનિંગની યોજના’

નોંધપાત્ર રીતે, 30 વર્ષીય જેસન હોલ્ડર ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ, T20માં ખૂબ જ ઘાતક ખેલાડી છે, તેઓ લાંબા લાંબા છગ્ગા ફટકારે છે. હોલ્ડરે સનરાઇઝર્સ હૈદરાબાદ અને બારબાડોસ રોયલ્સ માટે ઘણી વખત ‘ફિનિશર’ની ભૂમિકા નિભાવી છે, જેના કારણે તેમનું મહત્વ ઘણું વધી ગયું છે. ટી20માં તેમની બોલિંગમાં એક નવો આયામ જોવા મળ્યો. વિન્ડીઝનો આ પ્રતિભાશાળી ઓલરાઉન્ડર હવે T20 ક્રિકેટમાં ઓપનિંગ કરવા માંગે છે.

તેમણે કહ્યું, “મને લાગે છે કે T20માં મારી બોલિંગમાં ઘણો સુધારો થયો છે. હું વિવિધતા પર ખૂબ કામ કરી રહ્યો છું, જે T20 ક્રિકેટમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારી પાસે બોલિંગ કરવા માટે યોગ્ય બોલ હોઈ શકે છે, પરંતુ તમને સપોર્ટ મળતો નથી. બેટિંગની વાત કરીએ તો મને થોડા જ બોલ રમવાની તક મળે છે, પરંતુ હવે હું ઓપનિંગ કરવા માંગુ છું. મને લાગે છે કે ઓપનીંગ માટે મારી પાસે ઘણાં હથિયારો છે.

તેમણે કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટમાં દેખીતી રીતે તેમને સ્વિંગ બોલિંગની સારી જાણકારી છે. અને જો સ્પિનરો વહેલા આવે છે તો તેમની સામે ઉપયોગ કરવા લાયક કુશળતા પણ તેમની પાસે ઉપલબ્ધ છે. આવ સ્થિતિમાં ઓપનિંગ કરવું એ તેમના એજન્ડામાં ટોચ પર છે.

જણાવી દઈએ કે વર્ષની શરૂઆતમાં જ્યારે શ્રીલંકાએ વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કર્યો હતો, ત્યારે  શ્રીલંકન બેટ્સમેન ધનંજયને સ્લેજ કરવાનો હોલ્ડરનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. હોલ્ડરનું કહેવું છે કે આ ઘટનાએ તેમને શ્રીલંકાના બેટ્સમેનની નજીક લાવી દીધો.

હોલ્ડરે શ્રીલંકા સાથેની બે ટેસ્ટ મેચની સિરીઝની તૈયારી દરમિયાન કહ્યું હતું કે, શ્રીલંકાના લોકો ખરેખર સારા છે. એ ઘટના પછી હું અને ધનંજય ખૂબ નજીક આવી ગયા. હવે અમે એકબીજાને મેસેજ કરીએ છીએ અને અમે ઘણા સારા મિત્રો બની ગયા છીએ. મને લાગે છે કે મેદાન પર ક્રિકેટ રમવું મહત્વપૂર્ણ છે, પરંતુ મેદાનની બહાર તેમની સાથે હમેશાં મિત્રતા રાખવી જોઈએ.

હું તેને મારો મિત્ર માનું છું. તે મારા જેવો છે, જે ખુલ્લા દિલથી રમે છે. મેદાન પર તેની સાથે મુકાબલો કરવો ખૂબ મુશ્કેલ છે. તે તમને પડકાર આપે છે અને મુશ્કેલ પરિસ્થિતિઓને કેવી રીતે સામનો કરવો તે જાણે છે. તે એવા ખેલાડીઓમાંથી એક છે જેમનું હું ખરેખર સન્માન કરું છું.

‘ક્રિસ ગેલ અને ડ્વેન બ્રાવો લિજેન્ડ્સ’

હોલ્ડરે કહ્યું કે ક્રિસ ગેલ અને ડ્વેન બ્રાવોના T20માંથી નિવૃત્તિ બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં શૂન્યાવકાશ સર્જાશે. બ્રાવોની ક્વોલીટી દરેકની મદદ કરવાની છે અને તેમને શીખવવાની છે, જે તેને બીજા બધા કરતા અલગ બનાવે છે. હું ડીજે બ્રાવો સાથે શરૂઆત કરવા માંગુ છું કારણ કે તે ઉંમરમાં નાનો છે. મને લાગે છે કે તે આ રમતના મહાન દિગ્ગજોમાંનો એક છે. તેણે T20 ક્રિકેટમાં ઘણું સન્માન મેળવ્યું અને સફળતા પણ મેળવી.

વિશ્વભરમાં તે જે પણ ફ્રેન્ચાઈઝીઓ માટે રમ્યો તેનાથી કામયાબી હાંસલ કરી. તે એવા લોકોમાંથી એક છે જે હંમેશા બીજાને મદદ કરવાનો પ્રયાસ કરે છે. મને લાગે છે કે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને હું તેની પ્રશંસા કરું છું. રમત વિશે તેનું જ્ઞાન પણ ઘણું સારું છે. પોતાના અનુભવના આધારે તે અલગ-અલગ સ્થિતિમાં ક્રિકેટ રમી રહ્યો છે. હું તેમને અદ્ભુત કારકિર્દી માટે અભિનંદન આપવા માંગુ છું અને ભવિષ્ય માટે તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.

હોલ્ડરે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે ગેલનો અનુભવ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટની આગામી પેઢીના ખેલાડીઓને  તૈયાર કરવામાં ઘણો કામ આવશે. તેમણે કહ્યું કે તે ગેલનું ખૂબ સન્માન કરે છે. તેમની કારકિર્દીમાં ઘણું થયું. તેઓ ઘાયલ થયા. બોર્ડ અને કોચ સાથેના વિવાદને કારણે તેઓ ટીમની બહાર થઈ ગયા હતા, પરંતુ વેસ્ટ ઈન્ડિઝની ટીમ માટે બધું જ કર્યું. તેઓ ચોક્કસપણે લીજેન્ડ છે.

હોલ્ડરે ‘યુનિવર્સ બોસ’ની કારકિર્દી વિશે કહ્યું કે તેઓ વેસ્ટ ઈન્ડિઝ માટે નિર્વિવાદ રીતે સર્વશ્રેષ્ઠ ઓપનર છે. રમતના ત્રણેય ફોર્મેટમાં તેમના આંકડા તેમના વિશે બધું જ જણાવી દે છે. તેમના ચહેરા પર દરેક સમયે સ્મિત રહ્યું અને તેમણે T20 ક્રિકેટને નવી દિશા આપી. તે ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં કંઈપણ કરવા સક્ષમ છે, જેના કારણે હું તેનું સન્માન કરું છું.

હોલ્ડરે કહ્યું, “મેં ટેસ્ટ ક્રિકેટમાં ગેલની એકપણ ત્રેવડી સદી જોઈ નથી, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં બે ત્રેવડી સદી ફટકારવી તેમની ક્ષમતાને દર્શાવે છે. હું તેમને સલામ કરું છું. મને આશા છે કે તેમને મોનિટરિંગ અથવા કોચિંગ માટે રાખવામાં આવશે. મને લાગે છે કે ક્રિકેટ અને ક્રિકેટરોને તેની કુશળતાની જરૂર છે. અમે મેદાન પર ચોક્કસપણે ક્રિસ ગેલની ખોટ અનુભવીશું, તેની ક્ષમતાનો ઉપયોગ કરવો પણ ઘણો જ સારો રહેશે.

હોલ્ડરે કહ્યું કે જો શક્ય હોય તો ગેલને દર્શકોથી ખીચોખીંચ ભરેલા સ્ટેડિયમમાંથી વિદાય આપવી જોઈએ, કારણ કે ભગવાન પણ જાણે છે કે તે આ સન્માન માટે યોગ્ય છે. અમે તે ક્ષણની રાહ જોઈ રહ્યા છીએ. ભલે હું ટીમમાં ન રહું, પરંતુ હું તેમ છતા તે મેચ જોવા જઈશ.

જેસન હોલ્ડરની ઓલટાઈમ ટેસ્ટ ઈલેવન

ટેસ્ટ ક્રિકેટ જેસન હોલ્ડરનું મનપસંદ ફોર્મેટ છે. આવ સ્થિતિમાં વિશ્વના નંબર વન ઓલરાઉન્ડરે પણ પોતાની ઓલ ટાઈમ ટેસ્ટ ઈલેવન ટીમની પસંદગી કરી છે. હોલ્ડરે કહ્યું કે, થોડુ પક્ષપાતી હોવા માટે તેમને ખેદ છે. પરંતુ ઓપનિંગમાં વીરેન્દ્ર સેહવાગ સાથે ક્રિસ્ટોફર હેનરી ગેલ જ શ્રેષ્ઠ પાર્ટનર સાબિત થશે. આ એક શાનદાર મેચ હશે. હું રિકી પોન્ટિંગને ત્રીજા નંબરે રાખીશ તો ચોથા નંબરે બ્રાયન લારાને રહેશે. પાંચમા નંબરે વિવિયન રિચર્ડ્સ, છઠ્ઠા નંબરે સર ગારફિલ્ડ સોબર્સ અને સાતમા નંબરે એડમ ગિલક્રિસ્ટ હશે.

પોતાના મનપસંદ ખેલાડીઓની વાત કરીએ તો શેન વોર્ન આઠમા નંબરે, કર્ટલી ઈમરોઝ નંબર નવ પર, માલ્કમ માર્શલ 10મા નંબરે અને વસીમ અકરમ 11મા નંબરે હશે. તો આ રહી જેસન હોલ્ડરની ઓલટાઈમ ટેસ્ટ પ્લેઈંગ ઈલેવન: ક્રિસ ગેઈલ, વિરેન્દ્ર સેહવાગ, રિકી પોન્ટિંગ, બ્રાયન લારા, વિવ રિચર્ડ્સ, ગારફિલ્ડ સોબર્સ, એડમ ગિલક્રિસ્ટ, શેન વોર્ન, કર્ટલી એમ્બ્રોસ, માલ્કમ માર્શલ, વસીમ અકરમ.

ખાસ ઉલ્લેખ: ગ્લેન મેકગ્રા, કુમાર સંગાકારા, જેક કાલિસ, ડેલ સ્ટેન અને મુથૈયા મુરલીધરન.

આ પણ વાંચો :  Aryan Khan Case: આર્યન ખાનના જામીન ડિટેલ ઓર્ડર પર નવાબ મલિકનું ટ્વીટ, ‘વસૂલી કરવા માટે બનાવટી કેસ રચવામાં આવ્યો, તે સાબિત થઈ ગયું’

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">