World Cup 2019માં ફાઈનલથી પણ વધુ રોમાંચક બન્યું સેમિફાઈનઃ પાકિસ્તાન, ઈંગ્લેન્ડ સહિતની ટીમ માટે મોટી મુશ્કેલી

વર્લ્ડ કપ 2019માં સેમિફાઈનલની રેસ રોમાંચક બની ચૂકી છે. વર્લ્ડ કપમાં અત્યાર સુધી માત્ર ઓસ્ટ્રેલિયાની ટીમ જ સેમી ફાઈનલમાં ક્વોલિફાઈ કરી શકી છે. તો ભારતની ટીમ પણ સેમિફાઈનલથી દૂર નથી. કારણ કે ભારતને આગામી 3 મેચ પૈકી માત્ર એકમાં જ જીત મેળવવી જરૂરી છે. આગામી 3માંથી એક મેચમાં જીતની સાથે ભારત પણ સેમીફાઈનલમાં પ્રવેશ કરી […]

World Cup 2019માં ફાઈનલથી પણ વધુ રોમાંચક બન્યું સેમિફાઈનઃ પાકિસ્તાન, ઈંગ્લેન્ડ સહિતની ટીમ માટે મોટી મુશ્કેલી
Follow Us:
| Updated on: Jun 29, 2019 | 1:29 PM

વર્લ્ડ કપ 2019માં સેમિફાઈનલની રેસ રોમાંચક બની ચૂકી છે. વર્લ્ડ કપમાં અત્યાર સુધી માત્ર ઓસ્ટ્રેલિયાની ટીમ જ સેમી ફાઈનલમાં ક્વોલિફાઈ કરી શકી છે. તો ભારતની ટીમ પણ સેમિફાઈનલથી દૂર નથી. કારણ કે ભારતને આગામી 3 મેચ પૈકી માત્ર એકમાં જ જીત મેળવવી જરૂરી છે. આગામી 3માંથી એક મેચમાં જીતની સાથે ભારત પણ સેમીફાઈનલમાં પ્રવેશ કરી જશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

આ પણ વાંચોઃ ભારતીય ટીમના ખેલાડીઓની નવી ટી-શર્ટ સાથેની તસવીરો આવી સામે, જુઓ Photos

તો ઈંગ્લેન્ડની ધરતી પર રમાઈ રહેલા વર્લ્ડ કપ 2019માં સૌથી પ્રબળ દાવેદાર ખૂદ ઈંગ્લેન્ડની ટીમને જ માનવામાં આવે છે. પરંતુ 35 મેચ પૂરી થયા બાદ સ્થિતિ એવી છેકે ઈંગ્લેન્ડની ટીમ પર ટૂર્નામેન્ટમાંથી નોકઆઉટ થવાનો ખતરો ઉભો થયો છે. કારણ કે, ઈંગ્લેન્ડની ટીમને આગામી બંને મેચમાં જીત મેળવવી ફરજિયાત છે. જો ઈંગ્લેન્ડની ટીમ જીત મેળવવામાં નિષ્ફળ જશે તો તેને પાકિસ્તાન અને બાગ્લાદેશની હાર પર આધાર રાખવો પડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અફઘાનિસ્તાનની ટીમ બગાડી શકે છે પાકિસ્તાનનો ખેલ

વર્લ્ડ કપના મેજબાન ઈંગ્લેન્ડની જ ટીમ માટે સેમિફાઈનલ જગ્યા બનાવવી થોડું અઘરું બની ગયું છે. જો ઈંગ્લેન્ડની ટીમે સેમિફાઈનલમાં સ્થાન મેળવવું હશે તો આગામી બંને મેચમાં જીતવું જરૂરી છે. અથવા જો ઈંગ્લેન્ડ બેમાંથી એકમાં હાર મેળવે છે તો બાંગ્લાદેશ અને પાકિસ્તાનની ટીમ પર આધાર રાખવો પડશે. જો ઈંગ્લેન્ડ બેમાંથી એક મેચ જીતે છે તો તેને 10 પોઈન્ટ થઈ જશે. અને આવી સ્થિતિમાં બાંગ્લાદેશ કે પાકિસ્તાનમાંથી કોઈ એક ટીમ બંને મેચ જીતી જશે તો તેના પોઈન્ટસ ઈંગ્લેન્ડથી પણ વધી જશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આવી રીતે ઈંગ્લેન્ડને પોતાના આગામી બંને મેચમાં જીત મેળવવી જરૂરી છે. તો બીજી તરફ શ્રીલંકા પણ વધુ એક મુશ્કેલી ઈંગ્લેન્ડ માટે ઉભી કરી શકે છે. જો શ્રીલંકા પણ પોતાના આગામી બંને મેચમાં જીત મેળવે તો પછી ઈંગ્લેન્ડ અને શ્રીલંકાના પોઈન્ટસ એકસરખા થઈ જશે. જે પછી રનરેટ આધારીત નક્કી થશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">