Cricket: ટીમ ઇન્ડીયા સાથે ઇંગ્લેંડ પ્રવાસ ખેડવાની તક મળવા પાછળ શું છે રાઝ ! નગવાસવાલાએ કહ્યું આમ

ભારતીય ટીમનુ એલાન ગત શુક્વારે આઇસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (ICC World Test Championship) અને ઇંગ્લેંડ પ્રવાસ (England Tour) માટે કરવામાં આવતા તેમાં એક નામને જોઇને આશ્વર્ય સર્જાયુ હતુ.

Cricket: ટીમ ઇન્ડીયા સાથે ઇંગ્લેંડ પ્રવાસ ખેડવાની તક મળવા પાછળ શું છે રાઝ ! નગવાસવાલાએ કહ્યું આમ
Arzan_Nagwaswalla

ભારતીય ટીમનુ એલાન ગત શુક્વારે આઇસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (ICC World Test Championship) અને ઇંગ્લેંડ પ્રવાસ (England Tour) માટે કરવામાં આવતા તેમાં એક નામને જોઇને આશ્વર્ય સર્જાયુ હતુ. જે નામ ડાબોડી ઝડપી બોલર અર્જન નગવાસવાલા (Arzan Nagwaswalla) નુ હતુ. અર્જનને જોકે ટીમમાં સ્ટેન્ડ બાય તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

અર્જન વલસાડ જીલ્લાના નારગોલ ગામનો છે, જ્યાં તે પોતાની નામ ટીમમાં સામેલ હોવાનુ સાંભળતા જ આનંદ સાથે ચકિત રહી ગયો હતો. તેણે આ જાણકારી બાદ તેના માતા પિતાને ફોન કરીને આપી હતી. સાથે જ તે ખૂબ જ રોમાંચીત થઇ ગયો હતો હોવાનુ કહ્યુ હતુ.

23 વર્ષનો અર્જન દિલ્હી થી પરત વતન નારગોલ આવી ગયો હતો. દિલ્હી તે આઇપીએલ ની ટીમ મુંબઇ ઇન્ડીયન્સ સાથે બોલર્સ તરીકે જોડાયેલો હોઇ ટીમ સાથે હતો. તેણે કહ્યુ હતુ કે, હું થાકી ગયો હતો. અંતમાં તો હું એટલો થાકી ગયો હતો કે, મુશ્કેલી થી ઉઠી શકતો હતો અને વાત કરતો હતો. મને એક ના એક દિવસ મોકો મળશે, મને તેનો આત્મવિશ્વાસ હતો. પરંતુ તે ખૂબ જ આશ્વર્યજનક હતુ.

નાગવાસવાલા પારસી સમુદાયમાં થી ભારતીય ટીમમાં સામેલ થનારો 46 વર્ષ બાદ પ્રથમ પુરુષ ક્રિકેટર બન્યો છે. તેના પહેલા 1975 માં ફારુખ એન્જીનીયર હતા. તેણે કહ્યુ હતુ કે, પારસિયો દ્રારા ક્રિકેટ અને ભારત ના માટે રમનારા ક્રિકેટરોના યોગદાનના અંગે જાણકારી છે. જેમ મે રણજી ટ્રોફી રમવાની શરુઆત કરી, મને અહેસાસ થયો કે હું એકલો હતો. જે દિવસે મે રણજી ટ્રોફી રમી, મને ખ્યાલ આવ્યો કે, તે સમયે કોઇ પારસી રણજી માં રમી રહ્યો નહોતો.

નગવાસવાલાએ 2018માં વાનખેડેમાં રણજીટ્રોફીમાં એક મેચમાં 5 વિકેટ ઝડપી હતી. 2019-20 ની રણજી સિઝનમાં તેણે 41 વિકેટ ઝડપી હતી. જે દરમ્યાન તેની સરેરાશ 18.36 અને સ્ટ્રાઇક રેટ 39.4 નો રહ્યો હતો. જે દરમ્યાન ત્રણ વાર ઇનીંગમાં 5 વિકેટ ઝડપી હતી.

ડાબોડી હોવાનો ફાયદો મળ્યો અર્જન માને છે કે, ઝડપી બોલર હોવાની સાથે તે ડાબોડી હોવાનો ફાયદો મળ્યો છે, તેના કારણે જ તેને તક મળી છે. મારી પાછળની સિઝન પણ સારી રહી હતી. ઘરે પહોંચીને મે મારા માતા પિતાને કસી ને ગળે લગાવ્યા હતા. મારા મિત્રો જે દરવાજા પર મારી રાહ જોઇ રહ્યા હતા, તેઓએ મારા માટે કેક ઓર્ડર કરી હતી.

બોલ સ્વિંગ કરવા પ્રયાસ કરતો રહ્યો રણજી ટ્રોફીમાં ગુજરાત નુ પ્રતિનિધીત્વ કરનારો ઝડપી બોલર અર્જને 16 પ્રથમ શ્રેણીની મેચોમાં 62 વિકેટ ઝડપી છે. તે ઉપરાંત તેણે 2019-20 માં રણજી ટ્રોફી સિઝનમાં આઠ મેચોમાં 41 વિકેટ ઝડપી હતી. ગુજરાતના પૂર્વ કોચ વિજય પટેલ તેને સ્વિંગ બોલર કહેતા હતા. તેણે કહ્યુ હતુ કે, હું એક સ્વિંગ બોલર છુ, મારી ગતી 130-135 છે. જોકે હું સ્વિંગ કરવાનો પ્રયાસ કરુ છું.

ઝાહીર ખાન ને જોઇ અને તેના થી શિખ્યો ઘણું અર્જને કહ્યુ, ઝાહિર ખાનને જોતો હતો અન ત્યાં થી જ ઝડપી બોલીંગમાં રસ પડ્યો હતો. હું ડાબોડી છુ, તેનો ફાયદો મળ્યો છે. અમારા જીલ્લા અને રાજ્યમાં પણ અમારી પાસે ડાબોડી બોલર નથી. મુંબઇ ઇન્ડીયન્સમાં જ્યારે ઝાહીર ખાન પાસે થી શિખવા મળ્યુ ત્યારે મારુ સપનુ પણ સાચુ ઠરી રહ્યુ હતુ.

ઝાહિર ખાને કહ્યુ હતુ કે, જો તમે યોગ્ય ટ્રેનીંગ કરો છો, તો તમે તમારી બોલીંગમાં વઘારે લાભ જોશો. તેમણે મને સારી રીતે તાલીમ મેળવવા કહ્યુ હતુ. તેમણે મને કેટલીક ટેકનીક ની વાતો પણ કરી હતી.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati