AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ લેગ સ્પિનર શેન વોર્ન કોરોના સંક્રમિત, શેન વોર્ન ‘ધ હંડ્રેડ’ ની ટીમના હેડ કોચ છે

'ધ હંડ્રેડ' ટૂર્નામેન્ટની લંડન સ્પિરીટ ટીમના શેન વોર્ન (Shane Warne) હેડ કોચ છે. જેના કારણે વોર્ન હાલમાં લંડનમાં છે. જ્યાં તેઓને કોરોના સંક્રમણ જણાતા આઇસોલેશનમાં ખસેડવામાં આવ્યા છે.

Cricket: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ લેગ સ્પિનર શેન વોર્ન કોરોના સંક્રમિત, શેન વોર્ન 'ધ હંડ્રેડ' ની ટીમના હેડ કોચ છે
Shane Warne
| Updated on: Aug 02, 2021 | 10:45 AM
Share

મહાન લેગ સ્પિનર શેન વોર્ન (Shane Warne) લંડનમાં કોરોના સંક્રમિત હોવાનુ જણાયુ છે. શેનવોર્ન ઇંગ્લેન્ડમાં રમાઇ રહેલી ‘ધ હંડ્રેડ’ ટૂર્નામેન્ટ (The HundredTournament) ની ટીમ ‘લંડન સ્પિરીટ’ હેડ કોચ છે. શેન વોર્ન ને અસ્વસ્થતાની ફરીયાદ થઇ હતી. ત્યાર બાદ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ કોરોના પોઝિટિવ (Corona Positive) હોવાનુ જણાઇ આવ્યુ હતુ. હાલમાં તેમને આઇસોલેશન હેઠળ મોકલી આપવામાં આવ્યા છે. તેમની સાથે મેનેજમેન્ટન અન્ય એક સભ્ય પણ કોરોના સંક્રમિત હોવાનુ જણાઇ આવ્યુ છે.

ધ હંડ્રેડ ટૂર્નામેન્ટમાં કોરોના સંક્રમિત થનારા શેન વોર્ન બીજા હેડ કોચ છે. આ પહેલા ટ્રેન્ટ રોકેટ્સ ટીમના હેડ કોચ એન્ડી ફ્લાવર કોરોના સંક્રમિત જણાઇ આવ્યા હતા. આમ ધ હંડ્રેડ ટૂર્નામેન્ટ પર હવે કોરોનાનુ સંકટ ઘેરાવા લાગ્યુ છે. ધ લંડન સ્પિરીટ ટીમના હેડ કોચ તરીકેની જવાબદારી શેન વોર્નના સ્થાને ડેવિડ રિપ્લી સંભાળશે.

શેન વોર્નનો હજુ જોકે આરટી-પીસીઆર રીપોર્ટ આવવાની રાહ જોવાઇ રહી છે. શેન વોર્ને લોર્ડઝમાં સદર્ન બ્રેવ સામેની લંડન સ્પિરીટની મેચ પહેલા જ રવિવારે અસ્વસ્થતા અનુભવી હતી. જેને લઇને તેઓએ મેડીકલ ટીમની મદદ મેળવી હતી. આ દરમર્યાન તેમનો લેટરલ ફ્લો ટેસ્ટ પોઝિટિવ જણાઇ આવ્યો હતો. શેન વોર્ન હાલમાં 51 વર્ષની વય ધરાવે છે.

ટૂર્નામેન્ટમાં શેન વોર્ન જે ટીમના હેડ કોચ છે તે, ટીમ લંડન સ્પિરીટનુ પ્રદર્શન કંગાળ રહ્યુ છે. ટીમે રમેલી તેની ત્રણ મેચમાં થી 2 માં હાર મળી છે, જ્યારે એક મેચ અનિર્ણીત રહી સમાપ્ત થઇ ગઇ હતી. આમ ટીમ હજુ જીત મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે.

ઓસ્ટ્રેલિયાના મહાન લેગ સ્પિનરનો ક્રિકેટ જગતમાં સ્પિન વિભાગમાં તેમને દબદબો રહ્યો હતો. વોર્ને 1992 થી 2007 સુધીની સફર દરમ્યાન 145 ટેસ્ટ મેચ રમી હતી. આ દરમ્યાન તેમણે 708 વિકેટ ઝડપી હતી. જ્યારે 194 વન ડે મેચ 1993 થી 2005 દરમ્યાન રમી હતી. જેમાં તેમણે 293 વિકેટ ઝડપી હતી. 2007 માં તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ થી સંન્યાસ લઇ લીધો હતો. જોકે નિવૃતી બાદ આઇપીએલમાં 2008માં રાજસ્થાન રોયલ્સના કેપ્ટનની ભૂમિકા નિભાવી હતી. જેમાં રાજસ્થાનને સફળતા અપાવી હતી.

આ પણ વાંચોઃ Tokyo Olympics 2020 : ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ, ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી સેમિફાઈનલમાં કરી એન્ટ્રી

આ પણ વાંચોઃ PV Sindhu ની બોલીવૂડમાં બોલબાલા: અક્ષયથી લઈને સની દેઓલ સુધી સૌએ પાઠવ્યા અભિનંદન, વાંચો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">