Cricket: શિખર ધવન સહિતના આ બેટ્સમેનો ટેસ્ટ ટીમમાંથી બહાર થયા બાદ પરત ફરી શક્યા જ નથી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અનેક ખેલાડીઓને રમવાના સપનાઓ હોય છે, પરંતુ દરેક ખેલાડી તેમાં સફળ રહેતો હોતો નથી. ક્રિકેટરની અસલી પરીક્ષા પણ ટેસ્ટ ક્રિકેટ ફોર્મેટની ક્રિકેટમાં થતી હોય છે.

Cricket: શિખર ધવન સહિતના આ બેટ્સમેનો ટેસ્ટ ટીમમાંથી બહાર થયા બાદ પરત ફરી શક્યા જ નથી
shikhar-dhawan
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 12, 2021 | 8:54 PM

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અનેક ખેલાડીઓને રમવાના સપનાઓ હોય છે, પરંતુ દરેક ખેલાડી તેમાં સફળ રહેતો હોતો નથી. ક્રિકેટરની અસલી પરીક્ષા પણ ટેસ્ટ ક્રિકેટ ફોર્મેટની ક્રિકેટમાં થતી હોય છે. કેટલાક જેને પાર પાડવામાં સફળ રહેતા લાંબુ કરિયર બનાવી શકતા હોય છે તો કોઈ નિષ્ફળ રહેતા હોય છે. કેટલાંક ભારતીય ખેલાડીઓ (Indian players) આમ તો મોટુ નામ ધરાવતા હતા છતાં હાલમાં લાંબા સમયથી ટેસ્ટ ક્રિકેટમાંથી બહાર છે.

શિખર ધવન (Shikhar Dhawan) જેવા ધુંઆધાર ખેલાડી પણ ટેસ્ટ ટીમમાં સમાવેશ થવાની રાહ જોવામાં મહિના અને હવે વર્ષ પસાર થવા લાગ્યા છે. શિખર હાલમાં પણ ઈંગ્લેંડ પ્રવાસ માટેની ટીમમાં પણ પસંદ કરવામાં આવ્યો નથી.  આવા જ કેટલાક ક્રિકેટરો પર નજર કરી એ કે તેઓ ટેસ્ટ ક્રિકેટમાં પરત ફરવાની સંભાવનાઓ હવે નહિવત છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

મુરલી વિજય

આ બેટ્સમેને ડેબ્યુ કરવા બાદ અનેક વર્ષ સુધી દમદાર પ્રદર્શન કર્યુ. વર્ષ 2018ના ઓસ્ટ્રેલીયા પ્રવાસ સુધી તે ટીમની સાથે રહ્યો હતો. મુરલી વિજયે સમયે ખરાબ સમયથી પસાર થઈ રહ્યો હતો. તે બેટીંગમાં પણ ફ્લોપ રહ્યો હતો. ત્યારબાદ તેને ટીમની બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો હતો. 61 ટેસ્ટ મેચમાં તે 4 હજાર રન બનાવી ચુક્યો હતો. તેમજ 12 શતક પણ તેના નામે નોંધાયેલા છે. તેને બહાર કરવા બાદ હવે ફરીથી ટીમમાં સામેલ થઈ શક્યો નથી અને હવે તેની સંભાવનાઓ પણ નથી.

કરુણ નાયર

આ બેટ્સમેને જ્યારે ઇંગ્લેંડ સામે ચેન્નાઈમાં રમતા ત્રેવડી સદી ફટકારી હતી, ત્યારે એમ લાગતુ હતુ કે તે લાંબી રેસનો ઘોડો છે. પરંતુ એમ થઈ શક્યુ નહીં. તે 6 ટેસ્ટ મેચ બાદ જ ટીમની બહાર થઈ ગયો હતો. આ દરમ્યાન તેણે 374 રન બનાવ્યા હતા અને 303 રનનો તેનો સૌથી શ્રેષ્ઠ સ્કોર હતો. નાયર 29 વર્ષીય છે પરંતુ આમ છતાં એમ નથી લાગતુ કે હવે ફરીથી ટેસ્ટ ટીમનો હિસ્સો બની શકશે.

શિખર ધવન

કરિયરની પ્રથમ ટેસ્ટ મેચમાં શતક બનાવીને શિખર ધવને જબરદસ્ત શરુઆત કરી હતી. જોકે તે કેટલોક સમય ઓપનર તરીકે સારુ રમી રહ્યો હતો. પરંતુ 2018માં ઈંગ્લેંડ પ્રવાસ દરમ્યાન તેના ખરાબ ફોર્મને લઈને ટેસ્ટ ટીમથી બહાર રાખવામાં આવ્યો હતો. ટેસ્ટ કરિયરમાં 34 ટેસ્ટમાં તેણે 2315 રન બનાવ્યા છે, તેમજ 7 શતક લગાવ્યા છે. ધવનની ઉંમર હાલમાં 35 વર્ષ છે. જ્યારે ઓપનરનું સ્થાન પણ ટેસ્ટ ક્રિકેટમાં ખાલી નથી, આમ હવે ધવનને ફરી ટેસ્ટ ક્રિકેટમાં મોકો મળવો મુશ્કેલ છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">