પાકિસ્તાન એરફોર્સ સાથે લીધી ટ્રેનિંગ, આંખોએ તોડ્યું સપનું, હવે આ ક્રિકેટર ભારતને આપશે ટક્કર

ઝિમ્બાબ્વેના બેટ્સમેન સિકંદર રઝાનો (Sikandar Raza) જન્મ પાકિસ્તાનના સિયાલકોટમાં થયો હતો અને તેને એરફોર્સમાં ટ્રેનિંગ લીધી છે. આ ખેલાડી ટીમ ઈન્ડિયા માટે મોટો ખતરો છે.

પાકિસ્તાન એરફોર્સ સાથે લીધી ટ્રેનિંગ, આંખોએ તોડ્યું સપનું, હવે આ ક્રિકેટર ભારતને આપશે ટક્કર
Sikandar-RazaImage Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 5:58 PM

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) તેની આગામી સિરીઝ ઝિમ્બાબ્વે સામે રમવાની છે. હરારેમાં ટીમ ઈન્ડિયા ટ્રેનિંગ કરી રહી છે. 18 ઓગસ્ટે પહેલી વનડે મેચ છે. સ્વાભાવિક રીતે તો ટીમ ઈન્ડિયાનો દબદબો છે, પરંતુ બાંગ્લાદેશને વનડે અને ટી20 સિરીઝમાં હરાવ્યા બાદ ઝિમ્બાબ્વેમાં પણ ઉત્સાહ છે. સૌથી વધુ ઉત્સાહનું કારણ એ છે કે તેનો સિનિયર બેટ્સમેન સિકંદર રઝા (Sikandar Raza) શાનદાર ફોર્મમાં છે. આ જમણા હાથનો બેટ્સમેન ટીમ ઈન્ડિયાને ટક્કર આપવા માટે તૈયાર છે. સિકંદર રઝાએ કહ્યું કે તેને ટીમ ઈન્ડિયા સામે તૈયારીઓ કરી લીધી છે અને હવે તેને તેના પર અમલ કરવાનો છે. તમને જણાવી દઈએ કે સિકંદર રઝા પાકિસ્તાની મૂળના છે. તેનો જન્મ સિયાલકોટમાં થયો હતો પરંતુ પરિવાર ઝિમ્બાબ્વેમાં સ્થાયી થયો હતો અને તે આ દેશ માટે ક્રિકેટ રમ્યો. સિકંદર રઝા ક્રિકેટર બનવા માંગતા ન હતા. તેનું સપનું ફાઈટર પાઈલટ બનવાનું હતું. તે એરફોર્સમાં જોડાવા માંગતો હતો, પરંતુ આંખોના કારણે તે તેમ કરી શક્યો નહીં.

સિકંદર રઝાએ એરફોર્સ સાથે લીધી ટ્રેનિંગ

સિકંદર રઝાએ પાકિસ્તાની વાયુસેનામાં સાડા ત્રણ વર્ષ સુધી ટ્રેનિંગ લીધી હતી. પરંતુ ફાઈટર પાઈલટ બની શક્યો ન હતો કારણ કે તેની આંખોમાં તકલીફ હતી. સિકંદર રઝાએ જણાવ્યું કે વાયુસેના સાથે ટ્રેનિંગ કરીને તેને ઘણો ફાયદો થયો. સિકંદર રઝાએ કહ્યું, ‘મેં એરફોર્સમાં જેટલો સમય પસાર કર્યો તેનાથી મને માનસિક અને શારીરિક રીતે મજબૂત બનાવ્યો. એ સાડા ત્રણ વર્ષ મારા જીવનની સૌથી મહત્વપૂર્ણ પળો હતી.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

ભારતીય ખેલાડીઓ પર રઝાની નજર

સિકંદર રઝાએ કહ્યું કે તેને ભારતીય ખેલાડીઓ સામે રમવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ ખેલાડીએ કહ્યું કે તેને દરેક ખેલાડીના વીડિયો ફૂટેજ જોયા છે જે મુજબ તેને રણનીતિ તૈયાર કરી છે. ભારતીય ખેલાડીઓ માટે સૌથી મોટો ખતરો સિકંદર રઝા છે. આ જમણા હાથના બેટ્સમેને હાલમાં જ બાંગ્લાદેશ સામે સતત બે વનડેમાં સદી ફટકારી છે. બાંગ્લાદેશ સામે 5 ઓગસ્ટે રઝાએ અણનમ 135 રન બનાવીને ઝિમ્બાબ્વેને જીત અપાવી હતી. આ પછી રઝાએ અણનમ 117 રન બનાવી ઝિમ્બાબ્વે માટે વનડે સિરીઝ જીતી લીધી. હવે રઝા ભારતીય બોલરોના પરીક્ષા લેવાની તૈયારી કરી રહ્યો છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">