યુવરાજ સિંહનૌ સૌથી ઝડપી અર્ધશતકનો વિશ્વ વિક્રમ આજે પણ અતૂટ, T20 World Cup માં નોંધાવી હતી ફીફટી

ટી20 વિશ્વકપ 2021 (T20 World Cup 2021) માં શોએબ મલિક અને કેએલ રાહુલે (KL Rahul) આ કમાલ દર્શાવ્યો હતો. મલિક અને રાહુલ બંનેએ સ્કોટલેન્ડ સામે જ 18-18 બોલમાં અર્ધશતક નોંઘાવ્યા છે.

યુવરાજ સિંહનૌ સૌથી ઝડપી અર્ધશતકનો વિશ્વ વિક્રમ આજે પણ અતૂટ, T20 World Cup માં નોંધાવી હતી ફીફટી
Yuvraj Singh
TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Nov 08, 2021 | 5:55 PM

ICC T20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) માં સ્કોટલેન્ડ સામે પાકિસ્તાનના શોએબ મલિકે (Shoaib Malik) ઝડપી અર્ધ શતક નોંધાવ્યુ હતુ. તેણે 18 બોલમાં 54 રન બનાવીને ફરીથી પોતાનું કૌશલ્ય દર્શાવીને પાકિસ્તાનને 72 રને જીત અપાવી હતી. તેનુ આ અર્ધશતક ટી20 વિશ્વકપમાંમાં ત્રીજુ ઝડપી અર્ધશતક હતુ. ટી20 ક્રિકેટમાં સૌથી ઝડપી અર્ધશતક નોંધાવવાનો વિશ્વવિક્રમ યુવરાજ સિંહ (Yuvraj Singh) ના નામે છે. તેણે 2007 ના વિશ્વકપ દરમ્યાન આ કમાલ કર્યો હતો.

યુવરાજ સિંહ તોફાની બેટીંગ કરવા માટે વિશ્વભરમાં જાણીતો હતો. તે છ બોલમાં છ છગ્ગા ફટકારવાને લઇને વિશ્વભરના ક્રિકેટ ચાહકોનુ દીલ જીતી લીધુ હતુ. ઇંગ્લેન્ડ સામે વર્ષ 2007 ના વિશ્વકપ દરમ્યાન યુવરાજે 12 બોલમાં જ અર્ધશતક નોંધાવ્યુ હતુ. જે અત્યાર સુધીમાં સૌથી ઝડપી ફીફટી નોંધાયેલી છે.

12 બોલમાં યુવરાજની ફીફટી બાદ બીજા ક્રમે ઓસ્ટ્રેલિયાના મિર્ઝા અહેસાને 2019માં નોંધાવી હતી. ન્યુઝીલેન્ડના સી મુનરોએ 2016માં ઓકલેન્ડના મેદાનમાં 14 બોલમાં અર્ધશતક નોંધાવ્યુ હતુ. જે તેણે શ્રીલંકા સામે નોંધાવ્યુ હતુ. રોમાનિયાના આર સાધીસન પણ 14 બોલમાં અર્ધશતક નોંધાવી ચુક્યો છે. સાઉદી અરેબિયાનો ફૈઝલ ખાન પણ 2019માં કુવૈત સામે 15 બોલમાં જ અર્ધશતક નોંધાવી ચુક્યો છે.

T20 વિશ્વકપમાં સૌથી ઝડપી અર્ધશતક

ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ પ્રથમ સ્થાને છે તો, એસ માયબર્ગ 17 બોલ સાથે બીજા સ્થાને છે. જ્યારે 18 બોલમાં ત્રણ બેટ્સમેનો ટી20 વિશ્વકપ દરમ્યાન અર્ધશતક નોંધાવી ચુક્યા છે. જેમાં વર્તમાન ટી20 વિશ્વકપમાં શોએબ મલિક અને કેએલ રાહુલે આ કમાલ દર્શાવ્યો હતો. મલિક અને રાહુલ બંનેએ સ્કોટલેન્ડ સામે જ 18-18 બોલમાં અર્ધશતક નોંઘાવ્યા છે. જ્યારે 2014 માં ગ્લેન મેક્સવેલે પાકિસ્તાન સામે અર્ધશતક નોંધાવ્યુ હતુ.

જ્યારે 20 બોલ માં અર્ધશતક નોંધાવવાનુ પરાક્રમ બે ખેલાડીઓ કરી ચુક્યા છે. જેમાં અશરાફુલ અને યુવરાજ સિંહનુ નામ નોંધાયેલુ છે. 2007માં જ ઓસ્ટ્રેલિયા સામે યુવરાજે બેટ ખોલીને ધમાકેદાર ઇનીંગ રમી હતી. એ જ વર્ષના વિશ્વકપમાં અશરાફુલે પણ વેસ્ટઇન્ડીઝ સામે 20 બોલમાં અર્ધશતક નોંધાવ્યુ હતુ.

આ પણ વાંચોઃ Padma Awards: આ ખેલાડીઓને રાષ્ટ્રપતિએ કર્યા સન્માનિત, પીવી સિંધુને પદ્મ ભૂષણ અને મેરીકોમને પજ્ઞ વિભૂષણ એવોર્ડ અપાયો

આ પણ વાંચોઃ T20 World Cup: ભારતીય ટીમના કંગાળ પ્રદર્શન નુ ‘ઠીકરુ’ હવે IPL પર ફોડાયુ, કોચ બોલ્યા થોડો બ્રેક મળ્યો હોત તો થયો હોત ફાયદો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati