WTC Final: વિરાટ કોહલીએ બતાવી કેવી હશે રણનીતિ, વિશ્વકપ 2011 અને સાઉથમ્પ્ટનના વાતાવરણને લઈને કરી વાત

શુક્રવારથી ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ફાઈનલ મેચ રમાનાર છે. જેમાં ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) બંને આમને સામને થશે.

  • Updated On - 10:36 am, Fri, 18 June 21 Edited By: Pinak Shukla
WTC Final: વિરાટ કોહલીએ બતાવી કેવી હશે રણનીતિ, વિશ્વકપ 2011 અને સાઉથમ્પ્ટનના વાતાવરણને લઈને કરી વાત
Virat Kohli

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ ફાઈનલ પહેલા કહ્યું ટીમ અન્ય મેચોની માફક જ આ મેચમાં રમશે. જેમ તેણે પાછળના કેટલાક વર્ષ દરમ્યાન રમત રમી છે, જેના દ્વારા અહીં સુધી પહોંચી શકાયુ છે. શુક્રવારથી ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ફાઈનલ મેચ રમાનાર છે. જેમાં ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) બંને આમને સામને થશે.

 

ભારતીય ટીમ (Team India)ના કેપ્ટન કોહલીએ કહ્યું હતુ કે આ મેચ માટે જે રણનીતી તૈયાર કરી છે, તેની પર જ ટકી રહેશે. સાઉથમ્ટનમાં વાતાવરણમાં આવી રહેલા પરિવર્તનને લઈને કોઈ જ મોટો ફેરબદલ નહીં કરવામાં આવે. ટેસ્ટ ક્રિકેટના સૌથી મોટા જંગના આગળના દિવસે ભારતીય કેપ્ટને પ્રેસ મીડિયાને કેટલાક સવાલોના જવાબ કર્યા હતા. કોહલી કહ્યું હતુ કે ન્યુઝીલેન્ડના કેપ્ટન અને ટીમની સાથે વિતેલા કેટલાક વર્ષોમાં સંબંધ સારા રહ્યા છે. મેદાન બહાર પણ સંબંધ અને વાતચીત સારી છે.

 

સાઉથમ્પ્ટનમાં કેટલાક દિવસોથી વધેલા ગરમીના પ્રમાણને લઈને અનુમાન હતુ કે ફાઈનલ મેચ દરમ્યાન પણ સ્થિતી આમ રહેશે. જેના આધાર પર જ ટીમ દ્વારા પોતાની રણનિતી બનાવી છે. જોકે સાઉથમ્પ્ટનમાં આગામી પાંચ દિવસ દરમ્યાન વરસાદ વરસવાનું અનુમાન છે. એવામાં ટીમ ઈન્ડીયામાં કે રણનિતીમાં કોઈ બદલાવ કરવામાં આવશે કે કેમ તેનો પણ જવાબ આપતા કહ્યું હતું કે ટીમનું ફોકસ વાતાવરણના બદલે પોતાની રણનિતી પર છે.

 

કોહલી કહ્યું, અમે એ વાતને લઈને પરેશાન નથી કે વાતાવરણ કેવુ રહેશે. ના અમે એ હિસાબથી અમારી ટીમમાં કોઈ મોટો ફેરબદલ કરીએ છીએ. અમારુ ફોકસ માત્ર એ વાત પર છે, તમામ પાસોઓને કવર કરીએ. અમે અમારી પ્લેઈંગ ઈલેવનમાં કોઈ પરિવર્તન તેના આધારે કરનાર નથી.

 

અન્ય ટેસ્ટ મેચની માફક

ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ ટેસ્ટ ચેમ્પિયનશીપની પ્રથમ ફાઈનલ મેચને જોતા ક્રિકેટ જગતમાં ખૂબ ઉત્સુકતા વર્તાઈ રહી છે. જોકે ભારતીય કેપ્ટને કહ્યું કે તેમના માટે આ કોઈ પણ અન્ય મેચના સ્વરુપે જ છે. કોહલીએ કહ્યું મારા માટે આ અન્ય ટેસ્ટ મેચ સમાન છે. તે બાબતો બહાર રહીને ખૂબ સરસ લાગે છે. એક મેચના કારણે એમ વિચારવુ સારુ લાગે છે. કરો યા મરો જેવુ છે. જોકે અમારા માટે એક ટીમના રુપમાં આ એક મેચ છે. અમે ઉત્કૃષ્ટતા તરફ અમારા પ્રયાસ જારી રાખીએ છીએ. સાથે અમે જાણીએ છીએ કે અમારે શું કરવાનુ છે.

 

2011 વિશ્વકપ અને WTC ફાઈનલમાં ફર્ક

કોહલી 2011 વિશ્વકપ જીતવાવાળી ભારતીય ટીમનો સદસ્ય હતો. તે સમયે તે ટીમમાં નવો હતો. હવે તે ટેસ્ટ ફોર્મેટની પ્રથમ ફાઈનલ મેચમાં કેપ્ટન સ્વરુપે ઉતરી રહ્યો છે. શું બંનેમાં કોઈ સમાનતા કે ફર્ક છે? આ સવાલ ના જવાબમાં તેણે કહ્યું 2011 વિશ્વ કપ જીતવો અમારા માટે એક મોટી ઉપલબ્ધી હતી. જોકે ક્રિકેટ આગળ વધે છે, જેમ જીવન આગળ વધે છે. આને પણ અન્ય પ્રસંગોની માફક જ લેવુ જોઈએ. અમારુ માઈન્ડ સેટ એવુ જ છે. અમારા માટે બોલ અને બેટની ટક્કર છે.

 

ભારતીય કેપ્ટનેએ પણ સ્પષ્ટ કરી દીધુ કે તે ઈંગ્લેંડમાં ફક્ત એક ટેસ્ટમાં જ સફળતા હાંસલ કરવા માટે નથી આવ્યા. પરંતુ તમામ 6 ટેસ્ટને ધ્યાને રાખીને આવ્યા છીએ. જેની પ્રથમ ટેસ્ટ મેચ શુક્રવારે રમાનારી છે. ભારતે ફાઈનલ બાદ ઓગસ્ટ માસની શરુઆતથી ઈંગ્લેંડ સામે 5 ટેસ્ટ મેચ રમવાની છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati