WTC Final: મેદાનમાં વિરાટ કોહલી ઠંડીથી થરથરવા લાગ્યો, કોહલીને જોઇ રોહિત શર્માએ આપ્યું મજેદાર રિએકશન

સાઉથમ્પટન (Southampton) માં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (WTC Final) મેચ રમાઇ રહી છે. ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે રમાઇ રહેલી ફાઇનલ મેચ હવામાનની અડચણો વચ્ચે રમાઇ રહી છે.

WTC Final: મેદાનમાં વિરાટ કોહલી ઠંડીથી થરથરવા લાગ્યો, કોહલીને જોઇ રોહિત શર્માએ આપ્યું મજેદાર રિએકશન
Virat Kohli-Rohit Sharma
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2021 | 9:28 PM

સાઉથમ્પટન (Southampton) માં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (WTC Final) મેચ રમાઇ રહી છે. ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે રમાઇ રહેલી ફાઇનલ મેચ હવામાનની અડચણો વચ્ચે રમાઇ રહી છે. જોકે આમ તો હાલના દિવસો ઇંગ્લેન્ડ (England) માં ગરમીઓના છે. પરંતુ ઉનાળાના દિવસો અહીં ભારતના પ્રમાણમાં વધારે ઠંડા રહેતા હોય છે.

22 જૂને સાઉથમ્પટનમાં 15 ડીગ્રી આસપાસનું વાતાવરણ હતું, એટલે કે ઠંડીનું પ્રમાણ હતું. વિરાટ કોહલી (Virat Kohli) નો ઠંડીનો અહેસાસ કરતો એક વિડીયો સામે આવ્યો છે. જે વાયરલ થવા લાગ્યો છે.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

મેદાનમાં ખેલાડીઓ અનેક વાર ખિસ્સામાં હાથ નાંખેલા જોવા મળતા હતા. કારણ કે મેદાનમાં ઠંડક લાગી રહી છે. ખેલાડીઓએ ગરમ સ્વેટર પણ ધારણ કર્યુ છે. આમ છતાં પણ ઠંડીની અસર ખેલાડીઓ પર જોવા મળી રહી છે. આ દરમ્યાન વિરાટ કોહલી અને અને રોહિત શર્મા (Rohit Sharma) નો એક વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

જેમાં વિરાટ કોહલી ઠંડીને લઇને થરથરતો જોવા મળી રહ્યો હતો. જેને જોઇને રોહિત શર્મા પણ મજેદાર રિએકશન આપી રહ્યો છે. રોહિત શર્માનુ રિએકશન એકદમ ફની છે.

ઠંડીની અડચણ ફિલ્ડીંગ પર નહી

વાયરલ થવા લાગેલ વિડીયો ફાઇનલ મેચના પાંચમાં દિવસનો છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને સ્લિપમાં ફિલ્ડીંગ કરી રહ્યા હતા. આ દરમ્યાન કોહલી લગભગ ભારતીય ડ્રેસિંગ રુમ તરફ જોઇ રહ્યો છે. ત્યારબાદ તે ઠંડીને લઇને પોતાના હાથની હથેળીઓ ઘસવા લાગે છે. અને બોડીને ગરમ કરવા માટે હળવી ઉછળ કૂદ કરે છે. બાજુમાં જ ઉભેલો રોહિત શર્મા પહેલા તો, કોહલીને જોતો રહે છે. ત્યારબાદ ઇશારો કરતા ફની રિએકશન કરે છે. જાણે કે કહી ના રહ્યો હોય કે શુ માણસ છે!! જોકે કોહલીનુ ધ્યાન તેની તરફ જતુ નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">