WTC Final: ન્યુઝીલેન્ડ અને ટીમ ઇન્ડીયા વચ્ચે આજે કશ્મકશ રમતનો દિવસ, આજે રિઝર્વ ડેની રમત પર નજર

આઇસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની ફાઇનલ મેચનુ પરિણામ આવે તે માટે, આજે રિઝર્વ ડે (Reserve Day) ના રોજ રમત રમાશે. મેચના છઠ્ઠા દિવસે, ભારતના બીજા દાવ માટે વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારા મેદાનમાં ઉતરશે.

WTC Final: ન્યુઝીલેન્ડ અને ટીમ ઇન્ડીયા વચ્ચે આજે કશ્મકશ રમતનો દિવસ, આજે રિઝર્વ ડેની રમત પર નજર
Southampton Ground
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2021 | 2:42 PM

આઇસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની ફાઇનલ મેચ માં આજે રિઝર્વ ડે (Reserve Day) ની રમત રમાનારી છે. ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે સાઉથમ્પટન (Southampton) ના ધ એજીસ બાઉલ સ્ટેડીયમમાં મેચ રમાઇ રહી છે. પાંચમાં દિવસની રમત અંતે ભારતીય ટીમે (Team India) 2 વિકેટ ગુમાવીને 64 રન કર્યા છે. હવે આજે મંગળવારે રિઝર્વ ડે મેચનુ પરિણામ નક્કિ કરશે. ICC એ રમતમાં સમયના નુકશાનને ની સ્થિતીને ધ્યાને રાખી અગાઉ થી જ 23 જૂનને રિઝર્વ ડેનો વિકલ્પ રાખ્યો હતો. ભારતીય ટીમ 32 રનની લીડ સાથે આજે રમતની શરુઆત કરશે.

આ પહેલા ન્યુઝીલેન્ડની ટીમ 249 રન પર ઓલઆઉટ થઇ હતી. ભારતીય ઝડપી બોલર મહંમદ શામીએ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે ન્યુઝીલેન્ડ તરફ થી ડેવોન કોન્વે એ સૌથી વધારે 54 રનની ઇનીંગ રમી હતી. કોન્વે ઉપરાંત કેપ્ટન કેન વિલિયમસને (Kane Williamson) 49 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ એ પ્રથમ ઇનીંગના આધાર પર 32 રનની લીડ મેળવી હતી.

ભારતીય ટીમે ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા 217 રનની ઇનીંગ રમી હતી. ઇન્ડીયન ટેસ્ટ ક્રિકેટના વાઇસ કેપ્ટન અજીંકય રહાણેએ 49 રન કર્યા હતા. જ્યારે કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ 44 રન કર્યા હતા. પાંચ દિવસની રમત દરમ્યાન વરસાદે મેચને ખૂબ પ્રભાવિત કરી હતી. પ્રથમ અને ચોથા દિવસે એક પણ બોલની રમત રમી શકાઇ નહોતી. જ્યારે બીજા અને ત્રીજા દિવસે પૂર્ણ ઓવરની રમત રમી શકાઇ નહોતી. આમ હવે મેચ રિઝર્વ ડે સુધી પહોંચી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રિઝર્વ ડેના દિવસે ભારતીય ટીમ 2 વિકેટે 64 રનના સ્કોર થી રમતની શરુઆત કરશે. પાંચમાં દિવસના અંતે વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ક્રિઝ પર હતાં. બંને આજે મેચને આગળ વધારશે. બંને પાસે આજે પરિણામ લક્ષી રમતની આશા વર્તાઇ રહી છે. બંનેની રમત મેચની દિશા નક્કી કરશે.

મેચ ડ્રો રહેવાની સ્થિતીમાં બંને ટીમો સંયુક્ત વિજેતા

મેચના છઠ્ઠા દિવસ પર પરિણામ આવવાની આશા રાખવામાં આવી રહી છે. જોકે છઠ્ઠા દિવસની રમત મેચ ડ્રોમાં પહોંચે છે કે, ટેસ્ટ ચેમ્પિયન મળે છે તે જોવાનુ રહેશે. મેચ ડ્રો થવાની સ્થિતીમાં બંને ટીમોને સંયુક્ત વિજેતા ઘોષીત કરવામાં આવશે.

આજે હવામાન સારુ રહેવાની આશા

આજે હવામાન સારુ રહેવાની અનુમાન કરવામાં આવ્યુ છે. આજના દિવસે 98 ઓવર સુધીની મેચ રમી શકાશે, તેવી આશા છે. આજે હળવા વરસાદની આગાહી દરમ્યાન પણ વાતાવરણ ખુલ્લુ રહેશે એમ વેધર રિપોર્ટમાં અનુમાન દર્શાવાયુ છે.

બે વર્ષ અગાઉ ન્ચુઝીલેન્ડ સામે રિઝર્વ ડેમાં મેચ ગુમાવી હતી

ન્યુઝીલેન્ડ ની ટીમ બે વર્ષ પહેલા રિઝર્વ ડે પર ભારતને હરાવી ચુકી છે. વન ડે વિશ્વકપ 2019ની સેમીફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઇ હતી. જેમાં વરસાદે ખલેલ પહોંચાડ્યો હતો. જેને લઇને સેમીફાઇનલ મેચ બીજા દિવસે પુરી થઇ શકી હતી. જેમાં ભારતીય ટીમે હાર મેળવી હતી. માંચેસ્ટરમાં રમાયેલી મેચમાં પ્રથમ ઇનીંગમાં 239 રન ન્યુઝીલેન્ડ એ બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 221 રનમાં ઓલઆઉટ થઇ જતા, 18 રને હાર મળી હતી.

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">