WTC Final: ઈંગ્લેન્ડમાં આ ભારતીય ક્રિકેટરને નવા સ્વરુપમાં જોવા મળવાને લઈ સુનિલ ગાવાસ્કરે આવકાર્યો

ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસ પર પહોંચ્યાને ત્રીજો દિવસ છે. સાઉથમ્પ્ટનમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship)ની ફાઈનલ મેચ 18 જૂનથી રમાનારી છે. જેમાં ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand)ની ટીમો આમને સામને થશે.

WTC Final: ઈંગ્લેન્ડમાં આ ભારતીય ક્રિકેટરને નવા સ્વરુપમાં જોવા મળવાને લઈ સુનિલ ગાવાસ્કરે આવકાર્યો
Sunil Gavaskar-Dinesh Karthik
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 05, 2021 | 9:05 PM

ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસ પર પહોંચ્યાને ત્રીજો દિવસ છે. સાઉથમ્પ્ટનમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship)ની ફાઈનલ મેચ 18 જૂનથી રમાનારી છે. જેમાં ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand)ની ટીમો આમને સામને થશે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

ફાઈનલ મેચમાં એક મહત્વનું કાર્ય એક ભારતીય ક્રિકેટર સંભાળશે. એટલે કે ફાઈનલ મેચ દરમ્યાન દર્શકોને એક નવો અવાજ કોમેન્ટ્રી દરમ્યાન સાંભળવા મળશે. જે દિનેશ કાર્તિક (Dinesh Karthik)ના સ્વરુપમાં હશે. સુનિલ ગાવસ્કરે (Sunil Gavaskar) પણ તેને આવકારતા ગુડ લક કહ્યુ છે.

ક્રિકેટ કોમેન્ટ્રીમાં સુનિલ ગાવાસ્કરની છટાં દર્શકોને ખૂબ પસંદ છે, પરંતુ તેમની સાથે હવે દિનેશ કાર્તિક પણ જોડાશે. 36 વર્ષીય દિનેશ કાર્તિક વિશ્વ ટેસ્ટ ચેમ્પ્યિનશીપ ફાઈનલ મેચથી કોમેન્ટ્રીમાં પોતાનું ડેબ્યૂ કરશે. સુનિલ ગાવાસ્કર સાથે તે કોમેન્ટ્રીમાં જોડાનારો છે. ગાવાસ્કરે શુભેચ્છા પાઠવતા બંનેની એક તસ્વીર શેર કરી હતી.

તેમણે તસ્વીર સાથે લખ્યુ છે કે જ્યારે હું ભારતીય ક્રિકેટ ટીમનો કન્સલટન્ટ હતો, ત્યારે તેણે ડેબ્યૂ કર્યુ હતુ. હવે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ દ્વારા કોમેન્ટ્રીમાં ડેબ્યૂ કરશે. મને ભરોસો છે કે, તે અહીં પણ કમાલ કરશે. ગુડ લક દિનેશ કાર્તિક. જેના પર વિકેટકીપર બેટ્સમેન કાર્તિકે વળતો જવાબ કર્યો હતો. તેમણે ગાવાસ્કરનો આભાર માન્યો હતો.

કાર્તિક અને ગાવાસ્કર ઉપરાંત ન્યુઝીલેન્ડ તરફથી સાઈમન ડૂલ કોમેન્ટ્રી બોક્સમાં સામેલ હશે. આ ઉપરાંત ઈંગ્લેંડના માઈક આથર્ટન અને નાસિર હુસેન ન્યુટ્રલ કોમેન્ટેટરના રુપમાં સામેલ થશે. જોકે હજુ સુધી એ વાતની સ્પષ્ટતા થઈ નથી કે કાર્તિક ભારત અને ઈંગ્લેંડ વચ્ચેની ટેસ્ટ સિરીઝ દરમ્યાન કોમેન્ટ્રી કરશે કે નહીં. જો તે ઈંગ્લેંડ સામેની ટેસ્ટ શ્રેણીમાં કોમેન્ટ્રી ટીમનો હિસ્સો રહેશે, શ્રીલંકા પ્રવાસથી દુર રહી શકે છે. એટલે કે ટીમ ઈન્ડીયાના શ્રીલંકા પ્રવાસે જનારી ટીમમાં તે સામેલ થઈ શકશે નહીં.

કાર્તિકના શ્રીલંકા પ્રવાસને લઈ અવઢવ

ભારતીય ટીમ (Team India) ઈંગ્લેંડમાં હોવાને લઈને શ્રીલંકા પ્રવાસે મર્યાદીત ફોર્મેટની અન્ય ટીમ શ્રીલંકા પ્રવાસ ખેડશે. જેને લઈ હવે દિનેશ કાર્તિક શ્રીલંકા પ્રવાસ માટે જશે કે કેમ તે પણ સવાલ થવા લાગ્યા છે. જો કાર્તિક ઈંગ્લેંડ સામેની ટેસ્ટ શ્રેણીમાં કોમેન્ટરી આપવા માટે રોકાણ કરશે તો સ્વાભાવિક તે શ્રીલંકા પ્રવાસથી દુર રહી શકે છે. જોકે તેના કોમેન્ટ્રી અંગેના આગળના કાર્યક્રમ અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.

આ પણ વાંચો: બેટીંગ કોચે કહ્યું Rohit Sharmaનું ટેસ્ટ ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન આવવાનું હજુ બાકી

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">