WTC Final: ઋષભ પંતે લગાવ્યો દમદાર છગ્ગો, ભારતીય ટીમની પ્રેકટીસ મેચનો BCCIએ શેર કર્યો શાનદાર વિડીયો

ભારતીય ટીમ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC Final) ટ્રોફી પોતાના હાથોમાં જોવા માટે ઉત્સુક છે. આ માટે ભારતીય ટીમ (Team India) ઇન્ટ્રા સ્કવોડ મેચ રમીને તૈયારીઓ કરી રહ્યુ છે. મેચમાં ઋષભ પંતે (Rishabh Pant) પ્રેકટીસ મેચમાં શાનદાર છગ્ગો લગાવ્યો હતો.

WTC Final: ઋષભ પંતે લગાવ્યો દમદાર છગ્ગો, ભારતીય ટીમની પ્રેકટીસ મેચનો BCCIએ શેર કર્યો શાનદાર વિડીયો
Indian team practice match
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 12, 2021 | 7:57 PM

ભારત અને ન્યુઝીલેન્ડ (India and New Zealand) વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચ રમાનારી છે. ભારતીય ટીમ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC Final) ટ્રોફી પોતાના હાથોમાં જોવા માટે ઉત્સુક છે. આ માટે ભારતીય ટીમ (Team India) ઇન્ટ્રા સ્કવોડ મેચ રમીને તૈયારીઓ કરી રહ્યું છે. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ ઇંગ્લેંડમાં જ ઇંગ્લેંડની સામે બીજી ટેસ્ટ મેચ રમી રહ્યું છે. મેચમાં ઋષભ પંતે (Rishabh Pant) પ્રેકટીસ મેચમાં શાનદાર છગ્ગો લગાવ્યો હતો. BCCI એ અભ્યાસ મેચનો વીડિયો શેર કર્યો હતો.

આગામી 18 જૂનથી સાઉથમ્પ્ટનમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચ રમાનારી છે. ભારત અને ન્યુઝીલેન્ડ બને ટીમો વિશ્વની ટોચની બે ટીમો છે. બંને વચ્ચેનોં જંગ શાનદાર જામશે. આ માટે ભારતીય ટીમ હાલ સાઉથમ્પ્ટનમાં ખૂબ પ્રેકટીસ કરી રહી છે. નેટ પ્રેકટીસ કરી રહેલે ટીમ ઇન્ડીયાએ, ઇન્ટ્રા સ્ક્વોડ મેચ રમી છે. જે મેચમાં અગાઉની માફક જ પંત ફોર્મમાં નજર આવી રહ્યો હતો. જે વિડીયોમાં જોઇ શકાય છે.

આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ

BCCIએ શેર કરેલા વિડીયોમાં કેપ્ટન વિરાટ કોહલી, શુભમન ગીલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, અજીંક્ય રહાણે બેટીંગ કરતો જોવા મળી રહ્યાં છે. તો વળી બીજી તરફ બોલીંગમાં જસપ્રિત બુમરાહ, મહંમદ શામી, મંદમદ સિરાજ, ઇશાંત શ્મા અને આર અશ્વિન નજર આવી રહ્યાં છે. ઋષભ પંતના સિક્સર વાળુ દૃશ્ય વિડીયોના અંતમાં મુકવામાં આવ્યો છે. જેમાં તે સિક્સર ફટકારી, બેટને હવામાં ઉઠાવીને અભિવાદન કરે છે.

વર્ષ 2021ની શરુઆતથી જ ઋષભ પંતને જાણે નસીબનું પાંદડું બદલાયું છે. તેની કિપીંગ અને બેટીંગ માટે ખૂબ ભૂલો શોધવામાં આવતી હતી. જોકે પંતે ઓસ્ટ્રેલીયા પ્રવાસમાં પોતાના પ્રદર્શન વડે ટીકાકારોની બોલતી બંધ કરી દીધી હતી. ત્યારબાદ તે ઇંગ્લેંડ સામે પણ શાનદાર રમત કરતો નજર આવ્યો હતો. હવે પંત પર સૌની નજર વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલમાં તેના પ્રદર્શનને લઇને ટકી છે.

ઇંગ્લેંડમાં શતક

ઋષભ પંત ઇંગ્લેંડમાં ત્રણ ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. જેમાં તેણે એક શતક લગાવ્યું હતું. ઋષભ પંતે ઇંગ્લેંડમાં ટેસ્ટ મેચની છ ઇનીંગ રમ્યો છે. જેમાં પંતે 27 ની સરેરાશથી 162 રન કર્યા છે. આમ પંતનો અગાઉનો પ્રવાસ એકવાર શતકથી વધુ પ્રભાવશાળી રહ્યો નથી. વર્ષની શરુઆતથી ઓસ્ટ્રેલીયા, ઇંગ્લેંડ અને IPL 2021 માં શાનદાર રમત દાખવી છે. આમ પંત શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">