WTC Final: ન્યુઝીલેન્ડનો પ્રથમ દાવ 249 રન પર સમેટાયો, ભારત સામે 32 રનની લીડ, શામી 4, ઇશાંતની 3 વિકેટ

WTC Final મેચમાં ન્યુઝીલેન્ડે 2 વિકેટે 101 રનથી પાંચમા દિવસની રમતને આગળ વધારી હતી. મેચની શરુઆત પહેલા જ વરસાદ વરસતા મેચ થોડી મોડી શરુ થઇ હતી.

  • Publish Date - 10:48 pm, Tue, 22 June 21 Edited By: Avnish Goswami
WTC Final: ન્યુઝીલેન્ડનો પ્રથમ દાવ 249 રન પર સમેટાયો, ભારત સામે 32 રનની લીડ, શામી 4, ઇશાંતની 3 વિકેટ
Team India

સાઉથમ્પટન (Southampton) માં હવામાનની અડચણ સાથે પાંચમાં દિવસની રમતની શરુઆત થઇ હતી. WTC Final મેચમાં ન્યુઝીલેન્ડે 2 વિકેટે 101 રનથી પાંચમા દિવસની રમતને આગળ વધારી હતી. મેચની શરુઆત પહેલા જ વરસાદ વરસતા મેચ થોડી મોડી શરુ થઇ હતી. મહંમદ શામી (Mohammad Shami) અને ઇશાંત શર્મા (Ishant Sharma) ની શાનદાર બોલીંગ સામે, ન્યુઝીલેન્ડની પ્રથમ બેટીંગ ઇનીંગ પાતળી લીડ સાથે સમેટાઇ ગઇ હતી. 249 રનના સ્કોર પર ન્યુઝીલેન્ડની ટીમ ઓલઆઉટ થઇ હતી.

32 રનની લીડ સાથે પ્રથમ બેટીંગ ન્યુઝીલેન્ડની સમાપ્ત થઇ હતી. ન્યુઝીલેન્ડના ઓપનર ડેવોન કોન્વેએ 54 રનની શાનદાર રમત રમી હતી. કેપ્ટન કેન વિલિયમસ (Kane Williamson) ને 49 રનની રમત રમી હતી. કાયલ જેમિસને 16 બોલમાં 21 રનની ઝડપી રમત રમી હતી. તેણે મેચનો પ્રથમ છગ્ગો લગાવ્યો હતો. જેના બીજા બોલે જ શામીએ તેનો શિકાર બુમરાહના હાથે બાઉન્ડરી પર કરાવ્યો હતો. ન્યુઝીલેન્ડે 99.2 ઓવરની રમત રમી હતી.

ભારતીય બોલીંગ વિભાગે પણ આજે કસીને બોલીંગ કરી હતી. ભારતીય ફેન્સને જે આશા હતી, એ પ્રમાણે જ ન્યુઝીલેન્ડના ખેલાડીઓને પવેલિયન મોકલ્યા હતા. આજે મહંમદ શામીએ શરુઆતથી જ ન્યુઝીલેન્ડના બેટ્સમેનોની રમતને મુશ્કેલ બનાવી હતી. શામીએ રોઝ ટેલર, બીજે વાટલીંગ અને જેમીસન સહીત ખેલાડીઓના શિકાર ઝડપ્યા હતા. મહંમદ શામીએ 4 વિકેટ ઝડપી હતી.

ઇશાંત શર્માએ પણ શામીને શાનદાર સાથ પૂરાવ્યો હતો. ચોથા દીવસની રમત દરમ્યાન કોન્વેની વિકેટ ઝડપીને ન્યુઝીલેન્ડની રમતને અટકાવી હતી. ત્યારબાદ આજે હેન્રી નિકોલસ અને કેન વિલિયમસનની વિકેટ ઝડપી હતી. સ્પિનર અશ્વિને ઓપનરની જોડીને તોડીને પ્રથમ સફળતા ભારત માટે હાંસલ કરી હતી. રવિન્દ્ર જાડેજાએ હરીફ ટીમના અંતિમ ખેલાડીને પેવેલિયન મોકલી એક વિકેટ હાંસલ કરી હતી.

ભારતીય ટીમ પ્રથમ ઇનીંગ

ભારતીય ટીમ ટોસ હારીને બેટીંગ માટે મેદાને ઉતરી હતી. ભારતીય ટીમે 217 રનનો સ્કોર પ્રથમ બેટીંગ કરતા નોંધાવ્યો હતો. ટેસ્ટ વાઇસ કેપ્ટન અજીંક્ય રહાણે (Ajinkya Rahane) એ ટીમ વતી સૌથી વધુ 49 રન કર્યા હતા. વિરાટ કોહલી (Virat Kohli) એ 44 રન કર્યા હતા. જ્યારે ન્યુઝીલેન્ડના કાયલ જેમિસને ભારતીય બેટ્સમેનોને મુશ્કેલીમાં રાખતી બોલીંગ કરી હતી. તેણે 5 વિકેટ ઝડપી હતી.

Click on your DTH Provider to Add TV9 Gujarati