WTC Final: જાણો આજે પાંચમાં દિવસે કેવુ રહેશે હવામાન, રિઝર્વ ડે સહિત આટલી ઓવર રમાવાની સંભાવના

સાઉથમ્પટન ના હવામાને (Southampton Weather) ભારતીય ક્રિકેટ પ્રેમીઓ જ વિશ્વભરના ફેન્સને નિરાશ કર્યા છે. સાઉથમ્પટનમાં ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે WTC Final મેચ રમાઇ રહી છે. વરસાદ અને ઘનઘોર વાદળો વચ્ચે મેચના દિવસો વહી રહ્યા છે.

WTC Final: જાણો આજે પાંચમાં દિવસે કેવુ રહેશે હવામાન, રિઝર્વ ડે સહિત આટલી ઓવર રમાવાની સંભાવના
Southampton Weather
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 22, 2021 | 1:54 PM

સાઉથમ્પટનના હવામાને (Southampton Weather) ભારતીય ક્રિકેટ પ્રેમીઓને વિશ્વભરના ફેન્સને નિરાશ કર્યા છે. સાઉથમ્પટનમાં ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે WTC Final મેચ રમાઇ રહી છે. વરસાદ અને ઘનઘોર વાદળો વચ્ચે મેચના દિવસો વહી રહ્યા છે. ચાર દિવસના અંતે પ્રથમ ઇનીંગ હજુ સંપૂર્ણ રમી શકાઇ નથી. હવે પાંચમાં દિવસે અને રિઝર્વ ડે એ મેચમાં હવામાન સારુ રહે તેવી આશા સેવાઇ રહી છે.

વરસાદે પ્રથમ દિવસની રમત જ ધોઇ નાંખી હતી. ટોસ બીજા દિવસની શરુઆતે ઉછાળી શકાયો હતો. બીજા અને ત્રીજા દિવસની રમતમાં અપૂરતા પ્રકાશને લઇને મેચ પ્રભાવિત થઇ હતી. ચોથો દિવસ પણ વરસાદે ધોઇ નાંખ્યો હતો. આમ હવે પાંચમાં દિવસે ન્યુઝીલેન્ડની પ્રથમ ઇનીંગ આગળ વધશે. જોકે વરસાદને લઇને પાંચમાં દિવસે પણ હવામાન વિભાગની આગાહી દર્શાવાઇ છે.

શુ છે આગાહી ?

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર મંગળવારે સાઉથમ્પટનમાં વાદળો છવાયેલા રહેશે. સાથે જ વચ્ચે વચ્ચે હળવો વરસાદ વરસી શકે છે. જોકે વરસાદ સોમવાર અને શુક્રવાર જેવો નહી વરસે તેમ પણ અનુમાન લગાવાઇ રહ્યુ છે. આ જ પ્રકારનુ હવામાન બુધવારે રિઝર્વ ડે એ રહેવાની આગાહી છે. જોકે વાદળછાયા વાતવરણથી સાંજે સૂર્ય પ્રકાશની સમસ્યા નડવાની પણ સંભાવના નકારી ના શકાય.

હજુ કેટલી ઓવર રમી શકાય ?

દરમ્યાન 196 ઓવરોની રમત રમાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો વાતાવરણ સ્પષ્ટ રહીને 196 ઓવરની રમત રમી શકાય તો મેચ પરિણાની તરફ આગળ વધી શકે છે. પરંતુ હાલ તો સ્થિતી જોતા મેચનુ પરિણામ આવવુ મુશ્કેલ લાગી રહ્યુ છે.

ચાર દિવસમાં અવરોધો વચ્ચે માત્ર 141 ઓવરની મેચ રમી શકાઇ છે. મેચ માટે એક રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો હતો. જોકે અત્યાર સુધીમાં બે દીવસ થી વધુ સમયની રમત હવામાનને લઇને ખરાબ થઇ ચુકી છે.

2 વિકેટે 101 રન થી ન્યુઝીલેન્ડ રમતમાં

મેચની વાત કરવામાં આવે તો ટોસ જીતીને ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયસમ (Ken Williams) ને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. ભારતીય ટીમે પ્રથમ બેટીંગ કરતા શરુઆત તો સારી કરી હતી, છતાં ટીમ 217 રન પર ઓલઆઉટ થઇ હતી. ન્યુઝીલેન્ડના કાયલ જેમિસને 5 વિકેટ ઝડપી હતી. ન્યુઝીલેન્ડની ટીમ એ બે વિકેટે 101 રન કરીને રમતમાં છે. કેન વિલિયમસન 12 રન બનાવીને અને રોઝ ટેલર શૂન્ય રને રમતમાં છે. ઇશાંત શર્મા અને અશ્વિન એક એક વિકેટ ઝડપી ચુક્યા છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">