WTC Final: જસપ્રિત બુમરાહે પત્નિ સંજનાને આપ્યો ઇન્ટરવ્યુ, ક્રિકેટથી લઇ લગ્નની તસ્વીર પર પુછાયા સવાલ

ભારતના ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah), ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ફાઇનલ, પહેલા એક ઇન્ટરવ્યુ આપ્યુ હતુ. પત્નિ સંજના ગણેશન (Sanjana Ganesan) ને જ બુમરાહ ઇન્ટરવ્યુ આપતા નજર આવ્યો હતો. તેણે ICC ના માટે આ ઇન્ટરવ્યુ આપ્યુ હતુ.

WTC Final: જસપ્રિત બુમરાહે પત્નિ સંજનાને આપ્યો ઇન્ટરવ્યુ, ક્રિકેટથી લઇ લગ્નની તસ્વીર પર પુછાયા સવાલ
Jasprit-Bumrah-Sanjana-Ganesan
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 18, 2021 | 7:18 AM

ભારતના ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah), ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ફાઇનલ, પહેલા એક ઇન્ટરવ્યુ આપ્યુ હતુ. પત્નિ સંજના ગણેશન (Sanjana Ganesan) ને જ બુમરાહ ઇન્ટરવ્યુ આપતા નજર આવ્યો હતો. તેણે ICC ના માટે આ ઇન્ટરવ્યુ આપ્યુ હતુ. આ દરમ્યાન તેણે પોતાની ઇન્સ્ટાગ્રામની યાદોને લઇને સવાલોના જવાબ આપ્યા હતા. આ દરમ્યાન જસપ્રિત બુમરાહ અને સંજના ગણેશન વચ્ચે કેટલીક મજેદાર વાતો પણ થઇ હતી.

ટીમ ઇન્ડીયાના ઝડપી બોલરને તેના બાળપણ થી લઇને ક્રિકેટ અને લગ્નની તસ્વીરોને લઇને પણ સવાલ કરવામાં આવ્યા હતા. લગ્નના સવાલો પર તે રીતસરનો શરમાઇ ગયો હતો. જોકે તેણે સારી રીતે તમામ સવાલોના જવાબ આપ્યા હતા. આઇસીસી એ આ ઇન્ટરવ્યુને તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યુ હતુ. આ દરમ્યાન સંજના સતત માસ્ક લગાવેલી રહે છે. આમ તેમે ખેલાડીઓના બાયો સિક્યોર બબલમાં રહેવાને લઇને કરવુ જરુરી હતુ.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

બુમરાહ ઇન્ટરવ્યુ આપવા માટે જ્યારે રુમમાં પ્રવેશ કર્યો, ત્યારે પત્નિ સંજનાને જોઇને હસતા કહ્યુ તમને ક્યાંક પહેલા મે જોયા છે. જેના બાદ સંજના પણ હસવા લાગી હતી. ત્યાર બાદ સવાલ જવાબ શરુ થયા હતા. જે મુજબ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોષ્ટ કરેલ ફોટોના સંદર્ભમાં પુછવામાં આવ્યુ હતુ. સૌથી પહેલા ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર ટેસ્ટ જીતવાને લઇને એક તસ્વીર સામે આવ્યો હતો.

જેમાં તે ટ્રોફીની સાથે હોય છે. જોકે તે અંતિમ ટેસ્ટ મેચમાં નહોતો રમી શક્યો, જોકે તે સતત બીજી વખત ઓસ્ટ્રેલીયામાં ટેસ્ટ શ્રેણી જીતવા વાળી ટીમનો સદસ્ય રહ્યો હતો. આ જીત ખૂબ જ યાદગાર હતી. જે મેચમાં ભારતની ત્રીજા દરજ્જાની ટીમ રમી રહી હતી. જોકે સારી રમતનો ભરોસો હતો.

લગ્નના દિવસને બતાવ્યો બેસ્ટ

આ દરમ્યાન બુમરાહને લઇને લગ્નની તસ્વીરો પણ બતાવવામાં આવી હતી. જેમાં તેણે લગ્નના દિવસને જીવનનો બેસ્ટ દીવસ કહ્યો હતો. સાથે જ તેણે ફોટો સાથે લખવામાં આવેલી કેપ્શનને લઇને સંજના ગણેશનને છેડી હતી. તેણે કહ્યુ કે, તે લાંબા સમય થી કેપ્શન લખવા વાળાને શોધી રહ્યો છે. જોકે બાદમાં તેણે જ કહ્યુ કે, આ કેપ્શન સંજનાએ આપી હતી અને જે ખૂબ પ્યારી કેપ્શન છે.

સંજના ગણેશન અને જસપ્રિત બુમરાહના લગ્ન આ વર્ષે ગોવામાં યોજાયા હતા. સંજના મીસ ઇન્ડીયા ફાઇનલીસ્ટ રહી ચુકી છે અને સ્પોર્ટસ પ્રેઝન્ટર પણ છે. જે હાલમાં સ્ટાર સ્પોર્ટસ માટે કામ કરી રહી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">