WTC Final: ફાઇનલ પહેલા ભારતીય ટીમની ICC ને ફરીયાદ, બાયોબબલ નિયમને લઇ બંને ટીમો વચ્ચે ભેદભાવની નીતિ !

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન (World Test Champion) જંગ આડેના સમયને હવે ગણવામાં આવી રહ્યો છે. ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે સાઉથમ્પ્ટનમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચ રમાનારી છે.

WTC Final: ફાઇનલ પહેલા ભારતીય ટીમની ICC ને ફરીયાદ, બાયોબબલ નિયમને લઇ બંને ટીમો વચ્ચે ભેદભાવની નીતિ !
Team India
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 16, 2021 | 12:49 PM

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન (World Test Champion) જંગ આડેના સમયને હવે ગણવામાં આવી રહ્યો છે. ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે સાઉથમ્પ્ટનમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચ રમાનારી છે. ભારતીય ટીમ મેનેજમેન્ટે આ પહેલા ICC દ્વારા લાગુ કરવામાં આવેલા ચુસ્ત બાયોબબલ નિયમોને લઇને નારાજગી દર્શાવી છે. ન્યુઝીલેન્ડના છ સભ્યો નજીકમાં આવેલા ગોલ્ફ કોર્સ (Golf course) માં જઇ રહ્યા છે. જ્યારે ભારતીય ખેલાડીઓ પરિવાર સાથે હોટલમાં રહી રહ્યા છે.

મીડિયા રિપોર્ટસનુસાર, ટ્રેન્ટ બોલ્ટ, ટિમ સાઉથી, હેન્રી નિકોલ્સ, મિશેલ સેંન્ટનર, ડેરિલ મિશેલ અને ફિઝીયો ટોય સિમસેક મગંળવારે સવારે ગોલ્ફ કોર્સ ગયા હતા. જેને લઇને ભારતીય ટીમ મેનેજમેન્ટે નારાજગી વ્યક્ત કરી છે. ટીમ મેનેજમેન્ટ આ મામલે ICC ને ફરીયાદ કરશે. ICC ને કહેવાશે કે, આ એક પ્રકારે બાયોબબલનું ઉલ્લંઘન છે.

ન્યુઝીલેન્ડના ખેલાડીઓ અને ફિઝીયો જે ગોલ્ફ કોર્સમાં ગયા હતા, તે એજીસ બોલ એરિયામાં આવેલુ છે. જોકે ભારતીય ટીમનુ કહેવુ છે કે, નિયમ બંને ટીમો માટે એક સમાન હોવા જોઇએ. એક ભારતીય ખેલાડીએ કહ્યુ હતું, ખેલાડીઓ અને તેમના પરિવારને કહેવામાં આવ્યુ છે કે, હોટલના તેમના સંબંધિત ફ્લોરથી બહાર ના નિકળવું. જ્યાં સુધી મેદાનમાં ના જવાનુ હોય ત્યાં સુધી આ નિયમને અનુસરવુ. જોકે સવારે અમને ખ્યાલ આવ્યો કે, ન્યુઝીલેન્ડના ખેલાડી ગોલ્ફ કોર્સમાં રમવા માટે ગયા હતા.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

જોકે ICC એ કહ્યુ હતું કે, બાયોબબલનું કોઇ ઉલ્લંઘન થયુ નથી. હવે ભારતીય ટીમે પોતાનો ક્વોરન્ટાઇ પિરીયડ પુર્ણ કરી લીધો છે. માટે હવે તે બાયો સિક્યોર બબલની આસપાસ આઝાદ થઇ ફરી શકશે, જેમાં ગોલ્ફ રમવુ પણ સામેલ છે. ન્યુઝીલેન્ડની પુરી ટીમ બે ટેસ્ટની સિરીઝ માટે ECB ના બાયો સિક્યોર એન્વાયરમેન્ટમાં હતી. તેમને સોમવારથી ICC ના બાયોબબલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">