WTC Final: ભારતની ન્યુઝીલેન્ડ સામે હારના આ 5 મુખ્ય કારણો છે, જેને લઇ વિરાટ કોહલીનુ સપનુ અધુરુ રહ્યુ

ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની પ્રથમ સિઝન ખતમ થઇ ચુકી છે. ભારત અને ન્યુઝીલેન્ડે (India Vs New Zealand) ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી હતી. ફાઇનલ મેચ રોમાંચક રહેવાની આશા હતી પરંતુ આ દરમ્યાન વરસાદે મેચમાં સતત ખલેલ પહોંચાડી હતી. જેને લઇને મેચનુ પરિણામ રિઝર્વ ડે (Reserve Day) ના દિવસે સામે આવી શક્યુ હતુ.

WTC Final: ભારતની ન્યુઝીલેન્ડ સામે હારના આ 5 મુખ્ય કારણો છે, જેને લઇ વિરાટ કોહલીનુ સપનુ અધુરુ રહ્યુ
Virat Kohli

ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની પ્રથમ સિઝન ખતમ થઇ ચુકી છે. ભારત અને ન્યુઝીલેન્ડે (India Vs New Zealand) ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી હતી. ફાઇનલ મેચ રોમાંચક રહેવાની આશા હતી પરંતુ આ દરમ્યાન વરસાદે મેચમાં સતત ખલેલ પહોંચાડી હતી. જેને લઇને મેચનુ પરિણામ રિઝર્વ ડે (Reserve Day) ના દિવસે સામે આવી શક્યુ હતુ. ન્યુઝીલેન્ડ એ ભારતને 8 વિકેટે હરાવી દીધુ હતુ ભારતે પ્રથમ ઇનીંગમાં 217 રન બનાવ્યા હતા. જેની પર ન્યુઝીલેન્ડ ની ટીમે 249 રન બનાવીને 32 રનીન લીડ મેળવી હતી.

બીજી ઇનીંગમાં રમવા માટે મેદાને ઉતરતા ભારતીય ટીમ માત્ર 170 રન બનાવીને જ પેવેલિયન પરત ફરી ગઇ હતી. લીડ સાથે ન્યુઝીલેન્ડને જીત માટે 138 રનની જ જરુર હતી. જેને ન્યુઝીલેન્ડે માત્ર 2 વિકેટ ગુમાવીને જીતનો સ્કોર હાંસલ કરી લીધો હતો. આમ કેન વિલિયમસ (Kane Williamson) ના હાથમાં ચેમ્પિયન ટ્રોફી સરકતી જોવી પડી.

એક વાર ફરીથી વિરાટ કોહલી પોતાની કેપ્ટનશીપમાં આઇસીસી ટૂર્નામેન્ટ જીતી શકી નથી. આ હારથી ભારતીય ફેન્સ ખૂબ નિરાશ છે. નિશ્વિત રીતે ફેન્સ નિરાશ હોય, કારણ કે આ સમયે ભારતીય ટીમમાં કાબેલિયત છે તે, કોઇ પણ ધરતી પર જીત નોંધાવી શકે છે. ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન ટીમે તે વાતને સાબિત કરી હતી. જોકે સાઉથમ્પટનમાં રમાયેલી ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચમાં ભારતીય ટીમ ફસકી પડી હતી. ભારતીય ટીમે આ પાંચ કારણોથી હાર મેળવી હતી.

મોટી ઇનીંગની ખોટ

ભારતના એક પણ બેટ્સમેને ફાઇનલ મેચમાં પચાસ રનની રમત રમી શક્યો નહી. પ્રથમ ઇનીંગમાં અજીંક્ય રહાણે એ 49 રન બનાવ્યા હતા. જોકે તેના સિવાય કોઇ બેટ્સમેન કંઇજ વધારે નહોતા કરી શક્યા નહોતા. રહાણે એ આ મેચમાં ભારતના સર્વોચ્ચ સ્કોરર રહ્યો છે. કારણ કે, બીજી ઇનીંગમાં પણ કોઇ જ બેટ્સમેન પચાસનો આંકડો પાર કર્યો નહોતો. ઋષભ પંત એ બીજી ઇનીંગમાં 41 રન કર્યા હતા. ભારતીય ટીમની હારમાં એક કારણ એ પણ છે કે, એક પણ મોટી ઇનીંગ નહોતી રમી શકાઇ નહોતી.

બીજી ઇનીંગમાં સસ્તામાં સમેટાઇ ગઇ ટીમ

બીજી ઇનીંગમાં ભારતીય બેટ્સમેન સતત વિકેટ ગુમાવી રહ્યા હતા. મોટો સ્કોર નહોતો કરી રહ્યા. બીજી ઇનીંગમાં ભારતીય ટીમ ફક્ત 170 રન જ બનાવી શક્યા હતા. જેના થી ટીમ ન્યુઝીલેન્ડને મોટુ લક્ષ્ય ના આપી શકાયુ. ન્યુઝીલેન્ડને અંતિમ દિવસે માત્ર 139 રનનુ જ લક્ષ્ય મળ્યુ હતુ. જે કિવી ટીમ સરળતા થી પાર કરી ગઇ હતી. જ્યારે ભારતીય પૂંછડીયા બેટ્સમેનોએ બંને ઇનીંગમાં એ પ્રકારનુ યોગદાન ના આપી શક્યા જે પ્રકારે તેમણે આપવુ જોઇતુ હતુ.

વિરોધી ટીમના પૂંછડીયા બેટ્સમેનોને ઝડપથી આઉટ ના કરી શક્યા

ભારતીય બોલર ન્યૂઝીલેન્ડને પ્રથમ ઇનીંગમાં સારી શરુઆત કરવા થી રોકી શક્યા નહોતા. જોકે વચ્ચે તેઓએ વિકેટો નિકાળી હતી., પરંતુ પૂંછડીયા બેટ્સમેનોએ ફરી એકવાર ભારતીય ટીમને પરેશાન કર્યા હતા. ન્યુઝીલેન્ડ એ પ્રથમ ઇનીંગમાં પોતાની પાંચ વિકેટ 135 રન પર ગુમાવી દીધી હતી. જોકે બાદમાં તેમના પૂંછડીયા બેટ્સમેનોએ વિકેટ પર ટકી રહી સ્કોરને આગળ વધાર્યો હતો. તેઓએ ટીમને ભારત સામે લીડ પણ અપાવી હતી.

સારી ભાગીદારીની રમતનો અભાવ

ટેસ્ટમાં કોઇ પણ જીત માટે મોટી ભાગીદારી રમતની જરુર હોય છે. જોકે ભારતીય ટીમ તરફ થી એમ પણ ના થઇ શક્યુ. ભારત તરફ થી પ્રથમ ઇનીંગમાં ફક્ત બે અર્ધશતકીય ભાગીદારી રમત રમાઇ હતી. જોકે બીજી ઇનીંગમાં તો તેનો અભાવ રહ્યો હતો. જો બેટ્સમેન નાની નાની ભાગીદારીઓ પણ કરતા તો, ભારત એક મજબૂત સ્કોર બનાવી શક્યુ હોત.

સ્વિંગ બોલરની ખોટ

ઇંગ્લેંડની પરિસ્થીતીમાં બોલ સ્વિંગ કરે છે અને મેચમાં વરસાદે વાતાવરણ ને એવુ જ બનાવી દીધુ હતુ. જેના થી સ્વિંગ બોલરોનુ મહત્વ વઘારે થઇ ગયુ. ન્યુઝીલેન્ડ પાસે ટ્રેન્ટ બોલ્ટ, ટિમ સાઉથી અને કાઇલ જેમિસન છે, જેઓ સારી સ્વિંગ બોલીંગ કરાવી શકે છે. જોકે ભારત પાસે કોઇ જ સારી સ્વિંગ બોલીંગ કરવાનાર બોલર નહોતો. જેને લઇને સોશિયલ મીડિયા પર ભૂવનેશ્વર કુમારને ફાઇનલ મેચ માટે ખૂબ યાદ કરવામાં આવ્યો હતો.

Click on your DTH Provider to Add TV9 Gujarati