WTC Final: દિનેશ કાર્તિકે કહ્યું ટેસ્ટ ક્રિકેટમાં સ્ટ્રાઈક રેટની વાત બકવાસ, પુજારાના કર્યા વખાણ

વિકેટકિપર બેટ્સમેન દિનેશ કાર્તિક (Dinesh Karthik) હવે ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara)ના વખાણ કરવા માટે આગળ આવ્યો છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં સ્ટ્રાઈક રેટની વાતને બકવાસ ગણાવી છે.

WTC Final: દિનેશ કાર્તિકે કહ્યું ટેસ્ટ ક્રિકેટમાં સ્ટ્રાઈક રેટની વાત બકવાસ, પુજારાના કર્યા વખાણ
Cheteshwar Pujara-Dinesh Karthik
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 17, 2021 | 9:47 PM

વિકેટકિપર બેટ્સમેન દિનેશ કાર્તિક (Dinesh Karthik) હવે ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara)ના વખાણ કરવા માટે આગળ આવ્યો છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં સ્ટ્રાઈક રેટની વાતને બકવાસ ગણાવી છે. તેણે કહ્યું ઓસ્ટ્રેલીયામાં પુજારા ક્રિઝ પર લાંબો સમય ઉભા રહ્યો હતો. આમ પુજારાએ ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપ્યુ હતુ. પુજારાએ ક્રિઝ પર રહીને મુખ્ય ભૂમિકા ભજવી હતી.

કિપર કાર્તિકે કહ્યું હતુ કે  મને લાગે છે કે સ્ટ્રાઈક રેટની વાત એકદમ બકવાસ છે. ચાર દિવસની અંદર ખતમ થનારી મેચોની સંખ્યા 80-82 ટકા હોય, શું કામ સ્ટ્રાઈક રેટની ચિંતા કરવાની. ખેલાડીઓને પોતાના હિસાબથી રમવા દેવા જોઈએ, જ્યાં સુધી તે ભારતને ટેસ્ટ મેચ જીતાવી રહ્યો છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

WTC ફાઈનલ મેચમાં પુજારાની ભૂમિકા મહત્વની રહેશે. કાર્તિકે કહ્યું અમે પાછળની ઘરેલુ સિરીઝ કેટલીક મુશ્કેલ પરીસ્થિતીઓ વચ્ચે રમી છે. કોઈની રમતનું આંકલન હંમેશા આંકડાઓ પર આધાર નથી કરી શકાતુ. સિડની ટેસ્ટને જ જોઈ લો, પુજારાએ શરીર પર કેટલા પ્રહાર ઝીલ્યા હતા.

આગળ કહ્યું હતુ કે KKRના સાથી ખેલાડી પેટ કમિન્સે IPL દરમ્યાન મને ઓસ્ટ્રેલીયાની મેચને લઈ વાત કરી હતી. કમિન્સે કહ્યું હતુ કે ભારતની હાર અને ડ્રો વચ્ચે એક જ ખેલાડી હતો ચેતેશ્વર પુજારા. જેટલી વાર તે ક્રિઝ પર રહ્યો, તેણે શરીર પર પ્રહાર ઝીલ્યા.

કોહલી-વિલિયમસન એટલે આગ અને પાણી

દિનેશ કાર્તિકે પુજારા ઉપરાંત વિરાટ કોહલી (Virat Kohli) અને કેન વિલિયમસન (Ken Williamson)ની દોસ્તી વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું હતુ અમે તેમને આગ અને પાણીની સંજ્ઞા આપી શકીએ છીએ. કારણ કે, વિરાટ આગ છે તો કેન પાણીની માફક કૂલ છે. તમારે એક ઓવરમાં 32 રન જોઈએ છે, છતાં તે એમ સ્મિત રેલાવે છે જાણે ખૂબ આસાન હોય. બીજી બાજુ વિરાટ છે, જો તમે ભૂલ કરી તો તે તમને છોડશે નહી. બંને સાથે રમવાની અલગ મજા છે, જો કે બંનેની શૈલી એકદમ અલગ છે.

કાર્તિક નવી ભૂમિકામાં જોવા મળશે

IPLમાં કલકત્તા નાઈટ રાઈડર્સના પૂર્વ કેપ્ટન અને વર્તમાન વિકેટકીપર તરીકેની ભૂમિકામાં દિનેશ કાર્તિક જોવા મળે છે. કાર્તિક સાઉથમ્ટનમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચમાં કોમેન્ટ્રી કરશે. દિનેશ કાર્તિક નવી જ ભૂમિકામાં જોવા મળનારો છે. જે પણ ટેસ્ટ ક્રિકેટની મહત્વની મેચથી જ નવી ભૂમિકામાં પદાર્પણ કરશે.

આ પણ વાંચો: WTC Final: ફાઇનલ મેચ માટે ટીમ ઇન્ડીયાનું એલાન, રવિન્દ્ર જાડેજાનો ટીમમાં કરાયો સમાવેશ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">