WTC Final: ઇંગ્લેન્ડમાં ચેતેશ્વર પુજારાની કારકિર્દી દાવ પર! વધુ પડતી રક્ષણાત્મક બેટીંગ સમસ્યા

ભારતીય બેટ્સમેનો અને બોલરો ટેસ્ટ ક્રિકેટની સૌથી મોટી કસોટી પાર કરી રહ્યા છે. જેને લઇને દુનિયાભરના ક્રિકેટ એક્સપર્ટ અને ક્રિકેટ ફેન્સની નજર વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (WTC Final) પર મંડરાયેલી છે.

  • Publish Date - 11:06 pm, Tue, 22 June 21 Edited By: Avnish Goswami
WTC Final: ઇંગ્લેન્ડમાં ચેતેશ્વર પુજારાની કારકિર્દી દાવ પર! વધુ પડતી રક્ષણાત્મક બેટીંગ સમસ્યા
Cheteshwar Pujara

ભારતીય ટીમ (Team India) હાલમાં સાઉથમ્પટન (Southampton) માં ટેસ્ટ ક્રિકેટનો મહાસંગ્રામ રમી રહી છે. ભારતીય બેટ્સમેનો અને બોલરો ટેસ્ટ ક્રિકેટની સૌથી મોટી કસોટી પાર કરી રહ્યા છે. જેને લઇને દુનિયાભરના ક્રિકેટ એક્સપર્ટ અને ક્રિકેટ ફેન્સની નજર વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (WTC Final) પર મંડરાયેલી છે. ટેસ્ટ ક્રિકેટના બેટ્સમેન ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) નુ ભવિષ્ય, WTC Final અને ઇંગ્લેન્ડ (England) સામેની ટેસ્ટ શ્રેણી પર નિર્ભર છે. WTC ફાઇનલમાં પુજારા પ્રથમ ઇનીંગમાં ખાસ રમત રમી શક્યો નથી.

ચેતેશ્વર પુજારાએ ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ઇનીંગની રમત માત્ર 8 રનની રમી હતી. આ માટે તેણે 54 બોલની રમત રમી હતી. જે 8 રન પણ તેણે માત્ર બે બોલ પર મેળવ્યા હતા. બંને બોલ પર તે બાઉન્ડરી લગાવીને રન મેળવી શક્યો હતો, બાકીના 52 બોલની રમત તે રક્ષણાત્મક રમ્યો હતો. જે જરુર કરતા વધારે રક્ષણાત્મક રમત માનવામાં આવી રહી છે. સાથે જ તે સ્ટ્રાઇકને રોટેટ કરી શક્યો નહોતો. આમ પુજારાનું કરિયર પણ જોખમની સ્થિતી પર આવી પહોંચ્યાનું માનવામાં આવી રહ્યુ છે.

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચમાં ક્રિઝ પર આવેલા પુજારાએ પ્રથમ રન લેવા માટે 36 બોલનો ઉપયોગ કર્યો હતો. એટલે કે 36 માં બોલે તેણે ખાતુ ખોલાવ્યું હતું. તો વળી પુજારાના શતકને લઇને વાત કરવામાં આવે તો, 2018 માં ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર લગાવ્યું હતું. ત્યારબાદથી પુજારાનું બેટ મોટી ઇનીંગ નથી રમી શક્યું. ટીમ ઇન્ડીયા માટે તે એક ચિંતાનો વિષય વર્તાઇ રહ્યો છે. આમ હવે પુજારા માટે કેએલ રાહુલ (KL Rahul) ને વિકલ્પના રુપમાં જોવામા આવી રહ્યો છે.

પુજારાના 18 ટેસ્ટ શતક, 29 અર્ધશતક

2010 માં ઓસ્ટ્રેલીયા સામે પુજારાએ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતું. તેણે 85 મેચમાં 142 ઇનીંગ રમીને 6244 રન બનાવ્યા હતા. તેણે સૌથી લાંબી ઇનીંગ અણનમ 206 રનની રમી હતી. પુજારાએ ટેસ્ટ કરિયરમાં 18 શતક અને 29 અર્ધશતક લગાવ્યા છે. ઓગષ્ટ 2019 થી અત્યાર સુધી તેણે રમેલી 17 ટેસ્ટ મેચમાં 29.21 ની સરેરાશ થી રન 818 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડમાં પુજારાએ 9 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 29.41 ની સરેરાશ થી 500 રન બનાવ્યા છે.

પુજારાની અંતિમ 4 મેચમાં એક ફીફટી

ઇંગ્લેન્ડનો પ્રવાસ (England Tour) ચેતેશ્વર પુજારાને કેટલો ફળશે તે નિશ્વિત નથી. પુજારા માટે ઇંગ્લેન્ડ પ્રવાસ એ આખરી પ્રવાસ બની રહેવાનું જોખમ તોળાઇ રહ્યુ છે. કારણ કે, પુજારાની અંતિમ ચાર મેચોની 6 ઇનીંગમાં માત્ર એક વાર અર્ધશતક 71 રનની રમત સાથે લગાવ્યું છે. જ્યારે બાકીની પાંચ ઇનીંગ 15, 21, 7,0 અને 17 રનની રહી હતી.

Click on your DTH Provider to Add TV9 Gujarati