WTC Final: સાઉથમ્પ્ટનમાં ફાઇનલ પહેલા ઇશાંત શર્માએ બોલીંગની રણનિતીને લઇને કહી ખાસ વાત

ભારતીય ટીમ (Team India) વતી ઇશાંત શર્મા 101 ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. જે 18 જૂનથી શરુ થનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) માં ભારતના બોલીંગ આક્રમણની આગેવાની સંભાળશે.

WTC Final: સાઉથમ્પ્ટનમાં ફાઇનલ પહેલા ઇશાંત શર્માએ બોલીંગની રણનિતીને લઇને કહી ખાસ વાત
Ishant Sharma
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 16, 2021 | 1:40 PM

કોરોના વાયરસે (Corona Virus) ક્રિકેટને અનેક રીતે પ્રભાવિત કરી છે, કેટલીક ટુર્નામેન્ટ રદ તો કેટલીક મોકૂફ કરાઇ. જેનુ ઉદાહરણ IPL 2021 અને T20 વિશ્વકપ (World Cup) સહિતના નજર સામે છે. તો સાથે જ કોરોનાને લઇને ક્રિકેટમાં કેટલાક પરિવર્તન આવ્યા. જેમાંનો એક બદલાવ બોલરો એ બોલને ચમકાવવા માટે લાળ (Saliva) નો ઉપયોગ કરવા પર પ્રતિબંધનો છે. જ્યારે આ નિયમ લાગુ કરવામાં આવ્યો, ત્યારે કહેવાતુ હતુ કે તેનાથી બોલરોને નુકશાન થશે. જ્યારે બેટ્સમેનોને તેનો લાભ મળશે.

પરંતુ જ્યારથી લાળને બોલ પર લગાડવા પર પ્રતિબંધ છે, ત્યારથી બોલર હજુ આ નિયમને અનુસરી રમી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના સિનીયર બોલર ઇશાંત શર્મા (Ishant Sharma) નુ માનવુ છે કે, સાઉથમ્પ્ટનમાં બોલ લાળ વિના જ સ્વિંગ કરશે. ઇશાંત મુજબ જેને મેચના અંત સુધી યથાવત રાખવુ પડશે.

ભારતીય ટીમ (Team India) વતી ઇશાંત શર્મા 101 ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. જે 18 જૂનથી શરુ થનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) માં ભારતના બોલીંગ આક્રમણની આગેવાની સંભાળશે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

મીડિયા રિપોર્ટસ મુજબ, ઇશાંતે કહ્યુ હતુ કે, મને લાગે છે કે લાળ વિના પણ બોલ સ્વિંગ કરશે. જેના માટે કોઇએ આ અંગેની જવાબદારી નિભાવવી પડશે કે મેચના અંત સુધી સ્વિંગ બની રહે. આ સ્થિતીમાં બોલની હાલત સારી બની રહેશે તો બોલરો માટે વિકેટ મેળવવી આસાન બની રહેશે.

વાતાવરણને અનુરુપ ઢળવુ આસાન નથી

અત્યાર સુધીમાં 303 વિકેટ ઝડપી ચુકેલા ઇશાંતે કહ્યુ, તમારે અલગ પ્રકારનો અભ્યાસ કરી પરિવર્તનના અનુરુપ ઢળવુ પડશે. ભારતમાં કેટલાક સમય બાદ રિવર્સ સ્વિંગ મળે છે. જોકે ઇંગ્લેંડમાં સ્વિંગ લેન્થને ફુલ રાખવાની હોય છે. તમારે લેન્થના અનુસાર પરિવર્તન કરવાના હોય છે. આ એટલુ આસાન નથી, કારણ કે અહીના ઠંડા વાતાવરણના અનુરુપ ઢળવામાં સમય લાગે છે.

વાત કરતા ઇશાંતે કહ્યુ હતુ, કોરનાને લઇને ક્વોરન્ટાઇનથી અભ્યાસ વધારે મુશ્કેલ બની જાય છે. તેણે કહ્યુ, ક્વોરન્ટાઇનથી વધારે મુશ્કેલ થઇ જાય છે. જીમ પર અભ્યાસ કરવા અને મેદાન પર અભ્યાસ કરવામાં ઘણો ફરક છે. તમારે તેના અનુસાર તાલમેલ બેસાડવો પડે છે. જેમાં ઘણો સમય લાગે છે.

શુભમને કહ્યુ, નબળા બોલ છોડી દો

આ દરમ્યાન ટીમના યુવા ઓપનર ખેલાડી શુભમન ગીલ (Shubaman Gill) એ કહ્યુ, ઇંગ્લેંડમાં વિકેટ બચાવવા માટે બેટ્સમેનોએ નબળા બોલને છોડવા પડશે. તેણે કહ્યુ, જ્યારે હું ભારત A અને અંડર 19 ટીમ સાથે ઇંગ્લેંડનો પ્રવાસ કર્યો હતો, ત્યારે સૌ એ કહ્યુ હતુ મને કે રન બનાવવા આટલા બોલ રમવા પડશે. જોકે મારુ માનવુ છે કે, રન બનાવવાની ભાવના હંમેશા રહેવી જોઇએ. સાથે જ વિકેટ બચાવવાના ઉપાય શોધવા જોઇએ. જ્યારે તમે રન બનાવવા માટે રમો છો, તો બોલર દબાણમાં આવે છે.

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">