WTC 2021: ન્યુઝીલેન્ડના ઓપનર નિકોલ્સને, અશ્વિન અને રવિન્દ્ર જાડેજા ખતરનાક હોવાનો ડર સતાવે છે

ભારતીય ટીમ (Team India) ના આ સ્પીનર બોલરોનો ખતરો ન્યુઝીલેન્ડ પર રહેવાનુ ઓપનર હેનરી નિકોલ્સ (Henry Nicholls) નુ માનવુ છે. તેનુ માનવુ છે કે, આર અશ્વિન (Ashwin) અને રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ટીમ માટે પડકાર જનક રહી શકે છે.

WTC 2021: ન્યુઝીલેન્ડના ઓપનર નિકોલ્સને, અશ્વિન અને રવિન્દ્ર જાડેજા ખતરનાક હોવાનો ડર સતાવે છે
Ashwin and Ravindra Jadeja
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 27, 2021 | 9:05 AM

સાઉથમ્પટનમાં રમાનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship)ની ફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે રમાનારી છે. ન્યુઝીલેન્ડ થી રોજ નવી ચિંતાઓ વ્યક્ત થઇ રહી છે.

ભારતીય ટીમ (Team India) ના આ સ્પીનર બોલરોનો ખતરો ન્યુઝીલેન્ડ પર રહેવાનુ ઓપનર હેનરી નિકોલ્સ (Henry Nicholls) નુ માનવુ છે. તેનુ માનવુ છે કે, આર અશ્વિન (Ashwin) અને રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ટીમ માટે પડકારજનક રહી શકે છે.

આઇસીસી ટેસ્ટ રેન્કિંગ (ICC Test Ranking) માં નંબર એક અને બે ના સ્થાન પર રહેલી બંને ટીમ પાસે મજબૂત બોલીંગ આક્રમણ છે. બંને ટીમોના ઝડપી બોલર એક બીજાન ટક્કર આપનારા છે. જોકે ફર્ક માત્ર સ્પિન વિભાગમાં જ છે. ભારત પાસે અશ્વિન અને જાડેજા જેવા સ્ટાર છે. ઇંગ્લેંડમાં જોકે સામાન્ય રીતે ઝડપી બોલરોને મદદ મળે છે. જોકે સાઉથમ્પટન (Southampton)માં સ્પિનરો પણ ટીમને મદદગાર રહી ચુક્યા છે, જે ભારત માટે મહત્વનુ રહેશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ઝડપી બોલીંગમાં બરાબરીની ટક્કર

હેનરી નિકોલ્સે કહ્યુ હતુ કે, ભારત પાસે ખૂબ સારુ બોલીંગ આક્રમણ છે. તેમની પાસે અશ્વિન અને જાડેજા જેવા અનુભવી સ્પિનર છે. તે વિશ્વભરમાં સારુ ક્રિકેટ રમે છે અને તેમની બોલીંગ શાનદાર છે. જસપ્રિત બુમરાહ, ઇશાંત શર્મા અને મહંમહદ શામી એ પાછળના કેટલાક વર્ષોમાં પોતાના કૌશલ્યને મજબૂત દર્શાવ્યા છે. જે અમારા ઝડપી બોલરો ની સમાન છે. અમને અમારા બોલર પર ગર્વ છે.

અશ્વિન અને જાડેજા સામે તૈયારી જરુરી

બેટ્સમેન ડ્વેન કોનવે એ ઇંગ્લેંડમાં અભ્યાસ પ્રવાસ દરમ્યાન પિચ પર માટી નાંખી હતી. જેને લઇને નિકોલ્સે આગળ કહ્યુ કે, ઇંગ્લેંડ આવતા પહેલા અમે તાલીમ સેશનમાં આજ પ્રયોગ કર્યો હતો. જેના થી અમે વધારે સ્પિન થવા વાળા બોલ સામે અભ્યાસ કરવામાં સફળ રહ્યા હતા. એટલા માટે તટસ્થ સ્થાન પર રમતા અમારે એ જોવાની જરુરીયાત છે કે, ત્યાંની પિચ કેવી છે. આ સાથે અમારે અશ્વિન અને જાડેજાની બોલીંગ સામે તૈયાર રહેવાની જરુર રહેશે.

ન્યુઝીલેન્ડ માટે નિકોલ્સ એ 37 ટેસ્ટ મેચમાં 43.91 ની સરેરાશ થી 2152 રન બનાવ્યા છે. જેમાં 7 શતક પણ સામેલ છે. જોકે ભારત સામે નિકોલ્સ નુ પ્રદર્શન સારુ નથી રહ્યુ. ટીમ ઇન્ડીયા સામે તે 3 ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. ડેમં ફક્ત 61 રન જ તે બનાવી શક્યો છે. નિકોલ્સ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ફેબ્રુઆરી 2020 માં રમાયેલી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ની ટેસ્ટ શ્રેણીનો હિસ્સો રહ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">