WTC 2021: રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીની વચ્ચેની વાતનો ઓડીયો Viral, બોલ્ટ-વેગનર સામેનો પ્લાન જાહેર

ભારતીય ટીમ ઈંગ્લેંડ પ્રવાસ (England Tour) પર પહોંચી ચુકી છે. આગામી સાડા ત્રણ માસ સુધી ઈંગ્લેંડમાં રોકાણ કરીને ભારતીય ટીમ (Team India) ટેસ્ટ ક્રિકેટ રમશે. પ્રવાસની શરુઆત ભારતીય ટીમ 18 જૂને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ (WTC Final) મેચ રમશે.

WTC 2021: રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીની વચ્ચેની વાતનો ઓડીયો Viral, બોલ્ટ-વેગનર સામેનો પ્લાન જાહેર
Ravi Shastri-Virat Kohli
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 03, 2021 | 5:47 PM

ભારતીય ટીમ ઈંગ્લેંડ પ્રવાસ (England Tour) પર પહોંચી ચુકી છે. આગામી સાડા ત્રણ માસ સુધી ઈંગ્લેંડમાં રોકાણ કરીને ભારતીય ટીમ (Team India) ટેસ્ટ ક્રિકેટ રમશે. પ્રવાસની શરુઆત ભારતીય ટીમ 18 જૂને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ (WTC Final) મેચ રમશે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

ભારતીય ટીમ મુંબઈથી ઈંગ્લેંડ માટે રવાના થવા અગાઉ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં હેડ રવિ શાસ્ત્રી (Ravi Shastri) અને કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ હિસ્સો લીધો હતો. જોકે પ્રેસ કોન્ફરન્સ પહેલા શાસ્ત્રી અને કોહલી વચ્ચેની વાતચીતનો ઓડીયો વાયરલ થયો છે.

શાસ્ત્રી અને કોહલી વચ્ચેની વાતચીતની લીક થયેલી ઓડીયો ક્લીપ પ્રેસ કોન્ફરન્સ પહેલાની હોવાનું માનવામાં આવી રહ્યુ છે. બંને જણા ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના સંદર્ભે વાત કરી રહ્યા છે. ક્લીપ મુજબ શાસ્ત્રી બોલ્ટ અને વેગનરને ટાંકતા વાત કરે છે. જ્યારે કોહલી કહે છે કે, અમે તેમને રાઉન્ડ ધ વિકેટ નાંખીશુ, ડાબોડી છે તેમાં લાલા સિરાજ સૌને લગાવી દઈશુ તેમાં.

ઈંગ્લેંડ અને ન્યુઝીલેન્ડ (England vs New Zealand) વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ત્રણેય ટોપ ઓર્ડર બેટ્સમેનો ઝડપથી વિકેટ ગુમાવી હતી. જોકે ડેબ્યૂ મેચ રમનારા ઓપનર ડેવન કોન્વેએ સદી ફટકારીને ન્યુઝીલેન્ડના સ્કોર બોર્ડને આગળ વધાર્યુ હતુ. પ્રથમ દિવસની રમતના અંતે ન્યુઝીલેન્ડે 3 વિકેટ ગુમાવીને 243 રન કર્યા હતા. કોન્વેએ ડેબ્યૂ મેચમાં પ્રથમ ઈનીંગ રમતા પહેલા દિવસે જ સદી લગાવી હતી. જે એક રેકોર્ડ નોંધાયો હતો, તેના નામે.

ભારતીય ટીમ ટેસ્ટ ચેમ્પિયનશીપ બાદ ઈંગ્લેંડ સામે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમનારી છે. ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ બાદ ભારતીય ટીમને લાંબો વિરામ મળનાર છે. આ દરમ્યાન ભારતીય ખેલાડીઓ આંતરીક ટીમો રચીને અભ્યાસ મેચ રમશે. જોકે ચેમ્પિયનશીપની ફાઈનલ પહેલા ભારતીય ખેલાડીઓને ક્રિકેટ અભ્યાસનો સમય ઓછો મળવાની ચિંતા વર્તાઈ રહી છે.

આ પણ વાંચો: ‘એરલીફ્ટ’ ની અભિનેત્રી સાથે Ravi Shastri ના અફેયરની ઉડી હતી ચર્ચા ! ઇંગ્લેંડથી આવી આપી હતી પ્રતિક્રિયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">