IND vs ENG: ઋદ્ધીમાન સાહાને નજર અંદાજ કરાતા છલકાયુ દર્દ, કહ્યુ- મને હવે ક્યારેય ટીમ ઈન્ડિયામાં સ્થાન નહીં મળે

IPL-2022 માં રિદ્ધિમાન સાહાએ (Wriddhiman Saha) શાનદાર પ્રદર્શન કર્યું અને ત્રણ અડધી સદીની મદદથી 317 રન બનાવ્યા. તે એક એવો ખેલાડી હતો જેણે ગુજરાત ટાઇટન્સ ટીમની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

IND vs ENG: ઋદ્ધીમાન સાહાને નજર અંદાજ કરાતા છલકાયુ દર્દ, કહ્યુ- મને હવે ક્યારેય ટીમ ઈન્ડિયામાં સ્થાન નહીં મળે
Wriddhiman Saha એ IPL 2022 માં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2022 | 11:53 PM

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે જ્યાં તેને એક ટેસ્ટ મેચ રમવાની છે. આ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. એક એવો ખેલાડી છે જેણે IPL-2022માં સારો દેખાવ કર્યો હતો અને તેને આશા હતી કે તેની પસંદગી ઈંગ્લેન્ડના પ્રવાસ માટે થઈ જશે પરંતુ તેમ થયું નહીં. આ ખેલાડીનું નામ રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) છે. સાહા IPL જીતનાર ગુજરાત ટાઇટન્સ ટીમનો ભાગ હતો અને ઓપનર તરીકે શાનદાર ઇનિંગ્સ રમી હતી. સાહાને આશા હતી કે આ પ્રદર્શનના આધારે તે ટીમ ઈન્ડિયા (Team India) માં વાપસી કરશે, પરંતુ જ્યારે એવું ન થયું ત્યારે સાહાનું દર્દ અનુભવાયું.

સાહાએ કહ્યું છે કે તેને નથી લાગતું કે હવે તે ફરીથી ટીમ ઈન્ડિયા માટે રમી શકશે. એક મીડિયા અહેવાલ મુજબ તેમની સાથે વાત કરતા સાહાએ કહ્યું, “મને નથી લાગતું કે હું આગળ જતા ટીમ ઈન્ડિયામાં ક્યારેય પસંદગી પામી શકીશ કારણ કે કોચ અને મુખ્ય પસંદગીકારે મને આ વિશે જણાવ્યું છે. અને જો તેઓએ મને પસંદ કરવો હોત તો આઈપીએલમાં મારા પ્રદર્શન બાદ હું ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમમાં હોત. તેથી આ નિર્ણય મારા માટે સ્પષ્ટ છે અને તેનો અર્થ એ છે કે આ સમયે મારા માટે કોઈ વધુ વિકલ્પો નથી. હું ક્રિકેટ રમવા પર વધુ ધ્યાન આપું છું. જ્યાં સુધી મને રમત પસંદ છે ત્યાં સુધી હું રમવાનું ચાલુ રાખીશ.”

આઈપીએલમાં આવુ રહ્યુ હતુ પ્રદર્શન

IPL-2022ની શરૂઆતની મેચોમાં ગુજરાતે સાહાને રમાડ્યો નહોતો. મેથ્યુ વેડે નિષ્ફળ જતાં સાહાને તક આપવામાં આવી હતી. તેણે આ સિઝનમાં 11 મેચ રમી અને 31.70ની એવરેજથી 317 રન બનાવ્યા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 122.39 છે. સાહાએ આઈપીએલની આ સિઝનમાં ત્રણ અડધી સદી ફટકારી હતી. ગુજરાત ટાઇટન્સની સફળતા માટે તે એક મુખ્ય કારણ છે. IPL ની મેગા ઓક્શનમાં ગુજરાતે તેને છેલ્લી ઘડીએ ખરીદ્યો હતો અને આ ટીમનો દાવ પણ કામે લાગ્યો હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ત્રિપુરાની ટીમ સાથે જોડાવાના સમાચાર છે

સાહા બંગાળ ક્રિકેટ ટીમમાં પણ વિવાદોમાં સપડાયો હતો અને તેથી તે આ સિઝનમાં રણજી ટ્રોફીના નોકઆઉટ રાઉન્ડમાં રમ્યો નહોતો. તેણે બંગાળ ક્રિકેટ ટીમ સાથેના સંબંધો તોડી નાખ્યા છે. હવે એવા અહેવાલો છે કે તેઓ ત્રિપુરામાં જોડાઈ શકે છે. પ્લેયર કમ ગાઈડની ભૂમિકા માટે સાહા ત્રિપુરા સાથે વાતચીત કરી રહ્યો છે.

આ માહિતી એક અધિકારીએ આપી હતી. આ અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, તે ત્રિપુરા માટે પ્લેયર કમ મેન્ટરની ભૂમિકા ભજવવા માંગે છે. તેઓ ત્રિપુરામાં એપેક્સ કાઉન્સિલના કેટલાક સભ્યો સાથે વાતચીત કરી રહ્યા છે પરંતુ હજુ સુધી કંઈ નક્કી થયું નથી. પહેલા તેઓએ CAB અને પછી BCCI (ક્રિકેટ બોર્ડ ઓફ ઈન્ડિયા) તરફથી નો-ઓબ્જેક્શન લેટર મેળવવો પડશે, ત્યારબાદ જ આ પ્રક્રિયા આગળ વધી શકશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">