MI vs UPW Eliminator Match Result : મુંબઈ ઈન્ડિયન્સ પહોંચ્યું ફાઈનલમાં, એલિમિનેટર મેચમાં યુપી વોરિયર્સ સામે 72 રનથી મેળવી શાનદાર જીત

ઓપનર્સની ધમાકેદાર શરુઆત બાદ મુંબઈની ટીમે 20 ઓવરના અંતે 4 વિકેટના નુકશાન સાથે 182 રન બનાવ્યા હતા. યુપી વોરિયર્સને ફાઈનલમાં પહોંચવા માટે 183 રનનો ટાર્ગેટ મળ્યો છે.મુંબઈ ઈન્ડિયન્સ તરફથી નેટ સિવર બ્રન્ટે ધમાદેકાર ફિફટી ફટકારી હતી.

MI vs UPW Eliminator Match Result : મુંબઈ ઈન્ડિયન્સ પહોંચ્યું ફાઈનલમાં, એલિમિનેટર મેચમાં યુપી વોરિયર્સ સામે 72 રનથી મેળવી શાનદાર જીત
MI vs UPW Eliminator Match Result
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2023 | 10:49 PM

વુમન્સ પ્રીમિયર લીગની એલિમિનેટર મેચ આજે યુપી વોરિયર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં મુંબઈની ટીમ ટોસ હારીને બેટિંગ કરવા ઉતરી હતી. ઓપનર્સની ધમાકેદાર શરુઆત બાદ મુંબઈની ટીમે 20 ઓવરના અંતે 4 વિકેટના નુકશાન સાથે 182 રન બનાવ્યા હતા. યુપી વોરિયર્સને ફાઈનલમાં પહોંચવા માટે 183 રનનો ટાર્ગેટ મળ્યો છે.મુંબઈ ઈન્ડિયન્સ તરફથી નેટ સિવર બ્રન્ટે ધમાદેકાર ફિફટી ફટકારી હતી. 183 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી યુપીની ટીમે 20 ઓવરના અંતે ઓલ આઉટ થઈ 110 રન બનાવ્યા હતા.

પ્રથમ ઈનિંગમાં શું થયું ?

પ્રથમ ઈનિંગમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ તરફથી યાસતિયા 21 રન, મેથ્યૂઝે 26 રન, સિવર બ્રન્ટે 72 રન, હરમનપ્રીત કૌરે 14 રન, એમિલિયા કેરે 29 રન અને પૂજા વસ્ત્રાકરે 11 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં મુંબઈની ટીમે 22 ચોગ્ગા અને 4 સિક્સર ફટકારી હતી. યુપી વોરિયર્સ તરફથી પ્રથમ ઈનિંગમાં સોફિયાએ 4 ઓવરમાં 39 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે અંજલિ અને પાર્શવીએ 1-1 વિકેટ લીધી હતી.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

બીજી ઈનિંગમાં શું થયું ?

બીજી ઈનિંગમાં યુપીની શરુઆત ખરાબ રહી હતી. યુપી તરફથી બર્થ ડે ગર્લ કેપ્ટન એલિસા હેલીએ 11 રન , શ્વેતા સેહરાવાટે 1 રન, સિમરન શેખે 0 રન, તાહલીયા મેકગ્રાએ 7 રન, ગ્રેસ હેરિસે 14 રન, કિરણ નેગાયરે 43 રન, દીપતી શર્માએ 16 રન, સોફી એક્ક્લેસ્ટોન 0 રન, અંજલિ સર્વનીએ 5 રન, પરશવીએ 0 રન બનાવ્યા હતા.

મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી વોરિયર્સની મેચની રોમાંચક ક્ષણો

આ છે બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

મુંબઈ ઈન્ડિયન્સ : હેલી મેથ્યુઝ, યસ્તિકા ભાટિયા (વિકેટકીપર), નાટ સ્કીવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), મેલી કેર, પૂજા વસ્તાકાર, ઇસ્સી વોંગ, અમનજોટ કૌર, હુમાઇરા કાઝી, જિન્ટીમાની કાલિતા, સાઇકાની કલીતા

યુપી વોરિયર્સ : એલિસા હેલી (કેપ્ટન અને વિકેટકીપર), શ્વેતા સેહરાવાટ, સિમરન શેખ, તાહલીયા મ G કગ્રા, ગ્રેસ હેરિસ, કિરણ નેગાયર, દીપતી શર્મા, સોફી એક્ક્લેસ્ટોન, અંજલિ સર્વની, પરશવી ચોપ્રા, સોપડન્દી યશાસ્રી

20 મેચ બાદ પોઈન્ટ ટેબલની સ્થિતિ

20 ગ્રુપ સ્ટેજની મેચ બાદ 12 પોઈન્ટ અને સારી રન રેટ સાથે દિલ્હી કેપિટલ્સે પોઈન્ટ ટેબલમાં ટોપ કર્યું હતુ. જ્યારે મુંબઈ ટીમ 8 મેચમાં 6 જીત સાથે બીજા ક્રમે હતુ. અને યુપી વોરિયર્સ 8 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે હતું.

આવુ હતું વુમેન્સ પ્રીમિયર લીગનું શેડયુલ

પ્રથમ પ્રીમિયર લીગની સૌથી મોંઘી ખેલાડીઓ

5 ટીમના 87 ખેલાડીઓ

માસ્કોટ શક્તિ

વુમેન્સ પ્રીમિયર લીગના માસ્કોટનું નામ શક્તિ છે. મહિલાઓને ધ્યાનમાં રાખીને આ માસ્કોટ તૈયાર કરવામાં આવ્યું છે. આ લીગની તમામ મેચ મહારાષ્ટ્રના સ્ટેડિયમમાં રમાશે. લીગની તમામ મેચમાં મહિલાઓને ફ્રિમાં એન્ટ્રી આપવામાં આવશે.

WPL 2023નું એન્થમ સોન્ગ

BCCIએ મહિલા પ્રીમિયર લીગની ઉદઘાટન સિઝન માટે એક આકર્ષક થીમ સોંગ રિલીઝ કર્યું છે. ‘યે તો બસ શુરુઆત હૈ’ શીર્ષક ધરાવતું આ ગીત ભારતીય મહિલા ક્રિકેટરોની હિંમત વધારવા માટે છે. જેમણે રમતના શિખર સુધી પહોંચવા માટે અસંખ્ય અવરોધોને પાર કર્યા છે.

થીમ સોંગ લીગનો ઉદ્દશેય અને ખેલાડીઓની ભાવનાને કેપ્ચર કરે છે. ગીતના બોલ ખેલાડીઓએ જે પડકારોનો સામનો કર્યો છે અને જે નિશ્ચય સાથે તેઓએ તેનો સામનો કર્યો છે તેની વાત કરે છે. આ ગીત ખેલાડીઓને તેમની યાત્રા ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">