IND vs NZ: કાનપુર ટેસ્ટ ડ્રો જતા ટીમ ઇન્ડિયાને WTC પોઇન્ટ ટેબલમાં થયુ આ નુકશાન, પાકિસ્તાન તકનો લાભ ઉઠાવવા તૈયાર!

જો તે આ મેચ જીતી તો ભારતીય ટીમ (Team India) ને 12 પોઈન્ટ મળ્યા હોત, પરંતુ તેણે આ તક ગુમાવી દીધી અને તેને ન્યૂઝીલેન્ડ સાથે પોઈન્ટ શેર કરવાની ફરજ પડી.

IND vs NZ: કાનપુર ટેસ્ટ ડ્રો જતા ટીમ ઇન્ડિયાને WTC પોઇન્ટ ટેબલમાં થયુ આ નુકશાન, પાકિસ્તાન તકનો લાભ ઉઠાવવા તૈયાર!
Indian Cricket Team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 8:15 PM

કાનપુર ટેસ્ટ (Kanpur Test) માં ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ (New Zealand Cricket Team) સામે જીતની નજીક આવવાથી ચૂકી ગઈ હતી. વિશ્વની નંબર વન ટેસ્ટ ટીમ અને વિશ્વની નંબર 2 ટેસ્ટ ટીમ વચ્ચે રમાયેલી, આ મેચ પાંચમા દિવસના છેલ્લા બોલ અને છેલ્લી વિકેટ સુધી ગઈ હતી,. જેમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન ન્યુઝીલેન્ડે લડાઈ લડતા ભારત (Indian Cricket Team) ને જીતથી દૂર રાખ્યું હતું. આ પરિણામ સાથે, ભારતીય ટીમ શ્રેણીમાં 1-0ની લીડ લેવાનું ચૂકી ગઈ હતી, પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ICC World Test Championship) ના WTC પોઈન્ટ્સ ટેબલ (WTC Points Table) માં ટીમ ઈન્ડિયાને તેનાથી પણ મોટી ખોટ થઈ હતી.

જ્યાં ભારતીય ટીમે સંપૂર્ણ 12 પોઈન્ટ મેળવવાની તક ગુમાવી, જ્યારે ન્યુઝીલેન્ડે આ ડ્રો સાથે પોતાનું ખાતું ખોલ્યું. ભારતીય ટીમ હજુ પણ પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર છે, પરંતુ તે ત્રીજા સ્થાને સરકી શકે છે કારણ કે પાકિસ્તાન (Pakistan Cricket Team) ટક્કર લેવાના પ્રયાસમાં છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે 234 રન પર તેનો બીજો દાવ ડિકલેર કર્યો હતો અને 284 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતને પણ ન્યૂઝીલેન્ડની પ્રથમ વિકેટ ચોથા દિવસના અંતે માત્ર 4 રનના સ્કોર પર મળી હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને છેલ્લા દિવસે 9 વિકેટની જરૂર હતી, જ્યારે ન્યુઝીલેન્ડને 280 રનની જરૂર હતી. ભારતીય સ્પિનરોએ અંતિમ દિવસે પુરી તાકાત લગાવી હતી અને ન્યૂઝીલેન્ડની 8 વિકેટ ઝડપીને જીતની આરે પહોંચી હતી. પરંતુ છેલ્લા અડધા કલાકમાં રચિન રવિન્દ્ર અને એજાઝ પટેલે લગભગ 9 ઓવર રમીને ભારતને જીતથી દૂર લઈ લીધું હતા.

WTC પોઈન્ટ ટેબલમાં ભારતનું સ્થાન

આ ડ્રો ટીમ ઈન્ડિયા માટે હાર સાબિત થઇ કારણ કે ભારતીય ટીમને આ મેચમાં જીત સાથે મળનારા 12 પોઈન્ટને બદલે માત્ર 4 પોઈન્ટ મળ્યા હતા. આ રીતે, ટીમ ઈન્ડિયાના WTC ટેબલમાં હવે 30 પોઈન્ટ છે અને કુલ 50 પોઈન્ટ પર્સેન્ટેઝ થઇ ગયા છે. મતલબ કે ટીમ ઈન્ડિયાએ WTCમાં અત્યાર સુધી 5 ટેસ્ટ રમી છે, જેમાં તેને 60 પોઈન્ટ માટે મેચમાં માત્ર અડધા પોઈન્ટ મળ્યા છે. બીજી તરફ, WTCમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલી ન્યુઝીલેન્ડને આ ટેસ્ટમાં 4 પોઈન્ટ મળ્યા છે અને તે 33% સાથે પાંચમા સ્થાને છે.

પાકિસ્તાન ભારત કરતા આગળ જશે

આ ટેબલમાં ટોચ પર શ્રીલંકા છે, જેણે માત્ર એક જ ટેસ્ટ મેચ રમી હતી અને વિજય સાથે 100% પોઈન્ટ મેળવીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. બીજા સ્થાન પર ભારત છે, પરંતુ પાકિસ્તાની ટીમ આ મામલે ભારતને પાછળ છોડી શકે છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ (Pakistan vs Bangladesh) વચ્ચે ચટગાંવમાં ટેસ્ટ મેચ રમાઈ રહી છે અને ત્યાં પાકિસ્તાન જીતથી માત્ર 93 રન દૂર છે. જો પાકિસ્તાન ત્યાં જીતશે તો તે ભારતથી ઉપર બીજા સ્થાને આવી જશે.

ભારતીય ટીમ માટે આ શ્રેણી જીતવાની છેલ્લી તક હવે મુંબઈ ટેસ્ટમાં હશે. બીજી ટેસ્ટ 3 ડિસેમ્બરથી શરૂ થશે અને ભારતીય ટીમે આ મેચ જીતીને સંપૂર્ણ 12 પોઈન્ટ મેળવવા પડશે, જેથી તે પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ સુધારી શકે.

આ પણ વાંચોઃ IPL 2022: અમદાવાદની ફ્રેન્ચાઇઝી પર સટ્ટાબાજી સાથે સંબંધને લઇને મુશ્કેલી વધી, BCCI એ કાનૂની મદદ માંગી

આ પણ વાંચોઃ IND vs NZ: મુંબઇ ટેસ્ટને લઇ ટીમ ઇન્ડિયા સામે ધર્મ સંકટ, વિરાટ કોહલી માટે કોણ આપશે કુર્બાની

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">